સજાવટ:લિવિંગ રૂમની શાન વધારતા સોફાની સફાઈ સહેલી છે

Magazine4/21/2026, 12:35:00 AM
સજાવટ:લિવિંગ રૂમની શાન વધારતા સોફાની સફાઈ સહેલી છે
દિવ્યા દેસાઇ ઘરમાં પ્રવેશતા જ સૌની નજર જેની પર પડે છે, તે છે આપણા લિવિંગ રૂમનો સોફા. મહેમાનોની આગતા-સ્વાગતા હોય કે પછી આખો દિવસનો થાક ઉતારવાનું સ્થાન, સોફા ઘરનો સૌથી વધુ વપરાતો હિસ્સો છે. જોકે, વધુ પડતા વપરાશને કારણે તેની પર ધૂળ જામવી અને ચા-કોફીના ડાઘ પડવા સામાન્ય છે. જો યોગ્ય રીતે સફાઈ ન કરવામાં આવે તો તે ઘરની સુંદરતા ઘટાડી શકે છે. ચાલો જાણીએ સોફાને ચમકાવવાની કેટલીક સ્માર્ટ ટિપ્સ. સૌથી પહેલા તપાસો ‘ક્લીનિંગ કોડ’ કોઈપણ નુસખો અજમાવતા પહેલા સોફાના ખૂણામાં રહેલું ‘ટેગ’ તપાસો, જે તમને જણાવશે કે કઈ રીતે સફાઈ કરવી. W (Water): પાણી અથવા સાબુના ફીણથી સાફ કરી શકાય. S (Solvent): પાણી ભૂલથી પણ ન વાપરવું. આના માટે ‘રબિંગ આલ્કોહોલ’ કે ડ્રાય ક્લીનરનો ઉપયોગ કરવો. WS: પાણી અને આલ્કોહોલ બંને વાપરી શકાય. X: માત્ર વેક્યૂમ ક્લીનર કે બ્રશનો જ ઉપયોગ કરવો. જિદ્દી ડાઘ માટેના ઉપાયો તેલ કે ગ્રીસના ડાઘ: તેલના ડાઘ પર તરત જ ટેલ્કમ પાઉડર છાંટી 20 મિનિટ રહેવા દો. પાઉડર તેલ શોષી લેશે, પછી બ્રશથી સાફ કરી લો. શાહીના ડાઘ: આ સૌથી મુશ્કેલ છે, પણ તેનો ઈલાજ છે રબિંગ આલ્કોહોલ. રૂ પર થોડું આલ્કોહોલ લઈ ડાઘ પર હળવેથી ટેપ કરો આલ્કોહોલ તમને નજીકના મેડિકલ સ્ટોર પર ‘સર્જિકલ સ્પિરિટ’ ના નામે આસાનીથી મળી જશે. ગંધ દૂર કરવા: સોફામાંથી આવતી ભેજની વાસ દૂર કરવા બેકિંગ સોડા છાંટો અને અડધા કલાક પછી વેક્યૂમ કરી લો. મટીરિયલ મુજબ કાળજી લેધર: તેને માત્ર ભીના નરમ કપડાથી લૂછો અને વર્ષમાં બે વાર લેધર કંડિશનર લગાવો. ફેબ્રિક: હળવા હાથે વેક્યૂમ કરો જેથી કાપડના રેસામાં ફસાયેલી ધૂળ નીકળી જાય. એક્સપર્ટ ટિપ: સોફાને ડાઘાથી બચાવવા માટે બજારમાં ‘ફેબ્રિક પ્રોટેક્ટર સ્પ્રે’ મળે છે. નવા સોફા પર આનો ઉપયોગ કરવાથી કાપડ પર એક સુરક્ષા કવચ બની જાય છે, જેના કારણે પ્રવાહી સોફાની અંદર ઉતરતું નથી અને સફાઈ સરળ બની જાય છે. હંમેશાં કેમિકલનો ઉપયોગ સોફાના છુપા ભાગમાં ટેસ્ટ કર્યા પછી જ કરવો. આ નાની ટિપ્સ તમારા સોફાના આયુષ્યમાં વર્ષોનો વધારો કરશે!
Read Original Article →