સજાવટ:રસોડાને આપો ‘બુટિક પેન્ટ્રી’ લુક
દિવ્યા દેસાઇ આજનું આધુનિક રસોડું માત્ર રસોઈ બનાવવાની જગ્યા નથી રહ્યું, પણ તે ઘરના સભ્યોની લાઈફસ્ટાઈલ અને ટેસ્ટને પણ દર્શાવે છે.
અત્યાર સુધી આપણે મોડ્યુલર કિચન અને હીડન કેબિનેટ્સ વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ વર્ષ 2026માં હોમ ડેકોરની દુનિયામાં એક નવો જ કન્સેપ્ટ ધૂમ મચાવી રહ્યો છે ‘બુટિક પેન્ટ્રી’ લુક.
જો તમે તમારા રસોડાને કોઈ મોંઘા લક્ઝરી કેફે કે ફાઇવ સ્ટાર હોટેલના સ્ટોર રૂમ જેવો પ્રીમિયમ લુક આપવા માગો છો, તો આ ટ્રેન્ડ ખાસ તમારા માટે છે.
ચાલો જાણીએ કે તમારા સામાન્ય રસોડા કે સ્ટોર એરિયાને ઓછા બજેટમાં પણ આલિશાન ‘બુટિક પેન્ટ્રી’માં કેવી રીતે બદલી શકાય.
1 પ્લાસ્ટિકને કહો બાય-બાય, ગ્લાસ અને સિરામિક અપનાવો: બુટિક પેન્ટ્રીનો પહેલો નિયમ છે ક્લાસિક અને સસ્ટેનેબલ લુક. રંગબેરંગી અને અસમપ્રમાણ પ્લાસ્ટિકના ડબ્બાઓને કારણે રસોડું હંમેશાં અસ્તવ્યસ્ત લાગે છે. તેને બદલે બજારમાં મળતી એક સરખી સાઈઝની કાચની અથવા પ્રીમિયમ સિરામિકની બરણીઓનો ઉપયોગ કરો. કાચની બરણીઓમાંથી અંદર રાખેલી કઠોળ, મસાલા કે ડ્રાયફ્રૂટ્સ દેખાશે, જે જાતે જ એક સુંદર ડેકોરેશનનું કામ કરશે.
2 ટ્રેન્ડિંગ ઓર્ગેનાઈઝર્સ: વાંસ અને સી-ગ્રાસ બાસ્કેટ્સ: સામાનને સીધો સેલ્ફ પર મૂકવાને બદલે નેચરલ મટીરિયલમાંથી બનેલા ઓર્ગેનાઈઝર્સનો ઉપયોગ કરો. વાંસ, નેચરલ વૂડ અને સી-ગ્રાસમાંથી બનેલી બાસ્કેટ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ બાસ્કેટ્સમાં તમે બટાકા-ડુંગળી જેવા શાકભાજી અથવા પેકેટવાળો સામાન વ્યવસ્થિત રીતે મૂકી શકો છો. તે રસોડાને એક પ્રોફેશનલ અને ઓર્ગેનિક લુક આપે છે.
3 લેબલ્સ: તમે કોઈ લક્ઝરી બુટિક કે મોલમાં જાઓ ત્યારે દરેક વસ્તુ પર એક સરખા, સુંદર અક્ષરોમાં લેબલ લગાવેલા જોવા મળે છે. બસ, આ જ ટ્રીક ઘરમાં અપનાવવાની છે. કાચની બરણીઓ પર બ્લેક એન્ડ વ્હાઇટ કે વોટરપ્રૂફ ટ્રાન્સપરન્ટ સ્ટીકર્સ લગાવો, જેના પર મસાલા કે અનાજના નામ લખેલા હોય. આ નાનકડો ફેરફાર તમારી પેન્ટ્રીને અત્યંત રિચ અને મોર્ડન લુક આપશે.
4 લાઈટ્સ: બુટિક પેન્ટ્રીનો અર્થ એ છે કે તમારો સામાન છુપાવવાને બદલે તેને આર્ટની જેમ ડિસ્પ્લે કરવો. જો રસોડામાં ઓપન શેલ્ફ હોય, તો તેની નીચે LED લાઈટ્સ અથવા નાની સ્પોટલાઈટ્સ ગોઠવો. જ્યારે સાંજે આ લાઈટ્સ ચાલુ થશે, ત્યારે તમારું રસોડું કોઈ પ્રીમિયમ કેફે જેવું ચમકી ઉઠશે. રાતના સમયે તમને તમારું રસોડું એકદમ પ્રીમિયમ ફીલ કરાવશે અને ધરે આવનારા મહેમાન પણ તેનો લુક જોઈને ચોક્ક્સ મોહી જશે.
આખરે રસોડું એ તમારી પર્સનાલિટીનું દર્પણ છે. તેને સુંદર બતાવવું એ જાતને દર્શાવવા જેવી જ એક વાત છે.
તો મોર્ડન ગૃહિણીઓ, મોંઘા રીનોવેશન પાછળ હજારો રૂપિયા ખર્ચવાને બદલે માત્ર આ સ્માર્ટ ઓર્ગેનાઈઝેશન ટિપ્સ અપનાવો.
તમારા રસોડાને આપી દો એક સુપર સ્ટાઇલિશ ‘બુટિક પેન્ટ્રી’ લુક!
Read Original Article →