કાવ્યાયન:કાવ્યાયન

Magazine5/19/2026, 12:35:00 AM
કાવ્યાયન:કાવ્યાયન
હરદ્વાર ગોસ્વામી બાંધો પ્રેમની કંઠી ડોકે; આંચ ન આવે ચૌદે લોકે. કોક તો એવું હોય જીવનમાં, સાચું ખોટું પણ જે ટોકે. જોહુકમી કરનારને કહી દો, ફૂલોને પણ હસતાં રોકે. દુનિયા છે, એનું શું કહેવું, ફૂલ ધરે, ખીલા પણ ઠોકે. એક ગઝલ મળવા આવી છે, ઘેર મુસાફિર! હાજર છો કે? મુસાફિર પાલનપુરી અબોલા લઈ હું તો અળગી બેઠી હવે રે’વાઈ ન સે’વાઈ સૈ; ભમરાળી કેમ મને કમત સૂઝી હું જાણું નૈ કૈ કે’તા કૈ, આંખ્યુંના ખૂણેથી નીરખ્યા કરું મારા સાયબાને દિન-રાત; એકવાર ચડશે ચડી ગઈ પછી કેમ નીકળે મોઢેથી વાત; શમણે આવે તો મનાવી લઉં પણ નભાઈ નીંદર વેરણ થૈ; ઘણુંય થાય મૂઈ જીદ મેલીને ઓરડેથી પાડું હું સાદ; હૈયામાં ત્યાં તો હિલોળા ઉઠે પણ જીભને નડે મરજાદ; બાધા આખડી માનતા માની જો છૂટે અબોલા મારી બૈ. રાજેન્દ્ર ભટ્ટ ઈચ્છાઓમાં પાનખરનું આજે ઘર, આશાઓનાં નગરમાં અધૂરી સફર. ભવિષ્યના પાનખરની છે મને ખબર, ભવિષ્યમાં થશે પ્રાણખરનું પાનખર ! નરેશ ચ.દાતણિયા પથ્થરના પાંચિકે બાજીઓ બધી જીતતા, રમતના દરેક દાવમાં અવ્વલ અમે આવતા, બાળપણ શું જતું રહ્યું, જીત બધી જતી રહી, હાર મળે છે હવે તો જિંદગીની રમતમાં...! જતીન આર વાઘેલા ‘મૌન’ પણ અડચણો ના અંધકારમાં તારી હિંમતનો નાનો દીવો બનીશ હું, દરેક સપનાં સાકાર કરવા નિઃશબ્દ શક્તિ બનીશ, તારી દરેક સફરમાં, હંમેશા તારી સાથે રહીશ હું. નિધિ યાજ્ઞિક જીવનમાં બસ આમને આમ જીવાતું હશે, મન ફાવે તેમ અહીંયા બધું કરાતું હશે... જેવું આપો બમણું થઈ પાછું આવે ‘યોગી’ શું દુઃખના નામે ધિરાણ પાછું આવતું હશે... યોગેન્દ્ર પટેલ ‘યોગી’ ચાર દીવાલો, છત અને હું; બંધ આંખો, કંકુ અક્ષત અને હું. શૂન્યનો સતત સહવાસ; ખાલી હાથ બરકત અને હું. ચંદ્રશેખર બી. નિરંજની ‘અનંત’ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મૂખડું, એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મ્હોંમાં દઈ મોટા કર્યા, અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહીં. લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભીને સૂઈ પોતે અને સૂકે સુવાડવ્યા આપને, એવી અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં. પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં. ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહીં, પલપલ પુનિત એ ચરણની, ચાહના બસ ભૂલશો નહીં. પુનિત મહારાજ
Read Original Article →