કાવ્યાયન:કાવ્યાયન

Magazine5/5/2026, 12:35:00 AM
કાવ્યાયન:કાવ્યાયન
હરદ્વાર ગોસ્વામી હમણાંથી અધરાતે મધરાતે ગળામાં કાળી બળતરા ઉઠે છે અર્ધતંદ્રામાં ઊભો થઈ રસોડાની બહાર આવેલા આર.ઓ.માંથી ગ્લાસમાં પાણી ભરું છું. રાતના અંધકારમાં ગ્લાસમાં પાણી પડવાનો અવાજ સહેજ મોટો સંભળાય છે. ત્યારે જ બહારની ચોકડીમાં બીજો એક પરિચિત બોલાશ સંભળાય છે: સૌ પહેલા આતા ગયેલા પછી બાપુજી ગયા અને કાકા તો હમણાં જ ગયા! જોઉં છું તો આતાની બીડીનો અંગારો ઝગારા મારે છે. બધા હેયને એક ખાટલામાં બેઠા છે પછી આતા સાલસતાથી વાત માંડે છે: ‘આ..તું પાંસઠનો તો થ્યો. હવે ક્યાં સુધી પગ ઢસડીશ ? આ પાર આવી જા, હવે.’ મારી જીભે લવા વળે છે... ‘ ..હજી પાંચ દસ ખેંચી કાઢું તો?’ આતાનો અવાજ ખેંચાય છે ‘ તો ત્યાં જ મરો અને ઢસરડા કરજો હજી.’ અચાનક એક કોમળ સ્ત્રી-સ્વર આવે છે: ‘મારા કાળુને મર્ય ના કે’તા હો! એને હજી ન્યાં રે’વુ હોય તો ભલે એમ.’ હું નજર કરું છું તો ત્યાં બીજા ખૂણામાં જમીન પર ઘૂમરો વળીને દાદી, બા અને કાકી લાજ કાઢીને બેઠાં છે. મારી પીઠ પર કોઈ હાથ પસવારે છે ફરીથી થોથરાઈને લોચા વાળું છું. ‘ ...હજી પાંચ દસ ખેંચી કાઢું તો...? પછી સાવ શાંતિ ફેલાઈ જાય છે જાણે કોઈ ત્યાં હતું જ નહીં. હું ઢસડાતો આવીને પથારીમાં આડો પડું છું. ધીરે ધીરે ઊંઘ આવી જાય છે સવારે બધું ભુલાઈ જાય છે એ જ ઘટમાળમાં પરોવાઈ જવાય છે ફરીથી કોઈક, અધરાત મધરાત ગળામાં કાળી બળતરા ઉઠે ત્યાં સુધી. કિરીટ દૂધાત વાત હવે મારા સુધી રાખું છું. હું જ લખું હું જ હવે વાંચું છું. થાય સવાર ઉઠી હું જાઉં છું. મારા કામે લાગી જાઉં છું. પ્રફુલ્લચંદ્ર ર. શાહ કૂંજે, ગુંજે, ગરજે ગૌરવવંતી ગરિમાધારી, માત અમારી મીઠી મધુરી માતૃભાષા ગુજરાતી. ‘શું શાં પૈસા ચાર નથી’ હવે આ સમયમાં, વિશ્વ પ્રસિદ્ધ, અમૂલ્ય ભવ્ય એની ખ્યાતિ. ગોરધનભાઈ બી. પ્રજાપતિ પ્રતિબિંબ ચંદ્રનું જળમાં એમ પડે, સ્પર્શ ઝાકળનો ફૂલમાં જેમ જડે.. ચાંદની ઓઢીને નીકળી છે રાત, ખુશ્બૂ શરદની પૂનમને જેમ અડે. પ્રતીક શાહ ખભો મળી જાય સારો તો મન મૂકીને રડવું છે, અંતરના ઊંડા ખૂણે અહમ મૂકીને અડવું છે. પાંપણ મળી જાય પ્રેમની પીડા લઈને પડવું છે, એકલતાના ઊંડા કૂવામાં અંતર સાથે લડવું છે. અમૃત શ્રીમાળી આંસુડાં ઊંચકી મેં કરી’તી બે ફાડ્ય, રે જી, કરી’તી બે ફાડ્ય, માંયથી કસુંબલ નીસર્યો રે જાય, વીરા નીસર્યો રે જાય. વેલ્ય સનગારીને જોતર્યા છે મોર, વીરા, મોરની જોડ્ય, વાટ્યમાં તે પીછાં ખરતાં રે જાય, વીરા, ખરતાં રે જાય. શામળાની સાયબીથી છાયલું આભ, વીરા, કોણે રે કોણે બાંધ્યો આભલાંનો ઢાળ્ય, વીરા, ચડતો ઊંચે ન ટોચે જરી જપ, ખાય, ચાંદો અડવડાં ખાય. નીચે દડતાં દરિયે ઈ ને મરઘલાં ખાય. વીરડો ખોદીને લીધો હેલ્યની પેર, વીરા, હેલ્ય ભેળાં સૂરજ ન કરતાં રે ગેલ્ય, વીરા. થાકોડે પગ તૂટે, હેલ્ય ઢળી જાય ઢળ્યાં હેલ્યના પાણીપે પગલાં છંટાય, કોરાં પગલાં છંટાય. ઘૂમટો ખોલું તો દેખું આભલું ચિક્કાર, રેજી, આભલું ચિક્કાર ઘૂમટો ઢાંક્યે વાલમ ખૂલી ખૂલી જાય, વીરા, ખૂલી ખૂલી જાય.- ભૂપેશ અધ્વર્યુ
Read Original Article →