પરખ:તમે તમારા કામકાજથી ખરેખર કેટલા ખુશ છો?
જયસ્વી પટેલ જીવનથી મૃત્યુપર્યંત માનવીને કામ, કામ ને કામ રહે જ છે. કોઇ હળવાશથી કામ પાર પાડે છે, તો કોઈ પરાણે પાર પાડે છે. કોઈ કામના આરંભથી ડરે છે, તો કોઈ અંતથી ડરે છે. તમે તમારા કામકાજથી પરેશાન છો કે ખુશ છો? ક્યારેય જાત સાથે આ વિશે સંવાદ કર્યો છે? 1 સવારે ઉઠતાંની સાથે જ કામકાજના વિચારમાત્રથી કંટાળો કે થાક લાગે છે?
(એ) હા (બી) ક્યારેક (સી) ના
2 તમે કામમાં ધ્યાન કેન્દ્રિત કરતાં મુશ્કેલી અનુભવો છો?
(એ) ના (બી) હા (સી) ક્યારેક
3 છેલ્લા કેટલાક સમયથી તમારા પર કામનો ભાર વધી ગયો છે?
(એ) હા (બી) ના (સી) થોડોઘણો
4 કામના ભારણને લીધે આવતો ગુસ્સો બહાર, ઓફિસ કે પરિવાર પર ઉતારો છો?
(એ) ના (બી) ક્યારેક (સી) હા
5 તમે કામના સ્થળે સતત થાક કે માનસિક અસ્વસ્થતા અનુભવો છો?
(એ) ક્યારેક (બી) હા (સી) ના
6 ઓફિસની કોઇ બાબત કે ચિંતાથી તણાવ થતા રજાનો મૂડ બગડે છે?
(એ) હા (બી) ના (સી) ક્યારેક
7 ઓફિસ કે ઘરેથી તમને સોંપેલાં કામ રુચિ બહારનાં હોય છે?
(એ) ક્યારેક (બી) ના (સી) હા
8 ગુસ્સાના લીધે તમે કોમ્પ્યુટર પર ગુસ્સો કરો છો કે કાગળ ફાડી નાખો છો?
(એ) ના (બી) ક્યારેક (સી) હા
9 શું બે-ચાર કામ એકસાથે કરવાથી મુશ્કેલી અનુભવો છો?
(એ) હા (બી) ના (સી) ક્યારેક
10 ક્યારેક અધૂરું મુકેલું કામ પછી અધૂરું જ રહી ગયું હોય એવું બન્યું છે?
(એ) ક્યારેક (બી) હા (સી) ના
11 કામકાજના બોજથી તમારી ઊંઘ, ભૂખ કે જીવન પર અસર થાય છે?
(એ) ના (બી) ક્યારેક (સી) હા
12 તમે તમારા કામકાજમાં અગાઉ જેટલો રસ કે ઉત્સાહ અનુભવો છો?
(એ) ક્યારેક (બી) હા (સી) ના
13 તમારા કામથી તમને સંતોષ કે
ખુશી મળે છે?
(એ) હા (બી) ના (સી) ખાસ નહીં
14 તમે તમારાં કામકાજ...
(એ) કરવાં પડે છે માટે કરો છો
(બી) થોડાં રસથી, તો થોડાં કરવા ખાતર કરો છો
(સી) પ્રેમ-રસપૂર્વક કરો છો. સ્કોર
(1) એ-1 બી-3 સી-6 (2) એ-6 બી-1 સી-3
(3) એ-1 બી-6 સી-3 (4) એ-6 બી-3 સી-1
(5) એ-3 બી-1 સી-6 (6) એ-1 બી-6 સી-3
(7) એ-3 બી-6 સી-1 (8) એ-6 બી-3 સી-1
(9) એ-1 બી-6 સી-3 (10) એ-3 બી-1 સી-6
(11) એ-6 બી-3 સી-1 (12) એ-3 બી-6 સી-1
(13) એ-6 બી-1 સી-3 (14) એ-1 બી-3 સી-6. પરિણામ
14થી 36 ગુણ : તમે તમારા કામકાજથી ખૂબ પરેશાન છો. વારંવારનો ગુસ્સો તન-મન માટે યોગ્ય નથી. મુશ્કેલીનું કારણ શોધી, જે કાર્યથી અસંતોષ મળતો હોય તેમાં સંતોષ મળે એવાં પગલાં લો.
37થી 59 : તમે ક્યારેક વર્તનને નિયંત્રણમાં ન રાખી ગુસ્સો કરી બેસો છો. વધુ પડતાં કામને પહોંચી વળવા તણાવને દૂર કરવાનું જાણી લો. માનસિક નિયંત્રણ રાખી શાંત ચિત્તે આગળ વધો, કામની પરેશાની હળવી થશે જ.
60થી 84 : તમે તમારા કામકાજથી ખૂશ છો. તમે સફળતાથી કામ પાર પાડવા તણાવ-ગુસ્સાને દૂર કરવાનું સારી રીતે જાણો છો. જેથી ગુસ્સા પરનો કાબૂ ગુમાવ્યા વગર આગળ વધો છો. તમે કાર્યને સફળતાથી પાર પાડી શકો છો..અભિનંદન..!
રેડ સિગ્નલ: ‘ભવ્ય કાર્યો આપણે કરી શકીએ એમ નથી, નાનાં કાર્યો આપણે કરવા ઇચ્છતા નથી. પરિણામે, તેની વચ્ચે રહેતાં આપણે કશું જ કરતાં નથી.’
Read Original Article →