રસથાળ:ગરમીમાં ઠંડક આપતી ગુલકંદની વાનગીઓ

Magazine5/5/2026, 12:35:00 AM
રસથાળ:ગરમીમાં ઠંડક આપતી ગુલકંદની વાનગીઓ
ગુલકંદ કુદરતની અણમોલ ભેટ છે. ભલે તે ઠંડક આપતું શરબત હોય કે સ્વાદિષ્ટ બરફી, ગુલકંદ દરેક વાનગીમાં એક રજવાડી સ્વાદ ઉમેરે છે. તમારી રસોઈમાં આ પૌષ્ટિક ખજાનાને સ્થાન આપો! ગુલકંદ ખીર સામગ્રી ચોખા-પા કપ, દૂધ-2 કપ, ખાંડ-3 ચમચી, ગુલકંદ-2 ચમચી, કન્ડેન્સ્ડ મિલ્ક-1 ચમચી, ગુલાબની પાંદડી-2 ચમચી, બદામ કતરણ-4 ચમચી રીત બદામને પાણીમાં પલાળી રાખો. ચોખાને પણ અડધો કલાક પલાળી રાખો. ચોખામાંથી પાણી નિતારી તેની મિક્સરમાં પેસ્ટ બનાવી લો. દૂધને ઉકળવા મુકો. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ચોખાની પેસ્ટ ઉમેરી ચઢી જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે કન્ડેન્સ્ડ મિલ્ક, ખાંડ અને ગુલકંદ મિક્સ કરો. ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ગુલાબની પાંદડી ઉમેરી સર્વ કરો. ગુલકંદ બરફી સામગ્રી ગુલકંદ-4 ચમચી, કોપરાની છીણ-4 ચમચી, સમારેલા મિક્સ ડ્રાયફ્રુટ-2 ચમચી, દૂધ (ઉકાળેલું અને ઠંડું)-1 કપ, ખાંડ-પોણો કપ, ઘી-3 ચમચી, મિલ્ક પાઉડર-અઢી કપ રીત એક પહોળા વાસણમાં દૂધ, ખાંડ, ઘી અને મિલ્ક પાઉડર થોડો થોડો ઉમેરતા જઈ વહીસકર વડે બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને ગેસ પર ધીમા તાપે સતત હલાવતા મિક્સ કરો. મોલ્ડને ઘીથી ગ્રીસ કરી તેમાં બટર પેપર મૂકી તેને પણ ઘીથી ગ્રીસ કરી સાઈડ પર મૂકી દો. હવે સ્ટફિંગ બનાવવા માટે બાઉલમાં ગુલકંદ, કોપરાની છીણ, મિક્સ ડ્રાયફ્રુટ મિક્સ કરી લો. મિશ્રણ પેન છોડવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણના બે સરખા ભાગ કરી લો. એક ભાગને મોલ્ડમાં સ્પ્રેડ કરી લો. તેની ઉપર ગુલકંદનું સ્ટફિંગ પાથરી ફરી ઉપર બીજા ભાગનું મિશ્રણ સ્પ્રેડ કરી લો. બરફીને ફ્રીઝમાં સેટ થવા મૂકી દો. સેટ થવા મૂકી દો. સરસ સેટ થઈ જાય એટલે ચોરસ ટુકડામાં કટ કરી લો. કાજુ ગુલકંદ મિલ્કશેક સામગ્રી દૂધ-2 કપ, વેનીલા આઈસ્ક્રીમ-2 સ્કુપ, ગુલકંદ-4 ચમચી, કાજુ-20-25 નંગ રીત મિક્સરમાં ગુલકંદ અને કાજુ થોડા દૂધ સાથે ક્રશ કરો. હવે તેમાં બાકીનું દૂધ અને આઈસ્ક્રીમ ઉમેરી સરસ ચર્ન કરી લો. સર્વિંગ ગ્લાસમાં રેડી આઈસ્ક્રીમ સ્કુપ મૂકો. તેને થોડું ગુલકંદ અને ગુલાબની પાંદડીથી સજાવી સર્વ કરો. ગુલકંદ ચંદન શરબત સામગ્રી ગુલકંદ-4 ચમચી, ચંદન સિરપ-2 ચમચી, તાજી ગુલાબની પાંદડી-10થી 12 રીત એકદમ ઠંડાં પાણીમાં ગુલકંદ અને ચંદન સિરપ ઉમેરો. બ્લેન્ડર વડે બ્લેન્ડ કરો અને ગાળી લો. ખૂબ ઠંડું કરો. પીરસતી વખતે ગ્લાસમાં ક્રશ કરેલો બરફ અને થોડી ગુલાબની પાંદડીઓ ઉમેરી શરબત રેડો. ગરમીમાં આ શરબત દરરોજ પીવો. સ્વાદ અને સ્વાસ્થ્યનો અનોખો સંગમ ગુલકંદ એ ભારતીય રસોડાનું એક એવું રત્ન છે જે તેના સ્વાદ, સુગંધ અને અદભૂત સ્વાસ્થ્ય લાભોના કારણે ઉનાળામાં અમૃત સમાન ગણાય છે... શરીરની ગરમીમાં રાહત ગુલકંદમાં કુદરતી ઠંડક આપવાના ગુણો છે, જે ઉનાળાની લૂ-શરીરની આંતરિક ગરમી ઘટાડવામાં મદદરૂપ થાય છે. પાચન શક્તિમાં સુધારો તે પાચનતંત્રને શાંત કરે છે અને એસિડિટી, ગેસ કે પેટની અન્ય સમસ્યાઓમાં ત્વરિત રાહત આપે છે. ત્વચાની કુદરતી ચમક તે લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે, જેનાથી ખીલ જેવી સમસ્યાઓ દૂર થાય છે-ત્વચામાં કુદરતી નિખાર આવે છે. સ્ટોરેજ તેને લાંબો સમય તાજું રાખવા માટે હંમેશા કાચની બરણીમાં ભરીને સૂકી અને ઠંડી જગ્યાએ રાખવું જોઈએ. ‘ગુલકંદ’ શબ્દ મૂળ ફારસી ભાષામાંથી આવ્યો છે. જેમાં ‘ગુલ’ નો અર્થ ‘ગુલાબ’ અને ‘કંદ’ નો અર્થ ‘ખાંડ’ અથવા ‘મીઠાસ’ થાય છે. ગુલાબની ખાસ પસંદગી શ્રેષ્ઠ ગુણવત્તાનું અને સુગંધિત ગુલકંદ બનાવવા માટે ખાસ કરીને દેશી ગુલાબ (પનીર ગુલાબ) ઉપયોગ કરવાની પરંપરા છે. આયુર્વેદિક મહત્ત્વ ભારતીય ઇતિહાસમાં ગુલકંદનો ઉપયોગ સદીઓથી તેના આયુર્વેદિક ગુણોને કારણે કરવામાં આવે છે. સાંસ્કૃતિક ઉપયોગ મુગલ કાળથી જ ભારતમાં ગુલકંદનો ઉપયોગ શાહી મીઠાઈઓ, શરબતો અને જમ્યા પછી મુખવાસ તરીકે (ખાસ કરીને પાનમાં) કરવાની પરંપરા રહી છે.
Read Original Article →