ફેશન:ગ્લેમરસ સમર: હવે જીન્સમાં પણ નહીં લાગે ગરમી, ટ્રાય કરો આ સ્ટાઇલ!
ઉનાળો શરૂ થતાની સાથે જ સ્ત્રીઓના મનમાં સૌથી પહેલો વિચાર કપડાંની પસંદગીને લઈને આવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગરમીના દિવસોમાં જીન્સ પહેરવું અગવડભર્યું હોઈ શકે છે, કારણ કે તેનું ફેબ્રિક થોડું જાડું હોય છે. પરંતુ ફેશન જગતમાં આવેલા નવા બદલાવને કારણે હવે એવા અનેક ‘બ્રીધેબલ’ અને ‘લૂઝ ફિટ’ ઓપ્શન્સ ઉપલબ્ધ છે, જે તમને પરસેવાની ચિંતા વગર આખો દિવસ આરામદાયક રાખી શકે છે. ખાસ કરીને વર્કિંગ વુમન અને કોલેજ જતી યુવતીઓ માટે જીન્સ એક એવું આઉટફિટ છે જે સ્ટાઇલ અને પ્રોફેશનલિઝમ બંને જાળવી રાખે છે. જો તમે પણ આ ઉનાળામાં તમારા વોર્ડરોબને અપડેટ કરવાનું વિચારી રહ્યા છો, તો આ લેટેસ્ટ જીન્સ ડિઝાઇનની શોપિંગ કરી લો.
1 સ્લિટ કટ ડેનિમ જીન્સ: સ્લિટ કટ જીન્સ ટોપ ટ્રેન્ડમાં છે. આ જીન્સમાં નીચેના ભાગે અથવા સાઈડમાં નાનો કટ આપવામાં આવે છે, જે તેને વેન્ટિલેશન માટે પણ સારું બનાવે છે. તેને તમે ક્રોપ ટોપ અથવા સેમી-ફોર્મલ શર્ટ સાથે પેર કરી શકો છો.
2 હાઈ વેસ્ટ જીન્સ: હાઈ વેસ્ટ જીન્સની ખાસિયત એ છે કે તે તમારા બોડી શેપને સરસ રીતે હાઈલાઈટ કરે છે. ઓફિસ મીટિંગ્સ હોય કે સાંજની કોઈ આઉટિંગ આ જીન્સ સાથે શર્ટ કે પેસ્ટલ કુર્તા ખૂબ જ આકર્ષક લાગે છે.
3 બુટ કટ લેસ પેનલિંગ જીન્સ: આમાં જીન્સની સાઈડમાં અથવા પોકેટ પાસે લેસની બારીક ડિઝાઇન હોય છે, જે તેને ફેમિનિન લુક આપે છે. વાઈડ લેગ હોવાને કારણે તેમાં હવાની અવરજવર રહે છે.
4 વાઈડ લેગ જીન્સ: 90ના દાયકાની ફેશન ફરી પાછી આવી છે! આ જીન્સ પગના નીચેના ભાગથી થોડી પહોળી હોય છે, જે તમને એક સ્માર્ટ અને એલિગન્ટ લુક આપે છે. જો તમે હાઈ હીલ્સ અથવા પ્લેટફોર્મ સેન્ડલ પહેરવાના શોખીન હોવ, તો આ જીન્સ તમારા માટે જ છે. આ જીન્સ લાંબા દેખાવાની સાથે તમને સ્લિમ લુક પણ આપે છે.
5 લો વેસ્ટ જીન્સ: આજકાલની ફેશનમાં ‘રિલેક્સ્ડ ફિટ’ ખૂબ જ લોકપ્રિય છે. લો વેસ્ટ જીન્સ શરીરે ચીપકી જતી નથી અને તમને મુક્તપણે હલનચલન કરવાની આઝાદી આપે છે. કોલેજમાં કૂલ દેખાવા માટે આ એક પરફેક્ટ ઓપ્શન છે.
ફેશન એટલે આત્મવિશ્વાસ. તમારી પસંદગી મુજબની સ્ટાઇલ પસંદ કરો અને ગરમીમાં પણ રહો સ્ટાઇલિશ!
Read Original Article →