પરખ:તમે બીક અને ફોબિયાનો ફરક જાણો છો?

Magazine4/21/2026, 12:35:00 AM
પરખ:તમે બીક અને ફોબિયાનો ફરક જાણો છો?
જયસ્વી પટેલ બીક અને ફોબિયા એ તન-મનની ભાવુક પ્રતિક્રિયા હોઇ. બંને વચ્ચેના ફરકને જાણીએ.. બીક એટલે શું? બીક તન-મનની ભાવનાત્મક પ્રતિક્રિયા છે. માનવી જ્યારે નકારાત્મકતા અનુભવે ત્યારે બીક પેદા થતા તે બીએ છે. બાળકો બિહામણી વાર્તા કે સિરિયલથી બીએ છે. જો બીકનો હિંમતથી સામનો કરશો તો મનમાંથી બીક નીકળી જાય છે. ફોબિયા એટલે શું? ફોબિયા એક બિનજરૂરી ભય છે. જે જોખમી નથી. ફોબિયા પ્રત્યે માનવીની પ્રતિક્રિયા તીવ્ર હોવાથી તે સાહસ કરતો નથી. કોઈને સ્વિમિંગથી બીક લાગે, તો એટલો બધો બી જાય કે જીવનમાં ક્યારેય સ્વિમિંગ કરતો નથી. સ્વિમિંગના વિચારમાત્રથી ભય અનુભવી નર્વસ થઇ જાય છે. બીક અને ફોબિયા વચ્ચેનો ફરક બીક એ કુદરતી ભાવનાત્મક પ્રતિક્રિયા છે, જ્યારે ફોબિયા એક પ્રકારની ચિંતા ડિસઓર્ડર છે. બીક પાછળ કોઈ કારણ હોઈ શકે છે, પણ ફોબિયામાં એવું નથી. માનવી પોતે જાણે છે કે, આ બીકથી તેને કંઈ નુકસાન નહીં થાય, છતાં પણ તે માનસિક ફોબિયાને દૂર કરી શકતો નથી. જ્યારે વ્યક્તિ કોઈ બાબતથી બી જાય છે, ત્યારે હિંમતથી તેનો સામનો કરે છે. જ્યારે વ્યક્તિને કોઈ ખાસ બાબતનો ફોબિયા હોય છે, ત્યારે ઈચ્છવા છતાં તેમાંથી બહાર નીકળી શકતો નથી. માનસિક ફોબિયાને દૂર કરવા વ્યક્તિએ જાણીતા ડૉક્ટરની સલાહ લેવી, જેથી તેમાંથી જલ્દી બહાર નીકળી શકાય. બીકથી માનવીના રોજિંદા જીવનમાં ખાસ ફરક પડતો નથી. પણ ફોબિયાથી ઘણી અસર પડે છે. કોઇને ફોબિયા હોય અને તેની સારવાર ના કરાવે તો તેને માનસિક બીમારી થઇ શકે છે. ફોબિયામાં કોઇ વસ્તુ કે સ્થિતિનો વધુ પ્રમાણમાં અને લાંબા ગાળાનો ભય રહે છે. ફોબિયાનો દર્દી ક્યારેક અગાઉથી એવું ધારી લે કે, તેને ઇજા થશે (કૂતરું કરડશે, એક્સિડન્ટ થશે કે પાણીમાં ડૂબી જશે..) કે તેને લાગે કે પોતે જાત પરનો કાબૂ ગુમાવશે. તેથી તેનામાં પેનિક એટેકનાં ચિહ્ન જોવા મળે છે. (લિફ્ટમાં હોય તો લિફ્ટ બંધ થશે તો ચક્કરનો ભય) આ બીમારી 10-15 ટકા લોકોમાં જોવા મળે છે. જો આનો ઈલાજ ન કરાય તો ડિપ્રેશન, એન્કઝાયટી ડિસઓર્ડર કે દારૂનું વ્યસન જોવા મળી શકે છે. આવા સોશિયલ ફોબિયા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ફોબિયા યુવા તથા પ્રૌઢ બંને લોકોમાં જોવા મળે છે, જેમાં વ્યક્તિને પ્રાણી કરડવું, બીમારી, વાવાઝોડું, ઊંચાઇ, ખીણ કે મોત જેવી જુદી-જુદી જાતની બીક લાગે છે. લક્ષણ: આ બીકને કારણે વ્યક્તિમાં ચક્કર, માથું ભારે લાગે, પેટમાં ફફડાટ, નાડી ધબકારા વધે, પાતળા ઝાડા, ધબકારા વધે, હાથ-પગ ધ્રૂજે, પેશાબ વધુ લાગે, બ્લડપ્રેશર વધે, પેનિક એટેક જેવાં એન્કઝાયટીના ચિહ્ન જોવા મળે છે. વિવિધ ફોબિયા: (1) એનિમલ ટાઇપ, નેચરલ એન્વાયર્નમેન્ટ ટાઇપ, બ્લડ-ઇન્જેકશન-ઇન્જરી ટાઇપ, સિચ્યુએશન ટાઇપ અને અન્ય ફોબિયામાં ઊલટીનો ભય, બીમારીનો ભય, શ્વાસ રુંધામણનો ભય, મોટા અવાજનો ભય. (2) એક્રોફોબિયા-ઊંચાઇનો ભય (3) અગોરા ફોબિયા-ખુલ્લી જગાનો ભય (4) એઇલયુરો ફોબિયા-બિલાડીનો ભય (5) હાઇડ્રો ફોબિયા-પાણીનો ભય (6) કલ્સટરો ફોબિયા-બંધ જગાનો ભય (7) સાયનો ફોબિયા-કૂતરાંનો ભય (8) માયસો ફોબિયા-ધૂળ જીવાતનો ભય (9) પાયરો ફોબિયા-આગનો ભય (10) ઝીનો ફોબિયા-અજ્ઞાત માનવીનો ભય (11) ઝૂ ફોબિયા-પ્રાણીનો ભય (12) અમેક્સો ફોબિયા-સોસાયટીનો ભય...દર્દી ક્યારેક ભયના વાતાવરણથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. જેમ કે, પ્લેનનો ભય લાગે તો બસમાં જાય છે. સારવાર: ઉપરોક્તમાંથી કોઇ બીક કે ફોબિયા ધરાવનારે સાયકોથેરાપી, બિહેવિઅર થેરાપી, ઇનસાઇટ-ઓરિએન્ટેડ સાયકોથેરાપી, હિપ્નોસીસ, સપોર્ટિવ થેરાપી, ફેમિલી થેરાપી કે દવા કરાવી સારવાર કરાવવી જરૂરી છે.
Read Original Article →