ફેશન:જૂના કલેક્શનથી મેળવો નવો લુક

Magazine5/5/2026, 12:35:00 AM
ફેશન:જૂના કલેક્શનથી મેળવો નવો લુક
દરેક ગુજરાતી સ્ત્રીના કબાટમાં એક એવો ખૂણો જરૂર હોય છે જ્યાં મમ્મીની જૂની સિલ્ક કે બાંધણીની સાડીઓ સચવાયેલી પડી હોય. આ સાડીઓ સાથે ઘણી બધી યાદો જોડાયેલી હોય છે, એટલે તેને કોઈને આપી દેવાનું કે ફેંકી દેવાનું મન નથી થતું. પરંતુ શું તમે જાણો છો કે તમારી એ જૂની પટોળા, બનારસી કે બાંધણીની સાડીઓ આજના સમયનો સૌથી મોટો ‘ફેશન ટ્રેન્ડ’ બની શકે છે? ‘સસ્ટેનેબલ ફેશન’ના આ યુગમાં જૂની સાડીમાંથી નવો આઉટફિટ બનાવવો એ સ્માર્ટ અને સ્ટાઈલિશ રીત છે. રોયલ કુર્તા અને પેન્ટ સેટ જો તમારી પાસે ભારે કાંજીવરમ કે સિલ્કની સાડી હોય, તો તેમાંથી તમે એક સુંદર ‘સ્ટ્રેટ કટ કુર્તા’ બનાવી શકો છો. સાડીની બોર્ડરનો ઉપયોગ ગળાના ભાગે અથવા સ્લીવ્સ પર કરવાથી તે ડિઝાઈનર પીસ જેવો લુક આપશે. આ કુર્તાને સિગારેટ પેન્ટ અથવા પ્લાઝો સાથે પહેરવાથી તે ઓફિસ પાર્ટી કે નાના પ્રસંગો માટે બેસ્ટ આઉટફિટ બની જશે. ઇન્ડો-વેસ્ટર્ન અનારકલી અથવા ગાઉન બાંધણી અથવા લહેરિયાની સાડીઓ તેની લવચીકતા માટે જાણીતી છે. આવી સાડીમાંથી તમે ફ્લોર-લેન્થ અનારકલી અથવા ફ્લેરવાળું ગાઉન બનાવી શકો છો. સાડીનો પાલવ જે યુનિક હોય છે, તેનો ઉપયોગ ગાઉનના ઉપરના ભાગ (Yoke) માં કરવાથી આખા આઉટફિટનો લુક બદલાઈ જશે. આ ડ્રેસ ટ્રેડિશનલ હોવા છતાં તમને મોડર્ન ફીલ આપશે. સ્ટાઈલિશ જેકેટ્સ અને શ્રગ આજકાલ પશ્ચિમી કપડાં પર એથનિક જેકેટ પહેરવાનો ખૂબ ક્રેઝ છે. જૂની બનારસી સાડીના ટુકડામાંથી ‘વેસ્ટકોટ’ કે લાંબુ ‘શ્રગ’ બનાવી શકાય. આ જેકેટને તમે પ્લેન ટી-શર્ટ અને જીન્સ સાથે અથવા કોઈ સાદા કુર્તા સાથે પહેરી શકો છો. લહેંગા અને ક્રોપ ટોપ જો સાડી વચ્ચેથી થોડી ફાટી ગઈ હોય અથવા ડાઘ હોય, તો સાડીના સારા ભાગમાંથી કળીવાળો લહેંગો અને બચેલા કાપડમાંથી ક્રોપ ટોપ કે બ્લાઉઝ તૈયાર કરાવો. કબાટમાં રહેલી સુંદર સાડી બહાર કાઢો અને નવો અવતાર આપીને તમારી આગવી સ્ટાઈલ બનાવો! 1 ધ્યાન રાખવા જેવી બાબતો લાઈનિંગ (અસ્તર): સિલ્ક કે જૂનું કાપડ જલ્દી ફાટી ન જાય તે માટે હંમેશા સારી ગુણવત્તાનું અસ્તર નખાવો. 2 મિક્સ એન્ડ મેચ જો એક સાડી ઓછી પડતી હોય, તો તેને કોન્ટ્રાસ્ટ કલરના નવા કાપડ સાથે જોડીને નવો લુક આપો. 3 એક્સેસરીઝ આવા આઉટફિટ સાથે લાઈટ ઓક્સોડાઈઝ્ડ કે પછી પર્લ જ્વેલરી અને એથનિક મોજડી કે ફ્લેટ સેન્ડલ ખૂબ સુંદર લાગે છે.
Read Original Article →