પરખ:તમે પર્યાવરણ વિશે કેટલું જાણો છો?

Magazine6/2/2026, 12:35:00 AM
પરખ:તમે પર્યાવરણ વિશે કેટલું જાણો છો?
જયસ્વી પટેલ પર્યાવરણ બચાવવાના ઉદ્દેશથી દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. પર્યાવરણ અંગે તમે કેટલું જાણો છો? એ જાણવા તમારા જવાબ સામે ટિક કરી, જવાબને અંતે પરિણામ જાણી લો.! 1 કચરાની વ્યવસ્થા માટે ભીના કચરો કયા ડસ્ટબીનમાં નાખશો? (એ) વાદળી (બી) લીલા (સી) લાલ 2 કયું ઉપકરણ સૌથી વધુ વીજળી વાપરે છે? (એ) એલઈડી બલ્બ (બી) એર કંડિશનર (સી) સીલિંગ ફેન 3 કયું વૃક્ષ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે? (એ) લીમડો (બી) વડ (સી) તમામ વૃક્ષ 4 પ્લાસ્ટિકના બદલે શું પર્યાવરણ માટે ઉત્તમ છે? (એ) કાચના વાસણ (બી) કાગળ-કપડાની થેલી (સી) તમામ 5 ફળ-શાકભાજીના છોતરાંમાંથી ઘરઆંગણે શું બનાવી શકાય? (એ) ઓર્ગેનિક ખાતર (બી) કાચ (સી) કેમિકલ 6 ખરીદી વખતે કઈ થેલીનો આગ્રહ રાખશો? (એ) સિંગલયુઝ પ્લાસ્ટિક થેલી (બી) સુતરાઉ-જૂટ થેલી (સી) કાગળ થેલી 7 ઘરમાં વપરાતી કઈ લાઈટથી વીજળી બચશે? (એ) ટ્યુબલાઈટ (બી) સાદો પીળો બલ્બ (સી) એલઈડી બલ્બ 8 એસી કે ફ્રિજમાંથી નીકળતો કયો વાયુ ઓઝોન સ્તરને નુકસાનકર્તા છે? (એ) ઓક્સિજન (બી) ક્લોરોફ્લોરો કાર્બન (સી) કાર્બન ડાયોક્સાઇડ 9 રાંધતી વખતે ગેસની બચત માટે શું કરશો? (એ) વાસણને ઢાંક્યા વગર રાંધશો (બી) પ્રેશર કૂકર વાપરશો (સી) ગેસની જ્યોત ફાસ્ટ રાખશો 10 કઈ ઊર્જાથી પ્રદૂષણ અટકવા સાથે વીજબિલ ઘટે છે? (એ) સોલર ઊર્જા (બી) કોલસો (સી) લાકડું 11 ઊંચાઈ પર કયો વાયુ સૂર્યના હાનિકર્તા પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે? (એ) ઓઝોન (બી) મિથેન (સી) આર્ગોન 12 વાતાવરણમાં કયો ગેસ વધુ પ્રમાણમાં હોય છે? (એ) ઓક્સિજન (બી) નાઈટ્રોજન (સી) હાઇડ્રોજન 13 દર વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ કઈ તારીખે ઉજવાય છે? (એ) 5 જૂન (બી) 22 મે (સી) 13 માર્ચ 14 પૃથ્વી પરના કયા આવરણમાં જીવન અસ્તિત્વ ધરાવે છે? (એ) જીવાવરણ (બી) મૃદાવરણ (સી) જલાવરણ 15 વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે? (એ) 89 ટકા (બી) 62 ટકા (સી) 78 ટકા 16 ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કયો વાયુ જવાબદાર છે? (એ) નાઇટ્રોજન (બી) કાર્બન ડાયોક્સાઇડ (સી) ઓક્સીજન 17 અવાજના પ્રદૂષણને માપવાનો એકમ કયો? (એ) ડેસિબલ (બી) કિલોવોટ (સી) સેલ્શિયસ 18 પૃથ્વી પર સૌથી વધુ શુદ્ધ પાણી કયા સ્વરૂપે મળે છે? (એ) હિમનદી-બરફના શિખર (બી) સમુદ્રો (સી) નદીઓ 19 આમાંથી કઈ ઊર્જા અખૂટ છે? (એ) વાયુ મંડળ (બી) સૂર્યપ્રકાશ (સી) સૂર્યપ્રકાશ અને પવન ઊર્જા 20 ઓઝોન સ્તરના રક્ષણ માટે કયું આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ જાણીતું છે? (એ) ક્યોટો પ્રોટોકોલ (બી) મોન્ટ્રીયલ પ્રોટોકોલ (સી) પેરિસ કરાર જવાબ (1) લીલા (2) એર કંડિશનર (3) તમામ વૃક્ષ (4) તમામ (5) ઓર્ગેનિક ખાતર (6) સુતરાઉ-જૂટ થેલીનો (7) એલઈડી બલ્બ (8) ક્લોરોફ્લોરો કાર્બન (9) પ્રેશર કૂકર વાપરશો (10) સોલર ઊર્જા (સૂર્યપ્રકાશ) (11) ઓઝોન (12) નાઇટ્રોજન (13) 5 જૂન (14) જીવાવરણ (15) 78 ટકા (16) કાર્બન ડાયોક્સાઇડ (17) ડેસિબલ (18) હિમનદી-બરફના શિખર (19) સૂર્યપ્રકાશ અને પવન ઊર્જા (20) મોન્ટ્રીયલ પ્રોટોકોલ પરિણામ: 1થી 7 સાચા જવાબ: તમે પર્યાવરણ વિશે જાણતાં નથી. જે આફતભર્યા ભાવિની નિશાની છે. પર્યાવરણને જાણશો તો સુખદ ભાવિનું નિર્માણ કરી શકશો. 8થી 14 સાચા જવાબ : તમે પર્યાવરણ વિશે ઠીક-ઠીક જાણો છો. હજુ વધુ જાણો. જેથી ભાવિને લીલુંછમ બનાવી શકો. 15થી 20 સાચા જવાબ : તમે પર્યાવરણ વિશે સારું જાણો છો. પર્યાવરણ પ્રત્યેનો ભાવ જાળવી રાખશો, તો ભાવિને વધુ સુખદ બનાવી શકશો.
Read Original Article →