પહેલું સુખ તે...:ઇલેક્ટ્રોલાઇટ્સ અને મિનરલ્સનું મહત્ત્વ
તમે પૂરતું પાણી પીતાં હો, છતાં થાક, સુસ્તી અને ક્યારેક માનસિક થાક પણ લાગે છે જેથી કંઇ કરવાની ઇચ્છા થતી નથી. આનું કારણ એ છે કે શરીરને પૂરતું પ્રવાહી નથી મળતું. પ્રવાહીની સાથોસાથ ઇલેક્ટ્રોલાઇટ્સ, મિનરલ્સ વગેરેનું સંતુલિત પ્રમાણ તમારા શરીરમાં કાર્ય કરે છે.
હાઇડ્રેશન અંગે મોટા ભાગના લોકો માને છે કે વધારે પાણી પીવું. હા, એ જરૂરી તો છે, પણ માત્ર પાણી ઇલેક્ટ્રોલાઇટ્સને પચાવી તમારા આંતરિક સંતુલનમાં સુધારો કરતું નથી.
દિવસમાં બે-ત્રણ લિટર પાણી પીવા છતાં તમને થાક લાગે છે, માથાનો દુ:ખાવો અથવા તો નબળાઇ અનુભવાય છે, કારણ કે તમારું શરીર હજુ વધારે હાઇડ્રેશન માગે છે. તેની પાણી માટેની જરૂરિયાત જોઈએ એવી પૂરી થઈ નથી રહી.
ઇલેક્ટ્રોલાઇટ્સ ખરેખર શું છે?
ઇલેક્ટ્રોલાઇટ્સ એવા મિનરલ્સ છે, જે શરીરને ઊર્જા આપે છે. તેમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમનો સમાવેશ થાય છે. આ માત્ર ‘પોષક’ તત્ત્વો જ નથી, તે શરીરની કામગીરીને નિયંત્રિત કરે છે. સ્નાયુઓનું બંધારણ, નર્વની સંકેતપ્રણાલી, શરીરના સેલ્સની અંદર અને બહાર પ્રવાહીનું સંતુલન, ઊર્જા વગેરે નિયંત્રિત કરે છે.
માત્ર પાણીથી થાક કેમ નથી ઓછો થતો?
જ્યારે તમે સાદું પાણી વધારે પ્રમાણમાં પીઓ છો, ત્યારે શરીરમાંથી સોડિયમ અને અન્ય મિનરલ્સ નીકળી જાય છે. તેનાથી લોહીમાં ઇલેક્ટ્રોલાઇટનું બંધારણ ઘટે છે, શરીરના કોષો પણ ઓછા હાઇડ્રેટ થાય છે. આ જ કારણસર ઘણા લોકોને પૂરતું પાણી પીવા છતાં થાક લાગે છે.
શરીરને ઇલેક્ટ્રોલાઇટ્સની જરૂર હોવાના લક્ષણો
પૂરતું પાણી પીવા છતાં થાક, સ્નાયુઓ અકડાઇ જવા, માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, વર્કઆઉટ દરમિયાન ઊર્જાનો અભાવ, વગેરે. આમાંથી કોઇ પણ લક્ષણ હોઇ શકે. તે ઘણી વાર મિનરલના અસંતુલન પ્રત્યે પણ ઇશારો કરે છે.
ઉપાય
પાણીમાં ચપટી મીઠું ભેળવો (દિવસમાં એક વાર): આ પાયાની બાબત છે. સોડિયમ તમારા શરીરમાં પાણીને જાળવી રાખે છછે અને તેનો વધારે સારી રીતે ઉપયોગ કરે છે.
પોટેશિયમથી ભરપૂર ખોરાક લો: કેળાં, નાળિયેરપાણી, પાલક, બટાકા વગેરેનો આહારમાં સમાવેશ કરવાથી શરીરના કોષોમાં રહેલા પ્રવાહીનું સંતુલન જળવાઇ રહેશે.
મેગ્નેશિયમ પણ લો: થાક, અપૂરતી ઊંઘ, સ્નાયુઓ અકડાઇ જવા વગેરે માટે ઓછું મેગ્નેશિયમ જવાબદાર છે. જરૂર લાગે તો બદામ, બિયાં અથવા સપ્લીમેન્ટ પણ લઇ શકો છો.
Read Original Article →