જ્ઞાન-વિજ્ઞાન:ડાયાબિટીસ કાબુમાં નહીં રાખો તો દાંત ગુમાવવા પડશે!

Magazine4/14/2026, 12:35:00 AM
જ્ઞાન-વિજ્ઞાન:ડાયાબિટીસ કાબુમાં નહીં રાખો તો દાંત ગુમાવવા પડશે!
ડો. વિજય દવે ડાયાબિટીસ એ એક સમાજવાદી રોગ છે. એ રાય કે રંક, હઝુર કે મજૂર, સ્ત્રી કે પુરુષ એવાં ભેદ રાખતો નથી. ઉધઈ જેવો આ રોગ શરીરની રોગપ્રતિકારક શક્તિ ખતમ કરી દઈ શરીરને ખોખલુ બનાવી દે છે. બહારથી મજબૂત લાગતું બારણું એક જ ફટકાથી જેમ તૂટી પડે એ રીતે કોઇપણ રોગ બેકાબુ ડાયાબિટીસવાળાને હેરાન કરી શકે છે. ડાયાબિટીસમાં બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા સિમ્પલ શુગરવાળી તમામ ચીજોથી દુર રહો. (શુગર મુખ્યત્વે બે પ્રકારની હોય છે. સિમ્પલ શુગર જે આપણે ખાંડ તરીકે વાપરીએ છીએ. બીજી કોમ્પલેક્સ શુગર જે ફ્રુટમાં ફ્રુક્ટોઝ અને દૂધ વગેરેમાં લેક્ટોઝ રૂપે હોય) ખાસ કરીને મીઠાઈ જે આપણે ગ્રામમાં ખાઈએ છીએ અને બ્લડ શુગર આપણે મિલિગ્રામમાં માપીએ છીએ માટે સિમ્પલ શુગરથી દુર રહો. 1 ગ્રામ = 1000 મિલિગ્રામ. એથી મોહનથાળનું એક ચક્તુ કે બાસુંદી/રબડીની એક વાટકી કેટલી શુગર શરીરમાં વધારે એનો હિસાબ માંડી જુઓ. પેપ્સીની 300 એમએલની એક બોટલમાં 30 ગ્રામ જેટલી ખાંડ હોય છે. આથી જ જ્યારે મીઠાઈ ખાધી હોય એ પછીના ત્રણ દિવસ સુધી, કસરત કર્યા પછી કે ઉપવાસ કર્યો હોય ત્યારે બ્લડ શુગર ન મપાવશો. પરિણામ ગેરમાર્ગે દોરી શકે છે. ડાયાબિટીસના મુખ્ય ત્રણ પ્રકાર હોય છે. જુવેનાઇલ (વારસાગત થતો ડાયાબિટીસ નાનપણમાં જ દેખાય) ટાઈપ-2 ડાયાબીટિસ (મોટેભાગે 50 વર્ષની ઉંમર પછી થતો ડાયાબિટીસ) ગેસ્ટેસનલ ડાયાબિટીસ (સગર્ભાવસ્થા દરમિયાન થતો મોટેભાગે અસ્થાયી ડાયાબિટીસ) જુવેનાઇલ ડાયાબિટીસની સારવારમાં ઇન્સ્યુલિનના ઇન્જેકશનો અને કેટલીક દવાઓ સાથે પરેજી પાળવી જરૂરી છે. આમ છતાં તે ક્યારેક બેકાબુ બને. તમારા ડોકટર ટાઈપ-2 ડાયાબિટીસને દવાઓ+પરેજી + જીવનશૈલીમાં આમૂલ ફેરફાર કરવાનું સુચવી તેને કાબુમાં રાખવાની કડક ચેતવણી આપે છે. ટાઈપ -2 ડાયાબિટીસમાં જમ્યા પછી 2 કલાકની તપાસમાં જો તમારું બ્લડ શુગર 250 મિલિગ્રામથી ઉપર આવે તો તમારા દાંત/પેઢાને નુકશાન થઈ શકે છે. આપણાં શરીરમાં વિવિધ માર્ગેથી પ્રવેશેલા બેકટેરિયાની વૃદ્ધિ માટે વધેલુ બ્લડ શુગર લેવલ સાનુકૂળ વાતાવરણ સર્જે છે. તેનાથી પેઢા સુજી/ફુલી જાય, પેઢા ઢીલાં પડી જતા દાંત હલે/પડી જાય, પરૂ થાય માટે ડાયાબિટીસને કાબુમાં નહીં રાખો તો દાંત ગુમાવવા પડશે. આ ઉપરાંત પણ કેટલાક ગંભીર અને જીવલેણ કોમ્પલિકેશન્સ થઈ શકે. તબીબી રીતે ઈચ્છિત બ્લડ શુગર લેવલ જાળવવા... ઓછામાં ઓછું રોજ 30 મીનિટ ચાલો. ડોક્ટરે સૂચવેલી દવાઓ નિયમિત લો. ડોકટરે સૂચવેલી પરેજી પાળો અને મીઠાઇનો સદંતર ત્યાગ કરો.
Read Original Article →