મીઠી મૂંઝવણ:દીકરી બાર સાયન્સમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ છે, વિદેશ ભણવા મોકલાય કે અહીં જ ભણાવાય?
મોહિની મહેતા
પ્રશ્ન: દીકરી બારમા ધોરણ સાયન્સમાં સારા માર્ક્સ સાથે પાસ થઈ છે, અમારી ઇચ્છા એને આગળ સારા અભ્યાસ માટે વિદેશ મોકલવાની છે, પણ અત્યારે જે પરિસ્થિતિ છે તે જોતાં એને વિદેશ મોકલવા માટે મન માનતું નથી. આપણા દેશમાં એને માટે કેવી સંભાવના ગણાય તે જણાવશો?
{ એક પુરુષ
ઉત્તર: તમારી મનોસ્થિતિ સમજી શકાય એવી છે. અત્યારે વિશ્વ એવી સ્થિતિમાં છે કે દીકરી કે દીકરો કોઈને મોકલવાનો જીવ ન ચાલે. જોકે આપણા દેશમાં પણ હવે તો અનેક એવી શૈક્ષણિક શાખાઓ છે, જેમાં એડમિશન મેળવીને તમારી દીકરી પોતાની સારી કરિયર બનાવી શકે છે. અત્યારે આપણા દેશમાં શિક્ષણ ક્ષેત્રમાં જેટલા વિકલ્પો મળે છે, એ તમામ વિદ્યાર્થીના સારા અને ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે. તમે દીકરીને કોઇ સારી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવી દો અને વિશ્વાસ રાખો કે એની કરિયર અને ભવિષ્ય ઉજ્જવળ છે. પ્રશ્ન: મારી બહેનનો દીકરો કોઇ યુવતીને પ્રેમ કરે છે, જે અમારી જ્ઞાતિની નથી. આ બાબત સામે મારા બનેવીના પરિવાર કદાચ તેને ન સ્વીકારે. આ સ્થિતિમાં એનાં લગ્ન એની પ્રેમિકા સાથે કઇ રીતે કરાવવા? { એક યુવતી
ઉત્તર: તમારો ભાણેજ જે યુવતીને પ્રેમ કરે છે, તે તમારી જ્ઞાતિની નથી. એને તમારા બનેવીનો પરિવાર નહીં સ્વીકારે એવી તમારા ભાણેજને બીક છે, પરંતુ હવેના જમાનામાં આવી બાબતોને કોઇ મહત્ત્વ આપતા નથી. તમારા બનેવીના પરિવારમાં જો નાત-જાતના ભેદ માનવામાં આવતા હોય, તો તેમને સમજાવો કે હવે જમાનો બદલાયો છે અને આવી બાબતોને મહત્ત્વ આપવાને બદલે દીકરાની પસંદગીને પ્રેમથી અપનાવશે તો વધારે સારું રહેશે. મનગમતા પાત્ર સાથે લગ્ન થવાથી દીકરો તો ખુશ રહેશે. પ્રશ્ન: હું એક યુવતીને પ્રેમ કરું છું. એના પરિવારની આર્થિક સ્થિતિ એવી છે કે ધામધૂમથી લગ્નનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. મારા પરિવારજનોની ઇચ્છા છે કે અમારાં લગ્ન ધામધૂમથી જ થવા જોઇએ. અમે બંને લગ્ન કરવા કે નહીં, તેની અવઢવમાં છીએ. યોગ્ય માર્ગદર્શન આપશો.
{ એક યુવાન
ઉત્તર: તમારે પરિવારજનોને સમજાવવાની જરૂર છે કે તમારી પ્રેમિકાના ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નથી. તેથી તેઓ વધારે ખર્ચ નહીં કરી શકે. સાથે એ પણ જણાવો કે તમે બંને કોઇ પણ સંજોગોમાં લગ્ન કરવા ઇચ્છો છો. આ વાત મક્કમતા અને સ્પષ્ટતાથી કહેશો. પ્રશ્ન: અમારા લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યાં છે. આ દરમિયાન મારાં માતા-પિતાએ મને એકાદ-બે વાર જણાવ્યું કે તેમને મારા સંતાનને રમાડવાની ઇચ્છા છે. હું એમની ઇચ્છા સમજું છું, પરંતુ અત્યારે અમારી બંનેની ઇચ્છા પોતાનું ઘર થઇ જાય તેવી હોવાથી અમે સંતાન અંગે વિચારતાં નથી. આ વાત માતા-પિતાને કઇ રીતે જણાવવી? { એક પુરુષ
ઉત્તર: તમારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે તેથી સ્વાભાવિક રીતે જ તમારાં માતા-પિતાને પોતાના દીકરાના સંતાનને રમાડવાની ઇચ્છા થાય. તમે બંને તમારું પોતાનું ઘર થઇ જાય એ બાબતને પ્રાથમિકતા આપી, સંતાન અંગે વિચારતાં નથી, પરંતુ સમય જે ઝડપથી વીતી રહ્યો છે, તે જોતાં તમારે માતા-પિતાની ઇચ્છાને માન આપવું જરૂરી છે. તેમના સાથે બેસીને આ અંગે વાત કરો. તેઓ જરૂર સમજશે. સાથે તમે બંને પણ એમની ઈચ્છાને ધ્યાને રાખી અનુકુળ સમય લાગતા તરત બાળક પ્લાન કરો. પ્રશ્ન: હું નાની હતી ત્યારે મારાં મમ્મી-પપ્પાએ મને કાકા-કાકી પાસે મોકલી દીધી અને કોલેજમાં આવી ત્યારે કાકા-કાકીએ દાદા-દાદી પાસે રહેવા મોકલી દીધી. હવે મારી વય લગ્ન કરવા યોગ્ય થઇ ગઇ છે, ત્યારે મમ્મી-પપ્પા એવું કહે છે કે મારે એમની પસંદગીના યુવાન સાથે લગ્ન કરવા. તેઓ મારી સાથે આ રીતે અધિકાર કેમ દાખવે? મારે તેમની વાત શું કામ માનવી? { એક યુવતી
ઉત્તર: તમે નાનપણથી જ કાકા-કાકી અને દાદા-દાદી સાથે રહ્યાં છો અને તેથી તમને માતા-પિતા સાથે ખાસ ભાવનાત્મક જોડાણ નથી રહ્યું, પણ તેનો અર્થ એવો નથી કે તેમનો તમારા પર અધિકાર નથી. કદાચ કંઇ એવું કારણ હોય જે તમને જણાવવાનું તેમને યોગ્ય ન લાગ્યું હોય અને તમને પોતાનાથી દૂર રાખ્યાં હોય એવું બનવાજોગ છે. હવે તમે લગ્ન કરવા જેટલી વયનાં થયાં છો, ત્યારે પોતાની દીકરીને પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરાવવાની એમની ઇચ્છા હોય એ સ્વાભાવિક છે. તમારે કોઈ નકારાત્લક્તા લાવ્યા વિના એમની વાત સમજવી જોઇએ કેમ કે એ ભલે આજીવન તમારાથી દૂર રહ્યાં હોય, પણ એ બંને તમારા જન્મદાતા છે. તમારા મનમાં કોઈ પાત્ર હોય તો પણ એમને જણાવો.

Read Original Article →