પરખ:તમારી કારકિર્દીનું માપ તમે જાતે જ કાઢો
જયસ્વી પટેલ કારકિર્દી ઘડતર માટે તમારી આર્થિક દશા અને બૌદ્ધિક સ્તરને તો જાણો છો. કાબેલિયત નક્કી કરવા અહીં આપેલા 28 વિધાનને મનનપૂર્વક સમજો અને તમારા વ્યક્તિત્વને કેટલું લાગુ પડે છે, તેના આધારે માર્ક આપો. પછી પરિણામના આધારે તમે તમારી જાતે કારકિર્દીનું માપ કાઢો!
આ રીતે માર્ક આપો: એકદમ અસહમત હો તો 1, થોડા અસહમત હો તો 2, અનિર્ણિત હો તો 3, સહમત હો તો 4 અને એકદમ સહમત હો તો 5 માર્ક આપો.
હું માહિતી એકત્ર કરવામાં હોશિયાર છું.
હું લોકો સાથે સારી રીતે વાટાઘાટ કરી શકું છું.
હું ચીજ-વસ્તુનું સારી રીતે વેચાણ કરી શકું છું.
હું લોકોને પ્રેરિત (મોટિવેટ) કરી શકું છું.
હું અજાણી વ્યક્તિ સાથે પણ સારી રીતે સંપર્ક કરી શકું છું.
અંગ્રેજીનું ગુજરાતી-હિન્દી, હિન્દીનું ગુજરાતી ભાષાંતર કરવામાં નિપુણ છું.
હું લોકોનું સારી રીતે નિરીક્ષણ કરી, તેને નોંધી શકું છું.
સંશોધન અભ્યાસના તારણોનું હું સારી રીતે અર્થઘટન કરી
શકું છું.
હું નવા-નવા વિચારનું સર્જન કરવામાં હોંશિયાર છું.
હું કળા કે ડિઝાઇનનું સુંદર સર્જન કરી શકું છું.
હું ગીત-સંગીત, નૃત્ય-નાટક, અભિનયમાં સારું પરફોર્મ કરી
શકું છું.
કોઇ ચીજ અને વસ્તુની અંદાજિત કિંમત નક્કી કરવામાં હું હોંશિયાર છું.
કોઇ મીટિંગનું સંચાલન કરવામાં હું સારી આવડત ધરાવું છું.
રાજ્ય કે શહેરમાં બનેલી ઘટનાનું રીપોર્ટિંગ કરી, લેખન કરવામાં હું કાબેલ છું.
ડેડલાઇન મુજબ કાર્ય કરવામાં હું ઘણી નિપુણતા ધરાવું છું.
પ્રાધાન્યતા નક્કી કરવામાં હું નિપુણતા ધરાવું છું.
હું વિદ્યાર્થીને ખૂબ સારી રીતે ભણાવી શકું છું.
હું કોઇપણ જાતની ગણતરીમાં સારી હોંશિયારી ધરાવું છું.
હું લોકોને સારી રીતે સાંભળવા-સમજવાની ક્ષમતા ધરાવું છું.
પાડોશમાં બનતી ઘટનાનો અહેવાલ હું સારી રીતે આપી શકું છું.
અખબાર કે સામાયિકના લેખનું સંપાદન હું સારી રીતે કરી
શકું છું.
લેખના સંક્ષિપ્તકરણ સાથે પ્રૂફ રીડિંગ પણ સારી રીતે કરી શકું છું.
હિસાબી કામકાજમાં હું સારી નિપુણતા ધરાવું છું.
લોકો સારી રીતે સમજી શકે તે રીતે હું સલાહ-સૂચન આપી
શકું છું.
હું કોઇ પણ જાતની માહિતીનું વિશ્લેષણ સારી રીતે કરી શકું છું.
હું કોઇ વ્યક્તિનો ઈન્ટરવ્યૂ સારી રીતે લઈ શકું એમ છું.
હું જાત-ભાતની કલામય ચીજ-વસ્તુ બનાવવામાં માહેર છું.
હું કોઇપણ વિષયક બજેટ બનાવવામાં હોંશિયાર છું.
નીચે આપેલા 7 કેરિયર ગ્રૂપમાં આવતાં વિધાનોને નંબર લખી દર્શાવ્યાં છે. દરેક વિધાન નંબરના મળેલા માર્કને તે વિધાન નંબર સામેના (ગ્રૂપના) કૌંસમાં દર્શાવો. દરેક ગ્રૂપના દરેક વિધાનના માર્કનો સરવાળો કરો. જે ગ્રૂપનો સરવાળો વધુ થાય તે લાઇનમાં તમે કારકિર્દી ઘડી શકવા સક્ષમ અને કાબેલ છો એમ સમજવું.
ડિઝાઇન એન્ડ પર્ફોર્મિંગ આર્ટ
9 10 11 27 કુલ
વ્યવસ્થાપન (મેનેજમેન્ટ)
13 19 24 26 કુલ
માર્કેટિંગ
2 3 4 5 કુલ
ડેટા એક્સપર્ટ
12 18 23 28 કુલ
સંશોધન
7 8 14 20 કુલ
શૈક્ષણિક
1 16 17 25 કુલ
લેખન સંપાદન
6 1 21 22 કુલ
આપની પસંદગીની કારકિર્દી ઘડી ઉચ્ચ શિખરે પહોંચો એવી શુભેચ્છા..!
Read Original Article →