ફેશન:કેફેમાં જવાનું હોય તો લુક પણ હોવો જોઈએ સ્ટાઇલિશ

Magazine4/14/2026, 12:35:00 AM
ફેશન:કેફેમાં જવાનું હોય તો લુક પણ હોવો જોઈએ સ્ટાઇલિશ
આજકાલ કેફે કલ્ચર ખૂબ ઝડપથી વધતું જઈ રહ્યું છે. મિત્રો સાથે ગપ્પા મારવા હોય, ઓફિશિયલ મીટિંગ રાખવી હોય કે પછી પ્રિયજન સાથે થોડો ખાસ સમય પસાર કરવો હોય તો કેફે હવે દરેક માટે પરફેક્ટ સ્થળ બની ગયું છે. કેફેમાં યુવતીઓ માત્ર કૉફી પીવા જતી નથી, પરંતુ પોતાનો સ્ટાઇલિશ અને કોન્ફિડન્ટ લુક પણ પ્રેઝન્ટ કરતી હોય છે. આજની યુવતીઓ કેફે આઉટિંગ માટે કેવી રીતે તૈયાર થાય છે તે જાણવું પણ રસપ્રદ છે. સૌપ્રથમ વાત કરીએ ડ્રેસિંગ સ્ટાઇલની કેફે આઉટિંગ માટે યુવતીઓ સામાન્ય રીતે કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી કપડાં પસંદ કરે છે. જીન્સ સાથે સ્ટાઇલિશ ટોપ, ક્રોપ ટોપ અથવા ઓવરસાઇઝ ટી-શર્ટ ખૂબ પોપ્યુલર છે. કેટલીક યુવતીઓ કેઝ્યુઅલ ડ્રેસ અથવા ફ્લોવી મિડી ડ્રેસ પણ પસંદ કરે છે, જે તેમને સ્ટાઇલિશ અને એલિગન્ટ લુક આપે છે. જો વાત થોડી ફોર્મલ મીટિંગની હોય તો બ્લેઝર સાથે ટોપ અને ટ્રાઉઝર પણ એક સરસ પસંદગી બની શકે છે. હવે વાત કરીએ એક્સેસરીઝની એક સિમ્પલ આઉટફિટને પણ એક્સેસરીઝ ખૂબ આકર્ષક બનાવી શકે છે. યુવતીઓ નાના હૂપ ઇયરિંગ્સ, ડેલિકેટ ચેઇન, રિંગ્સ અથવા બ્રેસલેટ પહેરીને લુક વધુ સ્ટાઇલિશ બનાવે છે. સનગ્લાસિસ પણ એક ટ્રેન્ડી એક્સેસરી છે, ખાસ કરીને ડે ટાઇમ કેફે આઉટિંગ માટે. નેચરલ મેકઅપ લાઇટ અને નેચરલ લુક જેમાં હળવું ફાઉન્ડેશન અથવા બીબી ક્રીમ, થોડું બ્લશ, ન્યુડ અથવા પિંક લિપસ્ટિક અને મસ્કારા. આ બધું મળીને ફ્રેશ અને ગ્લોવિંગ લુક આપે છે. કેફે માટે ભારે મેકઅપ કરતા સિમ્પલ અને નેચરલ મેકઅપ વધુ યોગ્ય માનવામાં આવે છે. હેરસ્ટાઇલ કેટલીક યુવતીઓ ઓપન હેર રાખવાનું પસંદ કરે છે, તો કેટલીક પોનીટેલ, મેસી બન અથવા હાફ ક્લચ હેરસ્ટાઇલ પસંદ કરે છે. આજકાલ નેચરલ વેવ્સ અથવા લાઇટ કર્લ્સ પણ ખૂબ ટ્રેન્ડમાં છે, જે કેઝ્યુઅલ કેફે આઉટિંગ માટે પરફેક્ટ લાગે છે. ફૂટવેર કેફે આઉટિંગ માટે સ્નીકર્સ, ફ્લેટ સૅન્ડલ્સ, બેલેરીના શૂઝ અથવા સ્ટાઇલિશ સ્લાઇડર્સ પરફેક્ટ છે. જો ડ્રેસ થોડો એલિગન્ટ હોય તો લાઇટ હીલ્સ પણ પહેરી શકાય, જે સમગ્ર લુકને વધુ ગ્રેસફુલ બનાવે છે. પર્સ અથવા બેગ કેફે આઉટિંગ માટે મોટા બેગ કરતા નાના સ્લિંગ બેગ, ક્રોસબોડી બેગ અથવા સ્ટાઇલિશ ક્લચ વધુ પસંદ કરવામાં આવે છે. તેમાં કેફેમાં જરૂર પડે એટલી જ વસ્તુઓ જેમકે મોબાઇલ, વૉલેટ, લિપસ્ટિક અને જેવો જરૂરી સામાન સરળતાથી આવી જાય છે અને લુક પણ સ્ટાઇલિશ લાગે છે. કુલ મળીને કહીએ તો કેફે આઉટિંગ હવે માત્ર કૉફી પીવાનો પ્રસંગ નથી, પરંતુ પોતાની પર્સનલ સ્ટાઇલ બતાવવાનો એક સરસ મોકો બની ગયો છે. યુવતીઓ કમ્ફર્ટ અને ફેશન બંનેનું સંતુલન રાખીને તૈયાર થાય છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે દરેક પળનો આનંદ લઈ શકે. આજના સમયમાં કેફે માત્ર મુલાકાતનું સ્થળ નથી, પરંતુ એક એવી જગ્યા છે જ્યાં ફેશન, મિત્રતા અને ખુશી ત્રણેયનો સુંદર સંગમ જોવા મળે.
Read Original Article →