સજાવટ:ઘરને કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લુક આપતું ‘બોહો સીટિંગ’ એરેન્જમેન્ટ શું છે?

Magazine6/9/2026, 12:35:00 AM
સજાવટ:ઘરને કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લુક આપતું ‘બોહો સીટિંગ’ એરેન્જમેન્ટ શું છે?
આજના દોડધામભર્યા જીવનમાં લોકોને ઘરમાં એવો શાંત અને આરામદાયક ખૂણો ગમે છે, જ્યાં નિરાંતે બેસી શકાય. જો તમે પણ તમારા લિવિંગ રૂમ, બેડરૂમ કે ગેલેરીને આવો જ એક રિલેક્સિંગ અને યુનિક લુક આપવા માગો છો, તો ‘બોહો સીટિંગ’ બેસ્ટ ઓપ્શન છે. શું છે બોહો સ્ટાઇલ? બોહો અથવા બોહેમિયન સ્ટાઇલમ એકદમ મુક્ત વિચારધારા છે. તેમાં કલરફુલ કાપડ, આર્ટિસ્ટિક લુક, કુદરતી વસ્તુઓ અને વિન્ટેજ લુકનું સુંદર મિશ્રણ જોવા મળે છે. બોહો સીટિંગની મુખ્ય ખાસિયત એ છે કે તે જમીનની નજીક હોય છે, જે ઘરને મોર્ડન છતાં એક હૂંફાળો અને દેશી લુક આપે છે. બોહો સીટિંગ કેવી રીતે તૈયાર કરશો? ફ્લોર કુશન્સ અને પફ: બોહો લુક માટે સોફાના બદલે જમીન પર સુંદર ગાદીઓ અથવા મોટા ફ્લોર કુશન્સ મૂકવામાં આવે છે. શણની દોરી (Jute) માંથી વણેલા રાઉન્ડ પફ અથવા મેક્રેમ (દોરી ગૂંથવાની કળા) વાળા સ્ટૂલ આ લુકમાં ચાર ચાંદ લગાવે છે. ટેક્સચર અને પ્રિન્ટ્સનું મિક્સિંગ: ઇન્ડિયન ટચ આપવા માટે ઇકત, કલમકારી, બાંધણી કે મિરર-વર્કવાળા કલરફુલ કુશન કવર્સનો ઉપયોગ કરો. કાપડમાં થોડા લટકણ કે ઝાલર હોય તો લુક વધુ આકર્ષક નીખરશે. લેયરિંગ: જમીન પર સૌપ્રથમ એક મોટી અને કલરફુલ ટ્રેડિશનલ શેતરંજી અથવા શણની ચટ્ટાઈ (Jute Rug) પાથરો. તેની ઉપર ગાદીઓ અને અલગ-અલગ સાઈઝના ઓશિકા ગોઠવો. બજેટ-ફ્રેન્ડલી DIY આઈડિયા અને પ્લાન્ટ્સ જૂના વાહનના ટાયરની આસપાસ જાડી શણની દોરીને ગ્લુ ગનથી ગોળ-ગોળ વીંટીને તેની ઉપર એક સરસ રાઉન્ડ ગાદી મૂકી દો. તમારું બોહો સ્ટૂલ તૈયાર થઈ જશે! આ સીટિંગ એરિયાની આસપાસ મની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ કે પામ જેવા ઈન્ડોર પ્લાન્ટ્સના કુંડા ગોઠવવાથી માહોલ એકદમ જીવંત બની જશે. તેમજ દીવાલ પર જૂના વુડન પ્લેટ અથવા બાસ્કેટ પણ લટકાવી શકાય.
Read Original Article →