પરખ:તમે બ્લડ વિશે કેટલું જાણો છો?

Magazine6/9/2026, 12:35:00 AM
પરખ:તમે બ્લડ વિશે કેટલું જાણો છો?
જયસ્વી પટેલ (14 જૂન-વર્લ્ડ બ્લડ ડોનર ડે) જેમને એ, બી, ઓ બ્લડ ગ્રૂપ શોધવા બદલ નોબેલ પ્રાઈઝ મળ્યું હતું, એ કાર્લ લેન્ડ સ્ટેનરનો જન્મદિવસ 14 જૂન વિશ્વમાં વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે મનાવાય છે. જાણો..તમે બ્લડ વિશે કેટલું જાણો છો? - તમારા જવાબ સામે ટિક કરો. ​(1) લોહી શરીરમાં શું પહોંચાડે છે? (એ) નાઇટ્રોજન (બી) ઓક્સિજન (સી) કાર્બન ડાયોક્સાઈડ ​(2) શું ઘટવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે? (એ) લાલ રક્તકણ (બી) શ્વેતકણ (સી) પ્લાઝમા ​(3) લોહી મુખ્ય કેટલા પ્રકારનું છે? (એ) ચાર (બી) પાંચ (સી) છ​ (4) ‘એ’ ગ્રૂપવાળા કયા ગ્રૂપવાળાને બ્લડ આપી શકે? (એ)એ અને એબી (બી) એ અને બી (સી) એબી અને ઓ ​(5) ‘બી’ ગ્રૂપવાળા કયા ગ્રૂપવાળાને બ્લડ આપી શકે? (એ) બી અને એબી (બી) ઓ અને એ (સી) એબી અને ઓ​ (6) ‘એબી’ ગ્રૂપવાળા કયા ગ્રૂપવાળાને બ્લડ આપી શકે? (એ) એ (બી) ઓ (સી) એબી ​(7) ‘ઓ’ ગ્રૂપવાળા કયા ગ્રૂપવાળાને બ્લડ આપી શકે? (એ) એ-બી-ઓ-એબી (બી) માત્ર બી (સી) માત્ર ઓ ​(8) રક્તદાનથી પુરુષોમાં શાની શક્યતા ઘટે છે? (એ) બી.પી.ની (બી) હાર્ટ ડિસીઝની (સી) થેલેસેમિયાની ​(9) બ્લડ ડોનેશન પૂર્વે કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે? (એ) હિમોગ્લોબીન (બી) એચઆઇવી ટેસ્ટ (સી) હિમોગ્લોબીન, બ્લડ ગ્રૂપ અને એચઆઇવી ​(10) કયા વયજૂથની વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે છે? (એ) 12થી 45 વર્ષ (બી) 15થી 50 વર્ષ (સી) 18થી 55 વર્ષ ​(11) પુખ્ત વ્યક્તિના શરીરમાં સરેરાશ કેટલું લોહી ફરતું હોય છે? (એ) 2-4 લિટર (બી) 4-6 લિટર (સી) 3-5 લિટર ​(12) લોહીમાં શાનું પ્રમાણ ઘટવાથી થાક લાગે છે? (એ) શ્વેતકણનું (બી) પ્લેટલેટ્સનું (સી) લાલ રક્તકણનું ​(13) રક્તને જમાવવામાં મદદકર્તા તત્ત્વ કયું? (એ) શ્વેતકણ (બી) પ્લાઝમા (સી) પ્લેટલેટ્સ (14) ‘એ’ ગ્રૂપવાળાને કયા ગ્રૂપનું બ્લડ આપી શકાય? (એ) બી અને ઓ (બી) એ અને એબી (સી) એ અને ઓ (15) ‘બી’ ગ્રૂપવાળાને કયા ગ્રૂપનું બ્લડ આપી શકાય? (એ) બી અને ઓ (બી) એ અને એબી (સી) એબી અને સી જવાબ : (1) બી (2) બી (3) એ (4) એ (5) એ (6) સી (7) એ (8) બી (9) સી (10) સી (11) બી (12) સી (13) સી (14) સી (15) એ ટેસ્ટ રિપોર્ટ : તમારા દરેક સાચા જવાબને એક પલ્સ આપી પરિણામ જાણી લો. Rx, ફાઇનલ રિપોર્ટ { 1થી 4 પલ્સ : તમે લોહીની મહત્તાને પૂરેપૂરી સમજો,ને કોઇની જિંદગી બચાવવા બ્લડ ડોનેશન કરો. { 5થી 11 પલ્સ : તમને લોહી વિશે સમજ છે પણ પૂરતી નથી. પુણ્યકર્મમાં વૃદ્ધિ કરવા બ્લડ ડોનેશન કરો. { 12થી 15 પલ્સ : તમને લોહી-બ્લડ ડોનેટની સાચી સમજ છે. બ્લડ ડોનેશન કરતાં જ હશો. જેથી કોઇને નવજીવન મળે.
Read Original Article →