બ્યૂટી:ચહેરાની સુંદરતા ઘટાડતા ડાર્ક સર્કલ્સ કેવી રીતે દૂર કરવા?

Magazine4/14/2026, 12:35:00 AM
બ્યૂટી:ચહેરાની સુંદરતા ઘટાડતા ડાર્ક સર્કલ્સ કેવી રીતે દૂર કરવા?
આજની વ્યસ્ત જીવનશૈલીમાં આંખ નીચેના ડાર્ક સર્કલ્સ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઊંઘની અછત, સ્ટ્રેસ, વધુ સ્ક્રીનટાઇમ તેના મુખ્ય કારણો છે. જો યોગ્ય કાળજી લેવામાં આવે તો આ સમસ્યાને ઘટાડવી શક્ય છે. ચાલો જાણીએ અન્ડરઆઈ કેર માટે અસરકારક ઉપાયો. પૂરતી ઊંઘ એટલે સૌંદર્યનો આધાર રોજ 7–8 કલાક ઊંઘ લેવાથી આંખોની આસપાસની ત્વચા રિપેર થાય છે. ઊંઘની અછતથી ત્વચા થાકી જાય છે અને ડાર્ક સર્કલ્સ વધુ દેખાય છે. નિયમિત સ્લીપ સાઈકલ જાળવવી ખૂબ જરૂરી છે. સ્ક્રીનટાઇમ કંટ્રોલ કરો લાંબા સમય સુધી મોબાઇલ કે લેપટોપ જોવાથી આંખોને થાક લાગે છે. 20-20-20 નિયમ અપનાવો. દર 20 મિનિટે 20 મિનિટે થોડીવાર માટે સ્ક્રીનથી બ્રેક લેવી જોઈએ. આ સમય દરમિયાન 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર સુધી કોઈપણ એક પોઈન્ટ કે ખાલી સ્પેસને એકીટશે જુઓ. આ આંખોના મસલ્સને આરામ આપે છે. સંતુલિત આહાર રાખો આયર્ન, વિટામિન K અને Vitamin Cની ઉણપ ડાર્ક સર્કલ્સ વધારી શકે છે. લીલા શાકભાજી, ફળો, દાળ અને નટ્સ ખાવાથી ત્વચા અંદરથી પોષાય છે. પૂરતું પાણી પીવું પણ ખૂબ જરૂરી છે. યોગ્ય અન્ડર આઈ પ્રોડક્ટ્સ પસંદ કરો કેફીન, હાયલ્યુરોનિક એસિડ અને Vitamin C ધરાવતા અન્ડર આઈ ક્રીમ્સ ઉપયોગી છે. હવે માર્કેટમાં આ ઘટકો ધરાવતા પેચ પણ મળે છે, જે લગાવવા ખૂબ સહેલા હોય છે. આ ઘટકો ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને પિગમેન્ટેશન ઘટાડે છે. નવી પ્રોડક્ટ વાપરતા પહેલા પેચ ટેસ્ટ કરવો જરૂરી છે. હોમ રેમેડી- સરળ અને અસરકારક ઠંડાં કાકડીના ટુકડા, ગુલાબજળમાં ભીંજવેલા કોટન પેડ્સ અથવા એલોવેરા જેલ આંખ પર લગાવવાથી તરત રાહત મળે છે. બદામ તેલથી હળવું મસાજ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. કારણ સમજો, પછી ઉપચાર કરો કેટલાક સમયે ડાર્ક સર્કલ્સ જીનેટિક, એલર્જી અથવા હોર્મોનલ બદલાવને કારણે પણ થાય છે. જો સમસ્યા લાંબા સમય સુધી રહે તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.
Read Original Article →