પ્રવાસ:અદભુત ઓસ્ટ્રિયા

Magazine4/14/2026, 12:35:00 AM
પ્રવાસ:અદભુત ઓસ્ટ્રિયા
ડૉ. નિધિ શેંદુર્નીકર-તેરે લેખ ભાગ બીજો પ્રવાસના બીજા પડાવમાં અમે ઓસ્ટ્રિયા પહોંચ્યા. પ્રાગથી સાલ્ઝબર્ગની ટ્રેન મુસાફરી લગભગ 5-6 કલાકની છે. યુરોપ ટ્રીપ ને એક અવિસ્મરણીય યાદગીરી છે યુરોપિય ટ્રેનમાં પ્રવાસ. જો તમને યુરોપિયન ‘કન્ટ્રી સાઈડ’ એટલે કે એમના ગામડાઓ, રળિયામણા પ્રાકૃતિક/નૈસર્ગીક સ્થળોને માણવા હોય તો જરૂરથી એક વાર ટ્રેનમાં બેસવાનો અનુભવ લેજો. ટ્રેનની સફર આરામદાયક અને મનમોહી લે એવી હોય છે. ટૂરના ચોથા દિવસે અમે સાંજના સમયે સાલ્ઝાબર્ગ પહોંચ્યા. સાલ્ઝાબર્ગને ‘સીટી ઓફ મ્યુઝિક’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જગત પ્રખ્યાત સંગીત કલાકાર ‘મોઝર્ટ’ અહીંયા જન્મ્યા હતા. પહેલાં જ દિવસે અમે શહેરનાં જૂના અને નવા વિસ્તારોમાં ફર્યા, ત્યાંના cobbled’ (એક પ્રકારના રસ્તા/શેરી જે યુરોપમાં ઘણી વાર જોવા મળે છે.) રસ્તાઓ પર ચાલ્યા. સાલ્ઝબર્ગ એક એવું યુરોપિયન શહેર છે જેને આપડે ‘ટીપીકલ યુરોપ’ કહી શકીએ- સુંદર પણ ગતીનું જેને અંગ્રેજીમાં કહીએ તો એક ‘old world charm’ છે. શહેરની વચ્ચોવચ વહેતી નદી The Salzach’ પર એક ‘લૉક બ્રીજ’ પર પ્રેમીઓ પોતાની પ્રીતિનું પ્રતીક એવા તાળા લગાવતા અમને દેખાયા. બીજી રોજે અમે સાલ્ઝબર્ગની પ્રખ્યાત એવી ‘Sound of Music’ ટૂર માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ‘Sound of Music’ હોલિવૂડની એક બ્લોકબસ્ટર ફિલ્મ છે જે બીજા વિશ્વ યુદ્ધ (1939-1945)ની પૃષ્ઠભૂમિમાં બનાવેલ છે. તમે વિચારતા હશો કે આ ફિલ્મનો સાલ્ઝબર્ગ સાથે શું સંબંધ? તો આ સંગીતમય ફિલ્મની શૂટિંગ મોટા પ્રમાણમાં સાલ્ઝબર્ગ શહેરના વિવિધ સ્થાનો પર થઈ હતી. આ ટૂર અમને એ ભવ્ય બંગલામાં લઈ ગયું કે જ્યાં ફિલ્મનાં મુખ્ય પાત્ર એમના પરિવાર સાથે રહે છે. સાથે સાથે સુંદર તળાવ, બરફથી ભરેલા પર્વતો અને સદીઓથી જૂનો એક એવો બગીચો જ્યાં ફિલ્મના એક લોકપ્રિય ગીત ‘Do Re Mi’નું શૂટિંગ/ફિલ્માંકન થયું હતું. ‘મીરાબૅલ ગાર્ડન’માં પણ અમે ગયા હતા. આ હોલિવૂડ ફિલ્મ તમને એક બોલિવૂડ ફિલ્મની યાદ અપાવશે/યાદ કરાવશે. જીતેન્દ્ર અને જયા ભાદુરીની ફિલ્મ ‘પરીચય’ (1972) ‘Sound of Music’થી પ્રેરિત છે. આ ટૂર સીનેપ્રેમી માટે કરવા જેવી છે અને સાલ્ઝબર્ગના પ્રવાસનો એક મહત્ત્વનો અનુભવ જેને આપણે ‘Must Visit’ કહી શકાય. ટૂરમાં આગળ અમે એવી જગ્યાએ પહોંચ્યા કે જે પૃથ્વીથી કેટલાંક કિલોમીટર નીચે છે. પર્વતોમાં ફર્યા પછી અમે તૈયાર હતાં ‘Salt Mines’ ટૂર માટે જ્યાં પર્યટકો ધરતીની નીચે વસેલ સદીઓ જૂની મીઠાની ખાણોમાં લઈ જવામાં આવે છે. મીઠાની આ ખાણ જર્મનીનાં બૅવૅરિયા પ્રદેશમાં સ્થિત છે. આની મુલાકાત લેવા અમે ઓસ્ટ્રીયા પાર કરી જર્મનીમાં પ્રવેશ્યા. ટૂરની શરૂઆતમાં જ બધાને ખાણ મજદૂરો/કર્મચારીઓ જેવા કપડાં અપાયા જેને પહેંરીને આખું શરીર ઢંકાઈ જાય છે. એક ઉઘડી ટ્રેન તમને ખાણની સાંકળી ટનલમાંથી લઈ જાય છે જ્યાં રસ્તો વાંકો-ચૂકો છે. ટ્રેનથી ઉતર્યા પછી એક રોમાંચક અનુભવ તમારી રાહ જોઈ રહ્યું હોય છે. ખાણમાં હજું નીચે જવા માટે તમારે બે વાર બે લાકડાની લસરપટ્ટી પર લસરવું પડે જેથી તમે 250 ફીટ નીચે ઉતરો. નીચેનું તાપમાન12 ડીગ્રી હોય છે જેનાથી ઠંડીનો અનુભવ થાય. ટનલના ભૂલ ભુલૈયામાં તમારું માર્ગદર્શન કરવા ખાતર એક પ્રોફેશનલ ગાઈડ હોય છે જે તમને જૂની ખાણકામ તકનીકો અને કામદારોને થતી મુશ્કેલીઓ વિશે સમજાવે છે. ખાણમાં જૂના કાળમાં વપરાતી ડ્રીલીંગ મશીનો નવી તકનીક સાથે મૂકવામાં આવેલ જેથી આપણને સમજાય છે કે જે કામ આજરોજ ટૂંક સમયમાં થઈ જતું હોય છે, તે જ કામ માટે પહેલાં કેટલો સમય અને મહેનત લાગતી હતી. સાલ્ઝબર્ગમાં આવેલ સૌથી શ્રેષ્ઠ સ્થળ એટલે Hallstall અમે અમારી ટૂરના છેલ્લા દિવસ માટે રાખ્યું હતું. પર્વત અને તળાવ વચ્ચે આવેલું Hallstall સ્વપ્નમાં જોયું હોય એવું એક નાનકડું શહેર છે. અહીંયા તમે જાતે જ શહેર ફરી શકશો.(ક્રમશ:)
Read Original Article →