ખોબામાં દરિયો:અભેદ્ય

Magazine4/7/2026, 12:35:00 AM
ખોબામાં દરિયો:અભેદ્ય
રેખાબા સરવૈયા અનુષ્કાની ઑફિસની બાજુમાં જ શિવાલય હતું. એનાં પગથિયાંની આખી હાર અનુષ્કાની બારીમાંથી જોઈ શકાતી. એ પગથિયાં ઉપર એક લઘરવઘર યુવતી બેઠેલી તેને ઘણા વખતથી જોવા મળતી. નિયમિત નિરીક્ષણ પછી એટલું તો જાણે નક્કી હતું કે એ યુવતીનું માનસિક સંતુલન ઠીક નહોતું. વિખરાયેલા વાળ, ફાટી ગયેલાં ગંદાં કપડાં અને ઊડીને આંખે વળગે એવું ઊપસી આવેલું પેટ. ​કામ કરતાં-કરતાં અનાયાસ અનુષ્કા ઘણી વાર એ યુવતીના વિચારે ચડી જતી અને એક બેચેનીનો ભાવ એના મનમાં ઘનીભૂત થતો: એ છોકરી સાથે આવું કેમ બન્યું હશે? શું વીત્યું હશે ત્યારે એના મન પર? એ અસ્થિર મગજની અજાણી છોકરી ક્યારેક તો અનુષ્કાના બેડરૂમમાં પણ ઘૂસી આવતી. આશુતોષ સાથેની અંતરંગ પળોમાં એ જ્યારે એની નિકટ જતી ત્યારે વળતી જ ક્ષણે મન પેલી યુવતીના વિચારે અસ્વસ્થ બની જતું. આશુતોષ ઘણી મહેનત કરતો. અનુષ્કાના મનને વાંચવાની, એની આ ભાવનાને ઓળખવાની, પરંતુ એટલું તો નક્કી કરી જ શક્યો આશુતોષ કે પોતાની ‘અનુ’ના મનનો કોઈ એક ભાગ પોતાનાથી ભેદી ન શકાય એવો છે...! ક્યારેક અનુષ્કા દોડીને એ યુવતીની પાસે જવાનું વિચારતી પણ પછી કેટકેટલા બીજા અવરોધો એને રોકી લેતા અને કૅલેન્ડરનાં પાનાંઓમાંથી ઋતુઓનાં પાનાં ખરતાં ચાલ્યાં... બદલાતી મોસમની સર...સરાતી હવા અનુષ્કાના કાને અથડાઈ અથડાઈને પેલી છોકરી વિશેની ચિંતાઓ ઠાલવતી રહી. ​એક રાતે - પાછોતરા વરસાદની એવી તો હેલી વરસી પડી કે સમગ્ર શહેર જળબંબાકાર...!! બીજા દિવસે શાળા–કોલેજ –કચેરીએ જઈ શકાય એવા કોઈ અણસાર નહોતા અને તોય અનુષ્કા તો આશુતોષ પાસે હઠ પકડીને બેઠી હતી ઓફિસ જવાની... ​આશુતોષ સમજી નહોતો શકતો કેમેય કરીને કે અનુને થયું છે શું? સામે પક્ષે અનુષ્કા સમજાવી નહોતી શકતી કે ઓફિસ જવાને બહાને એ ખરેખર તો પેલી છોકરીની ખબર લેવા અધીરી બની હતી... આ અજબ પ્રકારની જીદ અનુષ્કાના સ્વભાવમાં તો નહોતી... પરેશાન થઈ ઉઠ્યો હતો... આશુતોષ. નહોતું ઘટતું વરસાદનું જોર કે નહોતી ઢીલ મૂકતી અનુષ્કા!! એવામાં વરંડામાંથી ‘મ્યાઉં’ અવાજથી બેઉ જણ ચોંક્યાં. થોડી વારમાં કાબરચીતરી એક બિલાડી - શરીર થથરાવીને પાણીનાં બુંદ ખેરવતી છેક ગાલીચા ઉપર આવી ગઈ... દીવાન ઉપર હાથમાં હાથ લઈને બેઠેલાં અનુષ્કા અને આશુતોષ કંઈ સમજે એ પહેલાં તો બિલાડીએ ફરીથી ‘મ્યાઉં’ કર્યું... એના સ્વરની નિઃસહાયતાએ અનુષ્કાને કંઈક કહ્યું જાણે... આશુતોષની હથેળીમાંથી પોતાનો હાથ સરકાવી લઈ, ત્વરાથી અનુષ્કા બિલાડીની નિકટ સરકી... બીજી જ ક્ષણે બિલાડીના પેટને સ્પર્શ કરી, આશુતોષ સામે જોયું. પાલતુ પ્રાણીઓ અને એમાંય ખાસ બિલાડી પ્રત્યેનો પતિનો અણગમો અત્યારે પણ અનુષ્કા આશુતોષના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકી ને છતાંય આજીજીભર્યા સ્વરે એકધારું બોલી ગઈ: ‘પ્લીઝ...! આશુ...આઈ નો એવરીથિંગ બટ... શી ઇઝ પ્રેગનન્ટ... અને મારી ઓફિસની પાસેના મંદિરમાં બેસતી પેલી યુવતી પણ….’ અનુના શબ્દો આશુના કાને પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો બહાર વીજળીનો કડાકો થયો અને આશુતોષના અંતરમાં કંઈક ભેદાયું... પોતાની પૌરુષીય ઊણપથી લગ્નનાં 12-12 વરસે પણ માતૃત્વથી વંચિત અનુ...
Read Original Article →