ઈમિગ્રેશન:કપલ ટુરિસ્ટ વિઝા માટે શું કરવું જોઈએ?
રમેશ રાવલ સવાલ : મેં 1987થી 1996 સુધી જુદા-જુદા ગલ્ફ કન્ટ્રીઝમાં કોન્ટ્રાક્ટ દ્વારા કામ કર્યું છે. હું 1999માં યુ.કે. ગયો હતો અને ત્યાં Asylum માટે એપ્લાય કરેલું. તે ફેઇલ થયેલું અને ત્યાર પછી આફ્રિકાના જુદા જુદા કન્ટ્રીઝમાં ટ્રાવેલિંગ કર્યું છે. શું અમને અમેરિકાના કપલ ટૂરિસ્ટ વિઝા મળવા શક્ય છે? આ બાબતમાં કોઈ ઉપાય બતાવશો?- પંકજ પટેલ, વડોદરા
જવાબ : હાલની અમેરિકાના નવા નિયમોને લીધે વિઝા મેળવવાની શક્યતા અંગે કશું જ કહેવું કઠિન છે. Asylum અર્થાત્ યુ.કે.માં રહેવા માટે કે આશ્રય લેવા તમે કરેલી અરજી તથા તેના પરના ઓર્ડરની નોંધ તમારા પાસપોર્ટમાં કરવામાં આવી હશે. તેથી વિઝા અધિકારી તેની ચકાસણી કરી શકે છે. તેને શંકા જાય કે તમે અમેરિકામાં પણ આશ્રય માંગશો તો અરજી રિજેક્ટ થઈ શકે.
સવાલ : મારે અમેરિકાના વિઝિટર વિઝા લેવા છે. તમે માર્ગદર્શન આપશો?
- રાજ પટેલ, નડિયાદ
જવાબ : અમેરિકાના વિઝિટર વિઝા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે, હાલમાં ચાલતું વિઝા ફોર્મ નં. D.S.160 વ્યવસ્થિત રીતે સાચા જવાબો લખી ફાઇલ કરીને, હાલ ઠરાવાયેલી 250 ડોલર ફી ભરીને મુંબઇ કોન્સ્યુલેટમાં ફિંગરપ્રિન્ટની વિધિ માટે તેમજ રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે બે દિવસની એપોઇન્ટમેન્ટ લેવી પડે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટેના પ્રશ્નો તથા જવાબો તૈયાર કરીને ઇન્ટરવ્યૂ આપવો. એપ્લાય કરનારની માસિક આવક સારી હોવી જોઈએ. શક્ય હોય તો આ કરતા પહેલાં ઇન્ડfયાની બહાર યુરોપ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ જેવા એકાદ દેશની ટૂર કરવી જોઈએ. આ કારણે તમારો ઇરાદો ટૂરિસ્ટ તરીકે જ અમેરિકામાં ટૂર કરવાનો અને ફરવાનો જ છે તેમજ ટૂર પૂરી થયા પછી તમે ઇન્ડિયા પાછા આવશો એવી ધારણા વિઝા ઓફિસર કરી શકે. પરંતુ તેમ કરવાથી વિઝા ચોક્કસ મળશે જ એવું બિલકુલ માનવું નહીં. આ ઉપરાંત તમારો નોન-ઇમિગ્રન્ટ ઇન્ટેન્શન, ઇન્ડિયામાં સ્ટ્રોન્ગ ફેમિલી ટાઈઝ અને ઇન્ડિયામાં સ્ટ્રોન્ગ ફાયનાન્સિયલ ટાઈઝ વિગેરેની પણ ચકાસણી થાય છે.
સવાલ : મારી દીકરી અમેરિકામાં સ્ટડી કરે છે અને તેનો સ્ટડી ડિસેમ્બરમાં પૂરો થતો હોવાથી અમારે નવેમ્બરમાં ટૂરિસ્ટ વિઝા લેવા હોય તો ક્યારે એપ્લાય કરવું જોઈએ? નવેમ્બરની ટિકિટ બુક કરાવું તો મને લો એરફેરમાં ટિકિટનો લાભ મળે?
- મનન જોષી, અમદાવાદ
જવાબ : જો તમારે નવેમ્બરમાં અમેરિકા જવું હોય તો હાલમાં પણ એપ્લાય કરી, ફી ભરીને ફિંગરપ્રિન્ટની અને ઇન્ટરવ્યૂની તારીખ મેળવી શકાય છે. વિઝા મળે પછી જ ટિકિટ કે હોટલ અને ટૂરની રકમ ખર્ચી શકાય, કારણ કે વિઝા ના મળે તો નુકસાન થાય. મુંબઇ કોન્સ્યુલેટમાં સમર વેકેશનમાં હોય છે તેટલી ભીડ કેટલાક મહિનામાં હોતી નથી.
સવાલ : મારે અને મારી પત્નીએ જુલાઇ મહિનામાં અમેરિકામાં ટ્રાવેલ કરવું છે. મેં 2002માં વિઝિટર વિઝા માટે એપ્લાય કરેલું, પરંતુ તે રિજેક્ટ થયા હતા. ત્યારે મારો પાસપોર્ટ તદ્દન કોરો અર્થાત બ્લેન્ક હતો, પરંતુ ત્યાર પછી મેં આઠ વખત ટૂરિઝમ હેતુથી ફોરેન કન્ટ્રીમાં ટ્રાવેલ કર્યું છે, તો હવે એપ્લાય કરવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ? કેટલી વિઝા ફી જોઈએ? - દીપક શાહ, સુરત
જવાબ : અમેરિકાના વિઝિટર-ટૂરિસ્ટ વિઝા માટે એપ્લિકેશન ફીનો હાલમાં 250 ડોલરનો ખર્ચ થાય છે અને વેલિડ પાસપોર્ટ સિવાય બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ માગવામાં કે જોવામાં આવતા નથી. અને હા, તમે ઇન્ડિયાની બહાર બીજા કયા કયા કન્ટ્રીમાં ટૂર કરી આવ્યા છો તે પણ જણાવ્યું નથી. સામાન્ય રીતે દુબઇ વગેરે એશિયન કન્ટ્રીઝની વિઝિટને ઇન્ટરવ્યૂ વખતે બહુ મહત્ત્વ આપવામાં આવતું નથી. યુરોપિયન કન્ટ્રીઝની ટૂર કરી હોય તો પણ અમેરિકાના વિઝા મળી જશે એમ ઘણાં માને છે. પરંતુ અમારી ઓફિસમાં ઘણા એવા લોકો કન્સલ્ટેશન માટે આવે છે, જેમણે યુરોપના ઘણા દેશોમાં ટૂર કરી હોય છતાં વિઝા આપવામાં નહોતા
આવ્યા. તેથી તેમને પરફેક્ટ ફોર્મ ઇન્ટરવ્યૂ તૈયાર કરાવ્યા પછી જ વિઝા મળ્યાના કિસ્સા છે.
સવાલ : મારાં લગ્ન યુક્રેનમાં મેડિકલ કોલેજમાં સ્ટડી કરતી યુક્રેનિયન યુવતી સાથે ઇન્ડિયામાં સ્પેશિયલ મેરેજ એક્ટ અન્વયે થયાં છે. તેનો સ્ટડી હજુ દસ વર્ષ ત્યાં ચાલશે. હવે તેને વિઝા વગર ઇન્ડિયા આવવું હોય અથવા મારે તેને મળવા વિઝા વગર યુક્રેન જવું હોય તો જવાય કે નહીં. તેની તપાસ બોટાદ ડિસ્ટ્રિક્ટ F.R.R.O.માં કરી, પરંતુ તે O.C.I. કાર્ડ માટે બરાબર જવાબ આપતા નથી. તો હું વિઝા વગર ત્યાં કેવી રીતે જઈ શકું?- જય જોષી, અમદાવાદ
જવાબ : O.C.I. એટલે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. તેના દ્વારા ઇન્ડિયન ઓરિજિનના સિટીઝન પરદેશમાં સિટીઝન થયા હોય તેને ઇન્ડિયામાં કાયમ માટે નિવાસ કરવાના માત્ર ને માત્ર લાઇફ ટાઇમ વિઝા જ મળે છે. પણ ઇન્ડિયાની સિટીઝનશિપ નહીં. કેટલાક લોકોને આ અંગે ઘણી ગેરસમજ છે, જે દૂર કરવા માટે આ સ્પષ્ટતા કરી છે. તમારાં પત્ની જો ત્યાંના સિટીઝન હોય તો તે ઇન્ડિયા વેકેશનમાં આવવા માટે ત્યાંની એમ્બેસીમાં વિઝિટર વિઝા માટે એપ્લાય કરીને વિઝા મેળવીને ઇન્ડિયા આવી શકે. જો બંને દેશો વચ્ચે વિઝા ઓન એરાઇવલની ટ્રીટી અર્થાત કરાર થયા હોય તો જ તમે બંને વિઝા વગર અવરજવર કરી શકો. આ માટેની વધારે માહિતી તમને જોઈતી હોય તો અમદાવાદમાં આવેલ F.R.R.O.ની ઓફિસમાં મળી શકે.
Read Original Article →