બુધવારની બપોરે:મ્હોંમાં પાણી લાવે તે પૂરી

Magazine5/27/2026, 12:35:00 AM
બુધવારની બપોરે:મ્હોંમાં પાણી લાવે તે પૂરી
પાણીપૂરી અથવા પૂરીપકોડી અથવા ગોલગપ્પા... ઇંગ્લિશમાં શું કહેવાય, તે ખબર નથી, પણ એક જ વ્યાખ્યા કામ કરી જાય એવી છે, ‘છોકરીઓને બહુ ભાવે તે પાણીપૂરી.’ પકોડી ખાતીને નજીકથી નિહાળવા કેટલાક આશાસ્પદ છોકરાઓ ય 150-200 રૂપિયાની પાણીપૂરી ઠોકી જાય છે. નસીબ ઝળહળતું હોય તો મ્હોંમાં નાંખેલી પકોડી તરત ગળે ઉતરી જતી નથી. મોંઢામાં દોઢેક મિનિટ ઘુમાવવી પડે છે. એવા ચાવતા મોંઢે પેલીઓની સામે નિર્દોષભાવે જોતા રહેવામાં પૈસા વસૂલ થતા લાગે છે. એ વાત જુદી છે કે, પકોડી ચાવતી છોકરીનું મોંઢું પકોડીના પાણીથી ભરચક હોવાથી પેલા સામે એકાદ-બે વાર જોઈ લે છે ને ડિનર ચાલુ રાખે છે. હા, આમ તો ભાષાશુદ્ધિના આગ્રહીઓ પાણીપૂરીની જ્યાફતને ‘ડિનર’નું નામ ન આપે, પણ છોકરીઓ એકસામટી 70-80 પાણીપૂરીઓ સાફ કરી જતી હોય ને એ પત્યા પછી બબ્બે મુઠ્ઠા ભરાય એટલા ચણા ભૈયા પાસે ‘ફ્રી’માં લઈને મોંઢું લૂછતાં લૂછતાં ડિનર પતાવે છે. રસ્તાના ખૂણે ઊભા રહીને કોઈ ભૈયો ઢોસા વેચતો નથી. ઢોસા ખાતી વખતે ઊલટા હાથે હોઠના ખૂણા લૂછવા પડતા નથી. પાણીપૂરીવાળો ભૈયો મફતમાં બે-ચાર કોરી પૂરીઓ આપી દે છે, એમ હોટેલવાળો બે-ચાર નહિ, એકે ય કોરો કે ભરેલો ઢોસો આપતો નથી. એક ઢોસામાં પેટ ભરાઈ જાય, પણ એક જ પકોડી ખાવાથી પેટ તો શું, મોંઢું ય ભરાતું નથી. કોરી પૂરી ખાવાથી મ્હોંમાંથી કચડ કચડ અવાજો આવે છે, પણ ઢોસા શાંત પ્રકૃતિના છે. એ અવાજ કરતા નથી, પણ સાંભાર પીતા સબડકા બોલી શકે છે. ચમચીથી સાંભાર પીતા સબડકાનો અવાજ ન આવે, એ જોવાની ફરજ સબડકા સાંભળનારાઓની નહિ, બોલાવનારાની છે. એ જ રીતે, ગરમ સાંભારને ફૂંકો મારી મારીને પીવો, એ ય જોનારાને સહેજે ન ગમે એવું દૃશ્ય છે. બહુ ટેવાયેલાં ન હો, તો છરી-કાંટાને બદલે હાથથી ઢોસા ખાવામાં કોઈ શરમ આવવી ન જોઈએ, પણ એમાં સબડકા બોલે, તો એ જ સાંભારમાં ડૂબકી મારીને ડૂબી જવું જોઈએ.....શું કિયો છો? પ્રેમ ગમે તેટલો હોય, ભારતની કોઈ પણ વાઈફ એના ગોરધનને પકોડી ખાઈ લીધા પછી મોંઢું લૂછી આપતી નથી. એ વાત જુદી છે કે, પકોડી ખાધા પછી આખો આડો હાથ ફેરવીને મોંઢું લૂછી શકાય છે, પોતાનું! એ દૃષ્ટિએ, પાણીપૂરી માણસને સ્વાવલંબી બનાવે છે. પોતાનું મોંઢું પોતે જ સાફ કરો, પોતાના હોઠ જાતે લૂછો! જોકે, નવા નવા ગોરધન બનેલા યુવાનો વાઈફના હોઠ લૂછી આપે છે, પણ આ હોંશ મેરેજના માંડ ચાર-છ મહિના ચાલે છે. પછી એ કામ ગોરધન સંભાળી લે છે. હવે ફક્ત પોતાના હોઠ લૂછતો નથી. પતિ-પત્ની વચ્ચે સંબંધો તીખા હોય અને બે ભૈયા આજુબાજુમાં ઊભા હોય તો ગોરધન આ ભૈયા પાસે ને વાઈફ પેલા ભૈયા પાસે જુદાં જુદાં ખાય, એવો નજારો જોવા મળતો નથી, પણ પાણીપૂરી એવી આઈટમ છે કે, હસબન્ડ-વાઈફ કદી એક થાળીમાં જમીને ખાતાં નથી. પ્રેમ ગમે તેટલો હોય, લગ્નનાં ભલે હજી બે-ચાર મહિના જ થયાં હોય ને ગોરધનનું મ્હોં પરફેક્ટ પકોડીના માપનું હોય તો પણ કોઈ વાઈફ ગોરધનનું મોંઢું ખોલાવીને પકોડી ખવડાવતી નથી. હજી કેટલાક ડાયનિંગ-ટેબલ પર કેટલીક વાઈફોઝને હસબન્ડોઝને (સોરી, ‘હસબન્ડ’ બહુવચનમાં ન આવે!....માફી પૂરી!) જમાડતા જોઈ છે, પણ પાણી-પૂરી તો જાવા દિયો, દાલ-ચાવલ ખવડાવતા ય મેં જોઈ નથી! ખુદ હકી ય, મારી દવાઓ જાતે જ લઈ લેવાનો આગ્રહ કરે છે અને પળાવે પણ છે! પાણીપૂરીની લોકપ્રિયતા પિછાણીને હવે તો ફાઈવ-સ્ટાર હોટેલો પણ એ સર્વ કરે છે. રસ્તા ઉપરનો આખો ભૈયો ખરીદી લઈ શકો એટલા ચાર્જમાં! કસ્ટમરો આમાં ય સંસ્કાર જાળવે છે. આવી મોટી હોટેલોમાં ઉઘાડા હાથથી કાંઈ ન ખવાય, એટલે પ્લેટમાં એક
Read Original Article →