મનદુરસ્તી:એનો ડોળો મારા પતિ પર છે
ડૉક્ટર, અત્યારે આ દુનિયા ટેક્નોલોજીકલી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે તમે નહીં માની શકો. મારા હસબન્ડ ભલે કહે કે ‘કલ્પના, આ તારો વહેમ છે.’ પણ હું કહું છું એ સાચું જ હોય છે. એ એવું માને છે કે મને કોઈ માનસિક બીમારી છે, પણ એને ખબર નથી કે સ્ત્રીની જેલસી એવી વસ્તુ છે કે એ તો કોઈ બીજી સ્ત્રી જ સમજી શકે.’ કલ્પનાએ ભારપૂર્વક કહ્યું.
‘એટલે ખરેખર પ્રોબ્લેમ શું છે?’ મેં પૂછ્યું.
‘અમારા બાજુના ઘરવાળી શ્રેયા મારી વિરુદ્ધ ષડયંત્ર કરે છે. એણે મારા ઘરમાં ચારેય બાજુ સી.સી.ટી.વી. કેમેરા ફિટ કરાવી દીધા છે. તમને ખબર જ ન પડે કે કેમેરા ક્યાં સંતાડ્યા છે. એનાથી એ સતત મને વૉચ કરે છે. મારા મનની વાત જાણી જાય છે. એ મને આદેશો આપે છે. મારે શ્રેયા કહે એ મુજબ જ વર્તન કરવું પડે. એટલું જ નહીં, અમારા ટી.વી.માંથી પણ એ શ્રેયા મને જોઈ શકે છે. એ મને સતત ટૉર્ચર કરે છે. મને એવા કમાન્ડ્સ આપ્યા કરે છે કે હું વધારે ને વધારે ખાધાં કરું છું. મને વધારે ભૂખ લાગે એવું કંઈક એ કરે છે.’
‘હું વધારે ખાઉં એટલે મારું વજન વધી જાય. એમાં જ એને રસ છે. કારણ એટલું જ કે એ ઈચ્છતી નથી કે હું બ્યૂટીફૂલ દેખાઉં અને મારું ફિગર મેન્ટેઈન રહે. હું જાડી થઈ જાઉં તો મારી કમ્પેયરમાં એ વધારે સ્લીમ અને બ્યૂટીફૂલ રહે, એટલે બધા પુરુષો માત્ર એને જ જોયા કરે અને એના જ વખાણ કરે. ખાસ કરીને એનો ડોળો મારા પતિ પરીક્ષિત પર છે. એ કોઈપણ રીતે પરીક્ષિતને પોતાની બાજુ ખેંચવા માંગે છે. મારા ઘરને તોડવાની એની કોશિશ ભયાનક છે. મને બાળકો નથી અને એને દીકરો છે, એનું પણ એને અભિમાન છે. આ પરીક્ષિતને સમજાવો... મને કોઈ માનસિક-ફાનસિક રોગ નથી. એને હશે...’ કલ્પનાની ઉગ્રતા ચરમસીમાએ હતી.
પરીક્ષિતે કલ્પનાની ગેરહાજરીમાં વધુ વિગતો આપી: ‘ડૉક્ટર, અમારાં લગ્નને 7 વર્ષ થયાં છતાં પણ કોઇ સંતાન નથી. ગાયનેકોલોજીસ્ટે આઈ.વી.એફ.ના બહુ ટ્રાય કર્યા પણ સફળ નથીથયા. એ વાતનો કલ્પનાને મોટો રંજ છે. અમારા પડોશી બિચારા બહુ સારા માણસો છે, આ બધી કલ્પનાની કલ્પના માત્ર છે. અને હા, આવી જ માનસિક તકલીફ એની મમ્મીને પણ હતી.’
પરીક્ષિતની વાત સાચી છે. આ શંકાના રોગને ‘ડીલ્યુઝનલ ડિસઓર્ડર’ કહેવાય છે. આ એક તીવ્ર પ્રકારની મનોવિકૃતિ છે. એમાં દર્દીને વહેમ, શંકા તેમજ ભ્રમણાઓ થયા કરે છે. કોઇ પોતાની પાછળ પડી ગયું છે અથવા પોતાની વિરુદ્ધ ષડયંત્ર કરે છે, તેવા વહેમ થાય છે. સાવ નાની શંકાથી શરૂ થયેલી આ વિકૃતિ જ્યારે વધે છે ત્યારે દર્દી પોતાનાં નજીકનાં સગાંઓ પર પણ વહેમાય છે. એના હાથનું જમે નહીં, પાણી સુદ્ધાં ન પીવે અને પોતાની રસોઈ જાતે જ બનાવે. કોઈની સાથે વાતચીત કે વ્યવહાર કરે તો શરૂઆતમાં તો ખબર જ ન પડે કે આ વ્યક્તિને આવો સાયકોલોજીકલ ડિસઓર્ડર હશે.
કલ્પનાના કેસમાં બે બાબતો ખૂબ ધ્યાન ખેંચે તેવી હતી. એક તો એના પરિવારમાં આ રોગ વારસાગત હતો; મમ્મીને પણ આવી જ તકલીફ હતી. અને બીજું કારણ એ કે પોતાને કોઇ સંતાન ન હોવાથી સ્ટ્રેસ, લઘુતાગ્રંથિ અને ઈર્ષ્યા વધતાં ગયાં હતાં. એટલે ન્યુરોટ્રાન્સમીટર્સની ઊથલપાથલ જેવાં જૈવીય કારણો અને લઘુતાગ્રંથિ જેવાં મનોવૈજ્ઞાનિક કારણો આ બંનેના લીધે આવી ભ્રમણાની વિકૃતિનો એ ભોગ બની.
મનોચિકિત્સા દ્વારા વિકૃત શંકા પણ મટી શકે છે. કલ્પનાની સારવારમાં દવાઓની અનિવાર્યપણે જરૂરિયાત હતી, સાથે જ એને સાયકોથેરાપી પણ આપવામાં આવી. તીવ્ર પ્રકારની મનોવિકૃતિમાં મેડિસિન્સ અને સાયકોથેરાપીના કોમ્બિનેશન સાથે ફેમિલી કાઉન્સેલિંગ પણ જરૂરી બને છે. યોગ્ય મનોચિકિત્સા બાદ કલ્પના હવે શંકામુક્ત થઈ છે. પોતાની સ્થિતિ પર નિયંત્રણ વધ્યું છે. પણ હા,
Read Original Article →