સંબંધોમાં સૌથી ખાસ સંબંધ:પતિ-પત્ની અને પ્રેમની ફોર્મ્યુલા
માનવ દ્વારા નિર્મિત સંબંધોમાં સૌથી ખાસ સંબંધ એટલે પતિ-પત્નીનો સંબંધ એમ કહી શકાય. આપણાં જીવનનાં કુલ વર્ષોમાંથી શરૂઆતનાં 20-25 વર્ષ માતા-પિતા પર નિર્ભર હોય છે. તેમાં પણ બાલ્યાવસ્થાનાં 5-7 વર્ષ તો અણસમજમાં વીતી જાય છે. ખરેખર જીવનની શરૂઆત થાય છે 25 વર્ષ પછી.
માની લો કે આશરે 75 વર્ષના આયુષ્યમાં 50 વર્ષ જેટલો લાંબો સમયગાળો આપણા જીવનસાથી સાથે વિતાવવાનો હોય છે. તો હવે આપણે એ નક્કી કરવાનું છે કે આ 50 વર્ષના લાંબા સમયગાળાને કેવી રીતે વિતાવવો છે? લડાઈ-ઝગડામાં? ઘર્ષણમાં? મન મારીને? કે પછી પ્રેમ, મૈત્રી અને વિશ્વાસમાં? જે પતિ-પત્ની વચ્ચે ઉષ્માભર્યા સંબંધો હશે, તે વ્યક્તિ સમાજને અને તેના પરિવારને પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકશે. સંબંધોમાં સંતુષ્ટ વ્યક્તિ પોતાની આજુબાજુ પણ સુવાસ ફેલાવતો જાય છે. તેવી જ રીતે કોઈ પણ સમાજનું ભવિષ્ય તેની આવનારી પેઢીના હાથમાં હોય છે અને એ પેઢીનું ઉત્પાદન અને ઉછેર કરનાર કંપની એટલે ‘પતિ-પત્ની પ્રાઇવેટ લિમિટેડ કંપની.’
કોઈ પણ બાળકનાં કે વ્યક્તિનાં જીવનમાં આવનારી સમસ્યાના મૂળમાં તેના ઉછેરનું વાતાવરણ અને તેનાં માતા-પિતાના પરસ્પર સંબંધોનો ખૂબ જ મોટો ફાળો હોય છે. માટે પતિ-પત્નીનો સંબંધ એક જવાબદાર સંબંધ છે, જેના હાથમાં સમાજનું ભવિષ્ય છે.
મૂળ મુદ્દા પર આવતાં પહેલાં એક વાત મગજમાં ઉતારી લો કે, કોઈ વ્યક્તિ ખોટી કે ખરાબ હોતી નથી, તેઓ ચોક્કસ સમય અને સંજોગોમાં ખરાબ વર્તન કરે છે. પતિ-પત્નીના વાંક-દોષ વિશે વાત નથી કરવી, પરંતુ એ વાંક-દોષના નિરાકરણ માટેના પગથિયાં કયાં છે, જેના પર ચડીને પોતાના જીવનસાથી માટે આકાશના તારા પણ તોડી શકાય છે?
- અરવિંદસિંહ રાણા
Read Original Article →