ઈમિગ્રેશન:શું H-1Bનું સ્ટેમ્પિંગ કેનેડામાં થઈ શકે?

Magazine4/29/2026, 12:50:00 AM
ઈમિગ્રેશન:શું H-1Bનું સ્ટેમ્પિંગ કેનેડામાં થઈ શકે?
રમેશ રાવલ સવાલ : અમારી પુત્રી કેનેડિયન સિટીઝન છે અને તેણે અમેરિકાના સિટીઝન સાથે લગ્ન કરવાથી તેને ગ્રીનકાર્ડ મળ્યા પછી તે અમેરિકામાં જ રહે છે. હું અને મારી પત્ની Indian Citizen છીએ અને અમને બંનેને અમેરિકામાં જ અમારી પુત્રી સાથે કાયમ માટે સેટલ થવું છે. તો શું અમારી પુત્રી ગ્રીનકાર્ડના સ્ટેટસ દ્વારા અમારાં માટે ઇમિગ્રેશનની પિટિશન ફાઈલ કરી શકે? - ચીનુભાઈ પટેલ, અમદાવાદ. જવાબ: ના, ગ્રીનકાર્ડ હોલ્ડર માત્ર બે કેટેગરીમાં જ એટલે કે F-2A 21 વર્ષની અંદરનાં બાળકો માટે અને બીજી કેટેગરી F-2B ગ્રીનકાર્ડ હોલ્ડરના 21 વર્ષ ઉપરાંતના અપરિણીત પુત્રો તથા પુત્રીઓ માટે જ ફાઈલ કરી શકે છે. તમારી પુત્રી જો ત્રણ વર્ષથી વધુ સમય પછી અમેરિકાની સિટીઝન થાય ત્યારે જ તમારાં માટે C.R. એટલે કે ક્લોઝ રિલેટિવની કેટેગરીમાં પિટિશન ફાઈલ કરે તો તમને ઝડપથી ગ્રીનકાર્ડ મળી શકે. સવાલ : અમારાં પતિ-પત્નીના કેનેડાના વિઝિટર બે વાર પૂરતું ફંડ હોવા છતાં રિજેક્ટ થયા છે, કારણ કે અમે કેનેડામાં જ રહી જઈશું તે બહાને રિજેક્શન કરવામાં આવ્યું છે. અમારો દીકરો હજુ સુધી ત્યાંનો P.R. થયો નથી. તો શું કરવું? - બંકિમ પુરાણી, સુરત જવાબ: તમારી સ્ટ્રોંગ ફેમિલી ટાઈઝ ભારતમાં છે કે નહીં તે જણાવ્યું નથી. તેમ છતાં તમારા પુત્રને કેનેડાના P.R. અર્થાત્ પરમેનેન્ટ રેસિડન્ટ મળ્યા પછી તમે એપ્લાય કરવા પ્રયત્ન કરી શકો છો, જેથી તમને કેનેડાના સુપરવિઝા પહેલા 2 વર્ષ ત્યાં રહેવા માટે મળી શકે. સવાલ : હું કેનેડિયન P.R. છું. મારી પાસે અમેરિકાના H-1B વિઝા છે, તો આ H-1B વિઝાનું સ્ટેમ્પિંગ કેનેડાના યુ.એસ. કોન્સ્યુલેટમાં થઈ શકે?- આશ્કા શેઠ, અમેરિકા જવાબ: આ અંગે તમારી એમ્પ્લોયર કંપનીના જે એટર્ની દ્વારા તમને H-1B વિઝા મળ્યા હોય તેમના જ મારફતે અથવા બીજા કોઈ એક્સપર્ટ મારફતે તે અંગેના બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે સ્ટેમ્પિંગની કાર્યવાહી કરવી જોઈએ. સવાલ : અમેરિકા સિવાય કયા કન્ટ્રીમાં ભારતીયને સહેલાઈથી P.R. મળે? - નયન પટેલ, સુરત જવાબ: દુનિયામાં કુલ 195 કન્ટ્રી છે, જેમાં 191 કન્ટ્રીઝ U.N.O.ના મેમ્બર છે. તેમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા અને પોર્ટુગલમાં Permanent Resident (P.R.) મળી શકે. તે સિવાય પણ બીજા કન્ટ્રી વિઝા અને P.R. મળી શકે છે. સવાલ : મારા ભાઈના પરિવારના અમેરિકાના વિઝિટર વિઝા ચાર વાર રિજેક્ટ થયા છે. આ લોકો કોઈ ચોક્કસ કારણ નથી આપતા. એવું પણ કહેતા નથી કે ભૂલ સુધારીને આવો કે હવે વિઝા આપવામાં આવશે નહીં. આના વિરુદ્ધમાં કોઈ માનવ અધિકાર પંચ કે કોઈ સંસ્થામાં ફરિયાદ થઈ શકે? - ચતુરભાઈ, સુરત જવાબ: ભારતની કોઈ સંસ્થામાં કમ્પ્લેઈન થઈ શકે નહીં, કારણ કે તમારે જે કંઈ ફરિયાદ હોય તે જે તે દેશમાં કરી શકાય. અમેરિકાના કોન્સ્યુલેટમાં રજૂઆત અથવા દિલ્હીની તેની એમ્બેસીને જાણ કરી શકો. વિઝિટર વિઝા નહીં આપવાનું કારણ જણાવતા નથી. તમારાં ફોર્મ, ઇન્ટરવ્યૂ વગેરેની રજૂઆત બરાબર નહીં હોય તેથી રિજેક્ટ કરેલ તે કારણ હોઈ શકે છે. સવાલ : અમારી F-4 2006ની ફાઈલ હતી, તેમાં મારા અને મારા ભાઈનું નામ હતું પરંતુ હવે વિઝા લેટરમાં અમારું નામ નીકળી ગયું છે તો શું કરવું? - કાવ્યા ચૌધરી, માણસા જવાબ: વિઝા ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં એજીંગ આઉટની પિટિશન થઈ શકે નહીં. તેનો અભિપ્રાય લેવા માટે બંનેનાં બર્થ સર્ટિફિકેટ, પિટિશનની કોપી, એપ્રૂવલ લેટર, BMB Case નંબર વગેરે મને ઈમેલ કરી શકાય. સવાલ : મારી અમેરિકન સિટીઝને અમારાં પતિ-પત્ની માટે IR-5ની પિટિશન કરેલી, તેનો ઇમિગ્રેશન વિઝા ઇન્ટરવ્યૂ આવેલ છે, પરંતુ મારી પત્નીને અમેરિકા જવું નથી, કારણ કે તે અગાઉ 2019માં અમેરિકા જઈને પાછી આવેલી છે. તો હવે ઇન્ટરવ્યૂમાં એવું પૂછે કે તમે એકલાં જ ગ્રીનકાર્ડ કેમ લેવા માંગો છો તો શું જવાબ આપવો? - દીપકભાઈ દોશી, સુરત જવાબ: ગ્રીનકાર્ડ માટે એપ્લાય કરવાથી ગ્રીનકાર્ડ ફરજીયાત લેવું જ પડે તેવો નિયમ નથી. તમે વિડ્રો કરી શકો. ઇન્ટરવ્યૂમાં તમે ઓફિસરને કહી શકો કે મારી પત્નીને ભારતમાં જ કાયમ માટે રહેવું છે. બની શકે તો તમારી પત્નીની આ બાબતની લેખિત માહિતી નોટરાઈઝ્ડ કરીને ઈન્ટરવ્યૂ દરમ્યાન સાથે રાખી શકાય અથવા તમારા દ્વારા રજૂ કરી શકાય. સવાલ : મારી પુત્રીને અમેરિકામાં Christian Churchમાં રિવાજ મુજબ લગ્ન કરવાથી H-4 સ્પાઉસ વિઝા મળ્યા પછી EAD (ઈએડી) મળવાથી એક મોટી કંપનીમાં જોબ કરે છે. પરંતુ તેના પતિના બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાથી તે વકીલ પાસે જઈને Separation માટે ફાઈલ કરવાનું કહે છે. તો મારી પુત્રીનું Legal Status મેન્ટેઈન થઈ જાય એ પછી ડિવોર્સ લેવા છે તો શું કરવું? - એક વાચક, પેટલાદ જવાબ: તમારી પુત્રી H-1B ધારક પર નિર્ભર હોવાથી તેને Legal status માટે મુશ્કેલીઓ પડી શકે છે. તેથી તમારી પુત્રીએ તેના માટે કોઈ બીજા એક્સપર્ટ H-1ના નિષ્ણાત એટર્ની મારફતે બધી જ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.
Read Original Article →