ઓડિયો ક્લિપથી ઇટાલિયા આંટીમાં!:ખડગેએ ગુજરાતીઓની માફી માગી, ભૂકંપના 8 આંચકાથી ગીર ધ્રૂજ્યું, કમોસમી વરસાદે બે લોકોનો ભોગ લીધો
આપની વધુ એક યાદી જાહેર, ભાજપ સાંજે જાહેર કરી શકે આમ આદમી પાર્ટીએ આજે સાતમી યાદી જાહેર કરી..પલીયડ તાલુકા અને જિલ્લા પંચાયતના BJPના કાર્યકર્તાઓએ કમલમમાં ગોરધન ઝડફિયા સાથે મુલાકાત કરી આયાતી ઉમેદવારોને ટિકિટ ના આપવાની ભલામણ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસના કાર્યકરો AIMIMમાં જોડાયા વડોદરાના પાદરામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું.. મહામંત્રી સહિત 1 હજાર કાર્યકરો કોંગ્રેસ છોડીને AIMIMમાં જોડાયા.કોંગ્રેસે ટિકિટ ન ફાળવતા કાર્યકરો નારાજ હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મલ્લિકાર્જૂન ખડગેએ પોતાના નિવેદન પર માફી માગી ગુજરાતીઓેન અભણ કહેવાવાળા પોતાના નિવેદનને લઈને મલ્લિકાર્જૂન ખડગેએ આખરી માફી માગી.. એક્સ પર લખ્યું-ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન.. કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સંઘવી સાથેના વિવાદ વચ્ચે ઈટાલિયાની ઓડિયો ક્લિપ વાયરલ હર્ષ સંઘવી પર આક્ષેપ અને વિવાદ વચ્ચે ગોપાલ ઈટાલિયાની એક ઓડિયો ક્લિપ સામે આવી.. ઈટાલિયાએ આ ઓડિયોને બનાવટી અને એઆઈ જનરેટેડ કહી દીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં 67 PIની બદલી અને પોસ્ટિંગ અમદાવાદમાં 67 PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 13 PIની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા 55 PIને પોસ્ટિંગ આપ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડોક્ટરે પોલીસને આપેલી માહિતીથી થઈ શકે ખુલાસો અમદાવાદના ચાંદખેડામાં ખીરુથી મોત મામલે તપાસ તેજ.. એફએસએલે ઘરમાંથી કપડા, વાસણ અને દવા સહિતની વસ્તુ કબજે કરી. માતાપિતાના નિવેદન નોંધ્યા છે. આ તરફ ડોક્ટર્સે પોલીસને જે માહિતી આપી છે તેમાંથી કોઈ નવો ખુલાસો થઈ શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આઈસરમાં ઈકો કાર ઘૂસી જતા 4નાં મોત સુરતના પલસાણામાં એક્સપ્રેસ-વે પર એક્સિડન્ટમાં 4નાં મોત થયા. ટાયર ફાટતાં ઈકો કાર ઊભેલા આઈસરમાં ઘૂસી ગઈ. મુંબઈ સારવાર કરાવી પરત ફરતો ખંભાતનો પરિવાર કાળનો કોળિયો બન્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ACBએ લાંચિયા નાયબ મામલતદાર અને પટ્ટાવાળાને ઝડપી પાડ્યા લખપત મામલતદાર કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ નાયબ મામલતદાર અને પટ્ટાવાળાને ઝડપી પાડ્યા. ખેત જમીન નોંધ પ્રમાણિત કરવા માટે માગેલી 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી કાર્યવાહી કરવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોડી રાતથી સવાર સુધી ભૂકંપના 8 આંચકા અમરેલીના ખાંભા અને સાવરકુંડલામાં ભૂકંપના આંચકા આવ્યા. મોડી રાતથી સવારના 9 વાગ્યા સુધીમાં એક પછી એક ભૂકંપના 8 આંચકા અનુભવાયા.કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર મળી આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કમોસમી વરસાદ અને વાવાઝોડામાં દાદી-પૌત્રના મોત પંચમહાલના સહેરામાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં બે લોકોના મોત થયા.. છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં મકાનની દીવાલ ધરાશાયી થતા 7 વર્ષના પૌત્ર અને દાદીનું મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →