ગુજરાતમાં બે દિવસ માવઠું:ડીઝલની માટે લાંબી લાઇનો, ખેડૂતો-ટ્રાન્સપોર્ટર્સ લાંબા થઇ ગયા, ફ્રી ફાયરની લ્હાયમાં સુરતમાં શૉકિંગ કિસ્સો સામે આવ્યો
ડીઝલની અછત :ખેડૂતો ,ટ્રાન્સપોર્ટ એસો.મુશ્કેલીમાં
મિડલ ઈસ્ટ યુદ્ધની ગુજરાતમાં અસર.. વાવણી સમયે જ ખેડૂતો ડીઝલ માટે લાઈનોમાં લાગ્યા.. માત્ર 2000 સુધીનુ જ ડીઝલ અપાતા ખેડૂતોની હાલત કફોડી.તો ટ્રાન્સ્પોર્ટ એસોસિએશન પર પણ લટકતી તલવાર. ટ્રકોના પૈંડા થંભી જવાની પણ ભીતિ વર્તાઈ રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાએ ઉંટગાડીમાં બેસી વિરોધ કર્યો તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ઉંટગાડીમાં બેસી વિરોધ નોંધાવ્યો.. હાથમાં કેરબા સાથે પક્ષના કાર્યકર્તાઓ સાથે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. બીજી તરફ મહારાષ્ટ્રથી લોકો ડીઝલ પુરાવવા સાપુતારા આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો JCPની બેઠકના છેલ્લા દિવસે ગરમાઈ ચર્ચા ‘એક દેશ-એક ચૂંટણી’ મુદ્દે બનેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠકનો આજે છેલ્લો દિવસ. છેલ્લા દિવસે ચર્ચા ગરમાઈ .કોંગ્રેસ અને આપે વિરોધ કર્યો... શિક્ષણ અને અર્થતંત્ર પર અસર અંગે સવાલ ઉઠાવ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ADR વ્યવસ્થાને મજબૂત કરવા સર્વસંમતિ ગાંધીનગરમાં BRICS જસ્ટિસ મિનિસ્ટરની બેઠક મળી..10 દેશોના પ્રતિનિધીઓ બેઠકમાં સામેલ થયા. બેઠકમાં મધ્યસ્થી-આર્બિટ્રેશન મજબૂત બનાવવા સંયુક્ત ઘોષણાને મંજૂરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કંડક્ટરની ભરતી માટે સર્ટિફિકેટ લેવા યુવાનોની ભીડ સુરેન્દ્રનગરમાં બેરોજગારીનો બોલતો પુરાવો. ST કંડક્ટરની ભરતી માટે જરુરી ફર્સ્ટ એઈડ કોર્સ સર્ટિફિકેટ માટે રેડક્રોસ ટ્રેનિંગ સેન્ટર પર યુવાનોની ભારે ભીડ ઉમટી પડી..હજુ તો ભરતીની જાહેરાત પણ નથી થઈ તેમ છતાં આ દોડધામ જોવા મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા..ભરૂચ નજીક રેલવે ટ્રેક પર 130 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. આશરે 18 મીટર ઊંચાઈ અને 15.5 મીટર પહોળાઈ ધરાવતા આ સ્પાનનું વજન અંદાજે 2900 મેટ્રિક ટન છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 12 વર્ષ એક્ટિંગ કરનાર ગુજરાતી હીરો મર્ડરર નીકળ્યો અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા એક્ટર્સ સાથે કામ કરી ચૂકેલો ગુજરાતી હીરો હત્યારો નીકળ્યો. હત્યાના કેસમાં આજીવન કેદની સજા મેળવેલો હેમંત મોદી 12 વર્ષ સુધી ફિલ્મો કરતો રહ્યો, પણ પોલીસની નજર ન પડી.. આખરે ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે ઘી કાંટા મેટ્રો સ્ટેશનથી ઝડપી પાડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફ્રી ફાયર ગેમની લ્હાયમાં બાળકોએ ઘર છોડ્યું સુરતમાં ફ્રી ફાયર ગેમની લ્હાયમાં ત્રણ બાળકોએ ઘર છોડ્યું. બાળકો આખો દિવસ ગેમ રમતા હોવાથી પિતાએ ફોન લઈ લીધો હતો.. આ વાતનું માઠું લગાડીને બાળકો ઘરમાંથી 15,000 રોકડાં લઈને ફરાર થઈ ગયા. પોલીસે બાળકોની શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2000 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો રાજકોટમાં ફૂડ વિભાગે 2000 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપ્યો. આ બદામ આઈસક્રીમ અને ગોળા પર છાંટવા માટે સપ્લાય કરવામાં આવતી હતી. બદામનો આ જથ્થો નાશ કરાયો છે, અને જ્યાં જ્યાં સપ્લાય કરાઈ હતી તેની તપાસ કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 22-23એ ગાજવીજ સાથે વરસાદની આગાહી કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી. 22 અને 23મે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →