ચોમાસા અંગે નવી આગાહી:અમદાવાદમાં ચોથા માળેથી પટકાતા કુખ્યાત મહાવીરસિંહનું મોત, સુરતમાં વિવાદિત ડિમોલીશનની ગુપ્ત રાહે તપાસના આદેશ
નાસીરનગર ડિમોલિશનમાં ગુપ્ત રાહે તપાસના આદેશ સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલીશન મામલે ગુપ્ત રાહે તપાસ.. સુરતના મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગરનું તેડું આવ્યુ્ં. સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકાની મુખ્ય આફિસ પર હલ્લાબોલ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો NRI વૃદ્ધની 190 કરોડની જમીન હડપી અમદાવાદના ભૂમાફિયાએ ગિફ્ટ સિટી પાસે 190 કરોડની જમીન હડપી... કૌશિક વઘાસિયાએ NRI વૃદ્ધની 18 વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવી પચાવી પાડી. તપાસમાં ભાંડો ફૂટતા તેની ધરપકડ કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચોથા માળેથી પટકાઈ કુખ્યાત ગુનેગારનું મોત અમદાવાદના બોપલમાં ચોથા માળેથી નીચે પટકાઈ કુખ્યાત ગુનેગાર મહાવીર સિંહ સિંધવનું મોત નીપજ્યું.. મહાવીરસિંહે પાડોશીઓ સાથે નશાની હાલતમાં ઝઘડો કર્યો હતો, પોલીસને જાણ કરતા તે ધરપકડથી બચવા દોડ્યો અને નીચે પટકાયો. મહાવીરસિંહ પર ગુજસીટોક સહિત પાંચ ગુનાઓ દાખલ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં સતત કથળી રહી છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુરતમાં સતત ત્રણ દિવસથી હત્યાઓનો સિલસિલો યથાવત. લાલગેટ વિસ્તારમાં મામાએ છરીના ઘા ઝીંકી ભાણિયાની હત્યા કરી નાખી. પ્રેમ પ્રકરણમાં ભાણિયાની હત્યા કર્યાની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
એજન્ટના પાપે રશિયામાં નર્કની જિંદગી જીવવા મજબૂર મહિને દોઢ લાખના પગારની લાલચે રશિયા ગયેલા આણંદ અને વડોદરાના 20 લોકો શોષણનો ભોગ બન્યા. એજન્ટોના પાપે હવે ભોજન-પાણી માટે પણ તરસી રહ્યા છે. કંપનીએ કહ્યું કે ભારત જવું હોય તો 500 ડોલર જમા કરાવો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
નશાના રવાડે ચડેલી હૈદરાબાદની યુવતીનું રેસ્ક્યુ નશાના રવાડે ચડેલી હૈદરાબાદની યુવતીનું કાઉન્સેલિંગ કરી માત્ર 24 કલાકમાં તેને પરિવારને સોંપવામાં આવી.યુવતી કરિયર બનાવવા અમદાવાદ આવી હતી. પણ વ્યસનના કારણે નોકરી, ફોન, એક્ટિવા ગુમાવી બગીચામાં રહેતી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગાડી - રિક્ષા વચ્ચેની ટક્કરમાં ત્રણ મહિલાઓના મોત હિંમતનગર રણાસણ હાઈવે પર ગાડી અને રિક્ષા વચ્ચે ટક્કરમાં ત્રણ મહિલાઓના મોત નીપજ્યા અને બે ઈજાગ્રસ્ત થયા છે. ફૂલ સ્પીડમાં આવતી રીક્ષાએ અચાનક ટર્ન લેતા સામેથી આવતી કાર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
કાપડના શો-રુમમાં આગ લાગતા અફરાતફરી મચી સુરતના લાલગેટ નજીક કાપડના શો-રૂમમાં આગ લાગી.. પાંચ માળની બિલ્ડિંગમાં નીચે કાપડનો શો-રૂમ અને ઉપરના માળે રહેણાંક ફ્લેટ્સ હતા. બીજા અને ત્રીજા માળે ફસાયેલા 20થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક જ અઠવાડિયામાં કોળી સમાજના બે સંમેલન દિલ્હીમાં કુંવરજી બાવળિયા સામે હીરા સોલંકીનું સંમલન. એક જ અઠવાડિયામાં કોળી સમાજના બે સંમલન બોલાવાતા વિવાદ.તો સમાજના જ કેટલાક આગેવાનો લોકોને બંનેમાંથી એક પણ સંમેલનમાં ન જવાની અપીલ કરી રહ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં 15 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. જો કે આ વચ્ચે અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે.બીજી તરફ બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →