આકરી ગરમીમાંથી રાહતના એંધાણ:સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ફ્રોડ, વિદ્યાર્થીઓનો ડેટા રહેશે સુરક્ષિત, પાંચ મહિનામાં કેતન ઈનામદારનો CMને બીજો પત્ર

Gujarat5/26/2026, 12:29:00 PM
આકરી ગરમીમાંથી રાહતના એંધાણ:સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ફ્રોડ, વિદ્યાર્થીઓનો ડેટા રહેશે સુરક્ષિત, પાંચ મહિનામાં કેતન ઈનામદારનો CMને બીજો પત્ર
ચૂંટણી પરિણામોનો મહિના પછી મળ્યા પદાધિકારીઓ અમદાવાદને મળ્યા નવા મેયર. હિતેશ બારોટની ચેરમેન તરીકે વરણી કરાઈ છે.અંજુ શાહ ડેપ્યુટી મેયર જ્યારે કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણાના પદાધિકારીઓની પણ જાહેરાત કરી દેવાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ મહિનામાં કેતન ઈનામદારનો સીએમને બીજો પત્ર સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.મેસરી નદી પર 24 કરોડના ખર્ચે બનેલો બ્રિજ શરુ થતા જ તૂટવા લાગ્યો છે..વિજિલન્સ તપાસ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોર્પોરેશનની સભામાં પોલીસ જાપ્તા સાથે પહોંચ્યા કોર્પોરેટર જામનગર કોર્પોરેશનની પ્રથમ સભામાં 2 કોર્પોરેટર પોલીસ જાપ્તામાં પહોંચ્યા.. કોંગ્રેસના અલ્તાફ ખફી અને AAPના અસલમ ખિલજી પર ગુજસીટોક લાગુ છે અને બંને જેલમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાઘ-ચિત્તાને લાવવાની તૈયારી વચ્ચે 8 સિંહના મોત રાજ્યમાં વાઘ -ચિત્તાને લાવવાની વાતો વચ્ચે ગીરમાં 8 સિંહના મોત. 5 સિંહબાળ અને ત્રણ સિંહ CDV-બેબેસિયા નામની બીમારીથી મૃત્યુ પામ્યા. તો વનમંત્રીએ બે સિંહના મોત બેબેસિયાથી અને બાકીનાના મોત અન્ય કરાણોથી થયાનું જણાવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્કૂલોએ ડેટા શેર કરતા પહેલા વાલીની મંજૂરી લેવી પડશે સ્કૂલોએ AI પર વિદ્યાર્થીનો ડેટા શેર કરતા પહેલા વાલીની ફરજિયાત મંજૂરી લેવી પડશે..માહિતીનો નિર્ધારિત હેતુ માટે જ ઉપયોગ કરી શકાશે.. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ નિયમોનું પાલન કરવું પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ભક્તો સાથે ફ્રોડ સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ભક્તો સાથે ફ્રોડ.. સોમનાથ ટ્રસ્ટે સ્પષ્ટતા કરી કે મંદિરમાં VIP દર્શનની કોઈ પ્રથા નથી... પૂજા કે દર્શનનું બુકિંગ માત્ર ઓફિશિયલ વેબસાઈટથી જ કરવું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહેસાણાની યુવતીની અમેરિકામાં હત્યા મહેસાણાની પાટીદાર યુવતીની અમેરિકામાં ગોળી મારીને હત્યા. બુકાનીધારી હુમલાખોરે સ્ટોરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભંગારના ગોડાઉનની આડમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ વાપીમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલતી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ.. પોલીસે એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક અઠવાડિયામાં ત્રણ મૃતદેહ મળતા ચકચાર સુરતમાં એક અઠવાડિયામાં અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા. બમરોલીની ખાડીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં યુવકની લાશ, પાંડેસરામાં બિલ્ડીંગની અગાસી પરથી સડેલો મૃતદેહ અને લિંબાયતની ખાડીમાંથી પણ એક લાશ મળી આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. અરવલ્લી- બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ છવાયું .. વરસાદની સાથે સાથે 4 દિવસ અસહ્ય બફારાની પણ ચેતવણી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →