આજથી સાયબર માફિયાઓની ખેર નહી:પાંચ જૂને PM મોદી સુરત આવશે,માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, 2 બસ વચ્ચે ટક્કરમાં પાંચથી વધુના મોત

Gujarat6/2/2026, 12:32:00 PM
આજથી સાયબર માફિયાઓની ખેર નહી:પાંચ જૂને PM મોદી સુરત આવશે,માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, 2 બસ વચ્ચે ટક્કરમાં પાંચથી વધુના મોત
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન. તેઓ લાંબા સમયથી હૃદયરોગની બીમારીથી પીડાતા હતા.બે દિવસ પહેલા જ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ જૂને PM મોદી સુરત આવશે પીએમ મોદી પાંચ જૂને સુરત આવશે. હજીરામાં એલ એન્ડ ટી પ્લાન્ટમાં મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ડિફેન્સ પ્રોજેક્ટ્સનું ઈન્સપેક્શન કરશે. બાદમાં ઈનડોર સ્ટેડિયમમાં સભા સંબોધશે. ધારાસભ્યોથી માંડી કાર્યકર્તાઓને સભાસ્થળે ઈવી લઈને આવવા અપીલ કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2 બસ વચ્ચે ટક્કરમાં પાંચથી વધુના મોત બારડોલી પાસે મહારાષ્ટ્ર પાર્સિંગની 2 બસની ટક્કર થતા 5થી વધુના મોત નીપજ્યા.એક બસમાં પલટી માર્યા બાદ આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની સંભાવના છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રજ્ઞાચક્ષુને માર માર્યા બાદ મહિલા PSI સમાધાન માટે પહોંચ્યા અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વેપારીને પહેલા પીએસઆઈએ માર માર્યો અને બાદમાં સમાધાન કરવા પહોંચ્યા. પીએસઆઈનો દીકરો વેપારીના ત્યાં પેકેટ લેવા ગયો હતો. પ્રજ્ઞાચક્ષુ હોવાથી વેપારીએ ચોરીની શંકા કરી તેનો હાથ પકડ્યો અને તેને સામાન્ય ઈજા પહોંચી. આ વાતનો ગુસ્સો રાખી પીએસઆઈએ વેપારીને બેરહેમીથી માર્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપનું સાબરમતી નદી સફાઈ અભિયાન કે ફોટો સેશન? સાબરમતી નદી સફાઈ અભિયાનમાં ભાજપના નેતાઓનું ફોટો સેશન.. મંત્રીઓ, ધારાસભ્યો અને નવાસવા કોર્પોરેટરો 30 જ મિનિટમાં ફોટો પાડી રવાના થઈ ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં આજથી શરૂ થશે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ આજથી રાજ્યમાં મ્યુલ અકાઉન્ટ હન્ટ 2.0 આજથી શરુ કરાયું. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી અને સાયબર ગુનેગારોને દબોચી લેવા સર્જિકલ સ્ટ્રાઈકનો આદેશ આપ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 4 મહિનાના દીકરા સાથે એસિડ પી મહિલાનો આપઘાત સુરતમાં 29 વર્ષીય મહિલાએ ચાર મહિનાના બાળકને એસિડ પીવડાવી પોતે પણ પી લીધો. સોસાયટીના શૌચાલયમાં જઈ મહિલાએ મોતને વ્હાલું કર્યું..મહિલા ડિલીવરી બાદ ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જાહેરમાં તીક્ષ્ણ હથિયારોના ઘા મારી યુવકની હત્યા અમદાવાદના મેઘાણીનગરમાં ગુલબર્ગ સોસાયટીની બહાર જાહેર રોડ પર યુવકની હત્યા કરાઈ. બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી યુવકની હત્યા કરી દેવાઈ. બહેના આક્રંદથી લોકોના કાળજા કંપી ઉઠ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના પ્રમુખ અને તેમના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝા અને તેમના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ...મહિલાને દારૂ પીવડાવી અશ્લીલ વીડિયો ઉતારી દુષ્કર્મ કર્યું અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનુ ઝડપાયું અમદાવાદમાં સ્ટેટ GSTની કાર્યવાહી..રાજસ્થાનથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાંથી 120 કિલો ચાંદી , 700 ગ્રામ સોનું અને 3 કિલો કિંમતી પથ્થરો સહિત 4.25 કરોડનો જથ્થો ઝડપાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →