તોફાની પવન સાથે વરસાદની આગાહી:રાજકોટમાં બાગેશ્વરની કથાનો વિવાદ વકર્યો, ગીરના સાવજ સાજા થયા, આઇસોલેટ કરાયેલા 17માંથી 11 મુક્ત કરાયા
વડાપ્રધાન મોદી આજે સુરતની મુલાકાતે પીએમ મોદી આજે સુરતની મુલાકાતે.હજીરામાં એલ એન્ડ ટીની હથિયાર ફેક્ટરીમાં સ્વદેશી ‘જોરાવર’ ટેન્ક સહિતના ડિફેન્સ સાધનોનું નિરીક્ષણ કર્યું.
દ.ગુજરાતને 18 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પર્યાવરણ બચાવવાના સંદેશનું સુરતમાં કરાયું પાલન પીએમે આપેલા પર્યાવરણ બચાવોના સંદેશનું સુરતમાં પાલન. સીએમ 2 કારના કાફલા સાથે પહોંચ્યા, તો હર્ષ સંઘવી ઉદ્યોગકારો સાથે સાયકલ રેલી કાઢી સભા સ્થળે પહોંચ્યાં. પોલીસ પણ ઈ-બાઇક અને સાયકલનો ઉપયોગ કરી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત બાદ દમણને પણ વિકાસકાર્યોની ભેટ સુરત બાદ પીએમ મોદી દમણ જશે. અહીં તેઓ નમો એરપોર્ટ-હોસ્પિટલ સહિત રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.. રોડ શો બાદ સભા સંબોધશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક પેડ માં કે નામ 3.0 અભિયાનનો પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામ 3.0 અભિયાનનો પ્રારંભ કરાવ્યો. અભિયાનમાં 423 નર્સરીઓથી 11.80 કરોડ રોપાઓનું વિતરણ થશે અને 74 હજાર હેક્ટર વિસ્તાર આવરી લેવાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાબા બાગેશ્વરની કથા બંધ કરાવવા અરજી રાજકોટમાં આજથી ત્રણ દિવસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર.. જો કે પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ કરવા પોલીસમાં અરજી કરી. એટલું જ નહીં બાબાના ચમત્કારોનો પર્દાફાશ કરનારને પ્રોટેક્શન આપવાની માગ પણ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આઈસોલેટ કરાયેલા 17માંથી 11 સિંહને મુક્ત કરાયા જીવલેણ CVD વાયરસની શંકામાં આઈસોલેટ કરાયેલા 17માંથી 11 સિંહને મુક્ત કરવામાં આવ્યા છે. દિવસ રાતની સારવાર બાદ તબિયતમાં સુધારો આવતા સિંહને મુક્ત કરાયા.. અગાઉ રોગચાળાને કારણે 12ના મોત થયા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાઠ્યપુસ્તકોના ભાવમાં નહીં થાય કોઈ વધારો વધતી જતી મોંઘવારી વચ્ચે વાલીઓને મોટી રાહત.. રાજ્યમાં પાઠ્ય પુસ્તકોના ભાવમાં વધારો કરવામાં નહી આવે. પુસ્તકો મળવામાં થોડો વિલંબ થઈ શકે છે,જો કે દરેક પુસ્તક ઓનલાઈન ઉપલબ્ધ કરાવાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક જ પરિવારનાા ત્રણ બાળકોના તળાવમાં ડૂબતા મોત ગોંડલના શેમળામાં મામા ફોઈના પરિવારના ચાર બાળકો ડૂબ્યા,જેમાંથી ત્રણના મોત નીપજ્યા. જ્યારે એકની હાલત ગંભીર છે. વાડી નજીક રમતા રમતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નરોડા GIDCમાં કંપનીમાં આગ લાગતા એકનું મોત નરોડા GIDCમાં MSN ઇન્ટરમીડીયેટ્સ કંપનીમાં આગ લાગતા એકનું મોત થયું જ્યારે બે ઈજાગ્રસ્ત થયા છે. .કંપનીમાં વિસેલમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો.. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે આગામી 24 કલાક રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો મહીસાગરમાં વરસાદી ઝાપટું પડ્યું.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે હજુ 10 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →