ચૈત્રમાં અષાઢી માહોલ:ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, પાકિસ્તાનથી મોકલાતું ડ્રગ્સ ઝડપાયું, જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમને આપ્યાનો આક્ષેપ

Gujarat4/7/2026, 12:32:00 PM
ચૈત્રમાં અષાઢી માહોલ:ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, પાકિસ્તાનથી મોકલાતું ડ્રગ્સ ઝડપાયું, જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમને આપ્યાનો આક્ષેપ
AAPએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી.. તો ભાજપના ઉમેદવારો પસંદ કરવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. 10 સભ્યો નક્કી કરશે કે ટિકિટ કોને આપવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો . પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા ક્ષત્રિય આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર પદ્મિનીબા વાળા આપમાં જોડાયા.. ઈસુદાન ગઢવીએ કહ્યું જે લોકો સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે, એવા તમામ લોકોને અમે આવકારીએ છીએ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાના પોલીસ પર ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે હર્ષ સંઘવીના કહેવાથી પોલીસે તેમના ઘરે તપાસ કરી , તેમની માતાની હેરાનગતિ કરી .સુરતના ડીસીપીએ આ આક્ષેપોને રદિયો આપ્યો કે આ વાતમાં કોઈ તથ્ય નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અનેક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અનેક જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શરુ થયો. ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર એ છે કે સ્કાયમેટે આ વર્ષે ચોમાસું નબળુ રહેવાની આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાકિસ્તાનથી ચાલતા ડ્રગ્સ સ્મગલિંગનો પર્દાફાશ ગુજરાત અને રાજસ્થાન ATSએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો.. 5 કિલો પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ડ્રગ્સ પાકિસ્તાનની આવતું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંજૂરી વગર જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો આક્ષેપ અમદાવાદના જગન્નાથ મંદિર ટ્ર્સ્ટની 60 કરોડની જમીન મુસ્લિમને વેચી નાખ્યાનો સામાજિક કાર્યકરે આક્ષેપ કર્યો.. મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું કે આ મામલો કોર્ટમાં છે.. કોર્ટના ચુકાદા મુજબ આગામી સમયમાં નિર્ણય કરાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દયા-સુંદરના પિતા પંચમહાભૂતમાં વિલીન ટીવી એક્ટ્રેસ દિશા વાકાણીના પિતા પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે. મયુર વાકાણીના જણાવ્યા પ્રમાણે તેઓ દોઢ વર્ષથી પેરાલાઈઝ્ડ હતા..થલતેજ સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હોટલના રુમમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાત વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી સાઈકૃપા હોટેલમાં 27 વર્ષીય યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું . તેની બેગમાંથી યુવતીનું ચૂંટણી કાર્ડ મળી આવ્યું છે.યુવક પંચમહાલ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કઢાયો અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી થયેલા મોત કેસમાં નવો વળાંક આવ્યો.. 4 દિવસ બાદ 3 મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો..માતા-પિતાના નિવેદન લેવાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અલ્ટો કારે ત્રણ ગુલાટી ખાધી,એકનું મોત અમરેલીના ધારીમાં અલ્ટો કાર પલટી ખાઈ ગઈ.ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કારે ત્રણ ગુલાટી ખાધી. બહાર નીકળવાના પ્રયાસમાં એકનું કાર નીચે દબાઈ જતા મોત થયું. તો બેનો આબાદ બચાવ થયો છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →