ગેસ ગોડાઉનમાં બ્લાસ્ટ, 3નાં મોત:ભાજપ ઓફિસ સામેથી ઓવૈસીનો ચૂંટણી શંખનાદ, ટ્રેનના પાટામાં ઘૂસી ગયો યુવક, હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા

Gujarat4/4/2026, 12:30:00 PM
ગેસ ગોડાઉનમાં બ્લાસ્ટ, 3નાં મોત:ભાજપ ઓફિસ સામેથી ઓવૈસીનો ચૂંટણી શંખનાદ, ટ્રેનના પાટામાં ઘૂસી ગયો યુવક, હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા
ઉમેદવારોને ફાઈનલ કરવા બેઠકોનો દોર સેન્સ પ્રક્રિયા બાદ રાજકોટ કોંગ્રેસે 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કર્યાની ચર્ચા..આવતીકાલે કોંગ્રેસ પ્રથમ લિસ્ટ જાહેર કરશે..અને 4 દિવસમાં તબક્કાવાર તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદના મહેમાન બન્યા અસદુદ્દીન ઓવૈસી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદમાં..ખાનપુરના જે.પી. ચોકમાં આવેલા ભાજપ કાર્યાલયની સામે સભા યોજી ચૂંટણીનો શંખનાદ કરશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ત્રિપાંખીયા જંગની સંભાવના પાટીદાર પ્રભુત્ત્વ ધરાવતી ઉમરેઠ વિધાનસભા પેટચૂંટણીમાં ત્રિપાંખીયા જંગની સંભાવના. આમ તો મુખ્ય મુકાબલો ભાજપ કોંગ્રેસ વચ્ચે જ છે પરંતું હવે આમા જયંત પટેલ બોસ્કીની એન્ટ્રીથી ત્રીજું ફેક્ટર પણ ઉભું થઈ શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સસ્પેન્ડેડ કોર્પોરેટરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો રાજકોટમાં વોર્ડ નં.6ના ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ પતિ સાથે કોંગ્રેસમાં જોડાયા.. ભ્રષ્ટાચાર અને નાણાની લેતીદેતીનો વીડિયો વાયરલ થતા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નમો સ્ટેડિયમમાં આજે RR અને GT વચ્ચે મેચ અમદાવાદમાં આઈપીએલ 2026ની પહેલી મેચ ..નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે RR અને GT વચ્ચે મુકાબલો. ગુજરાતની પણ તેના હોમગ્રાઉન્ડમાં પહેલી મેચ છે, જેને લઈને ફેન્સ પણ ઉત્સાહિત છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નાઈટ્રોજન ગેસના ગોડાઉનમાં બ્લાસ્ટ,3 ના મોત દાદરા નગર હવેલીના સેલવાસના ડેમ વિસ્તાર નજીકમાં આવેલા નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ થયો...આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયા અને 8 ઘાયલ થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ ટ્રેનમાં ચડવા જતા પાટામાં ઘૂસી ગયો યુવક સુરતમાં ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કરતો એક યુવક પાટામાં ઘૂસી ગયો અને અડધી મિનિટ સુધી ટ્રેન તેના પરથી પસાર થતી રહી.. જો કે રેલવે પોલીસની સર્વેલન્સ ટીમની સમયસૂચકતાથી યુવકનો બચાવ થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેટોડા જીઆઈડીસીમાં રબરના ગોડાઉનમાં આગ રાજકોટના મેટોડા GIDCમાં આવેલા રબરના ગોડાઉનમાં આગ લાગી.. આગ એટલી ભયાનક હતી કે ધૂમાડો એક કિમી દૂર સુધી ફેલાયો હતો..ફાયરની પાંચ ટીમો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જાહેરમાં દાતરડાથી યુવકનો હુમલો સુરતના ડીંડોલીમાં સામાન્ય બોલાચાલીમાં યુવક પર દાતરડાથી હુમલો કરવામાં આવ્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા રાજ્ય પર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં હજુ વરસાદી માહોલ યથાવત રહેશે.. સાત એપ્રિલે પણ વરસાદની શક્યતા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →