સ્વામીજી અને ધારાસભ્ય વચ્ચે ટપાટપી:બ્રાહ્મણો વિષે બોલતા નેતાજીએ સંભળાવ્યું, ડીઝલની અછત મુદ્દે કિસાન સંઘ મેદાનમાં, રાજકોટના રેન્જ IG નિર્લિપ્ત રાયે સપાટો બોલાવ્યો
કિસાન સંઘે ડીઝલ મુદ્દે સરકારને અપીલ કરી વાવણીની સિઝન સમયે જ ખેડૂતોને પુરતું ડીઝલ ન મળતા કિસાન સંઘ મેદાને. સરકારને ખેડૂતોની ચિંતા કરવા અપીલ કરી. કહ્યું જો જરુર લાગે તો આઈપીએલ અને ડાયરાઓ બંધ કરાવો. પણ ખેડૂતોને ડીઝલ આપો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સંત અને ધારસભ્ય વચ્ચે જાહેર મંચ પર જ શાબ્દિક ટક્કર માંડવીમાં એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંત અને ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ટક્કર થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી જી. કે. સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ માટે અપમાનજનક શબ્દપ્રયોગ કરતા જણાવ્યું હતું કે, ‘બ્રહ્મ સમાજ ભીખ માગતો હોય પેટ માટે’.દરમિયાન હાજર માંડવાની ધારાસભ્યે રોકડું પરખાવી દીધું હતું અને કહ્યું હતું કે બ્રાહ્મણ ભીખ ન માંગે, પણ દાન સ્વીકારે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાણી માટે તરસ્યું ગુજરાતનું 'ચેરાપુંજી' ગણાતું કપરાડા વલસાડનું કપરાડા કે જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે, ત્યાં પાણી માટે ફાંફા પડ્યા છે.. મહિલાઓ 45 ફૂટ ઊંડા કૂવામાં જીવના જોખમે ઉતરીને પાણી ભરવા મજબૂર બની છે.. અહીં ₹586 કરોડના ખર્ચે ‘એસ્ટોલ યોજના’લાગુ કરાઈ હતી જે ફ્લોપ સાબિત થઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 20 કરોડથી વધુના ગાંજાના જથ્થા સાથે ઝડપાયો શખ્સ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 20 કિલો ગાંજો. જેની કિંમત 20 કરોડથી વધુની છે. મુળ યુપીનો વતની બેંગકોકથી અમદાવાદ આવ્યો હતો ને દિલ્હી જવાનો હતો. આરોપીને ગાંજાના જથ્થાં સાથે DRIને સોંપવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોલિટેર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી અમદાવાદમાં એસ.જી હાઈવે પર સોલિટેર બિલ્ડીંગમાં આગ લાગી.બિલ્ડિંગમાંથી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગથી પ્રહલાદ નગર ફાયર સ્ટેશન માત્ર એક કિમી દૂર છે.તેમ છતાં ફાયર બ્રિગેડને અહીં પહોચતા 21 મિનિટ લાગી ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૌટુંબિક ભાઈઓ-ખેતરના પડોશીઓથી ત્રાસી આપઘાત ગોંડલમાં કૌટુંબિક ભાઈઓ અને ખેતરના પડોશીઓના ત્રાસથી ખેડૂતે આત્મહત્યા કરી લીધી. આપઘાત પહેલા ખેડૂતે વિડીયો બનાવી હેરાનગતિ વિશે વાત કરી હતી. પોલીસે 4 લોકો સામે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેરકાયદેસર કતલખાનાને પોલીસ અને AMCએ તોડી પાડ્યું અમદાવાદના દાણીલીમડામાં આવેલું ગેરકાયદેસર કતલખાનું તોડી પડાયું. એએમસી અને પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરી. અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બે શખસોએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દુષ્કર્મ કેસમાં લાપરવાહી બદલ કડક કાર્યવાહી રાજકોટમાં દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા મામલે રેન્જ IG નિર્લિપ્ત રાયની ધબધબાટી.. કેસમાં બેદરકારી દાખવવા બદલ PI એચ.એન.રાઠોડ, પીઆઇ એસ.એન.પરમાર, પીએસઆઇ જે.જે.વાળા અને એએસઆઈ ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોમનાથના દરિયામાં મહારાષ્ટ્રના ત્રણ યુબકો ડૂબ્યા સોમનાથના દરિયામાં ત્રણ યુવકો ડૂબ્યા..આસપાસના લોકો અને રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક બચાવકામગીરી હાથ ધરી બે યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા પરંતુ એક યુવક હજુ પણ લાપતા છે.. ત્રણેય યુવકો મહારાષ્ટ્રથી આવ્યા હતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વરસાદની આગાહી વચ્ચે તાપમાનમાં આંશિક ઘટાડો પવનની દિશા બદલાતા રાજ્યના તાપમાનમાં દોઢથી 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો. 9 શહેરોમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →