ભાજપની પહેલી યાદી જાહેર:ઢોસાનાં ખીરુંથી મોતમાં હજુ સસ્પેન્સ, ડાકોરમાં તિલક કરી દક્ષિણા માગતા બખેડો, દારૂડિયાએ દીવાલ તોડી કાર ઘરમાં ઘુસાડી

Gujarat4/9/2026, 12:28:00 PM
ભાજપની પહેલી યાદી જાહેર:ઢોસાનાં ખીરુંથી મોતમાં હજુ સસ્પેન્સ, ડાકોરમાં તિલક કરી દક્ષિણા માગતા બખેડો, દારૂડિયાએ દીવાલ તોડી કાર ઘરમાં ઘુસાડી
ભાજપને જાહેર કર્યું ઉમેદવારોનું પહેલું લિસ્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. તો આમ આદમી પાર્ટી નવમું લિસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસની બીજી યાદી પણ આજે જાહેર થઈ શકે છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજુ કરપડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો આપના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. અગાઉ જ્યારે તેઓ AAPમાં હતા ત્યારે ડંફાસ મારતા હતા કે સૂરજ દાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ. હવે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ IPS મનોજ નિનામા ભાજપમાં જોડાયા પૂર્વ IPS મનોજ નિનામા ભાજપમાં જોડાયા...શામળાજી ખાતે મંત્રી પી.સી બરંડાની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો.. આગામી 31 મેના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા. પરંતુ એ પહેલાં જ તેમણે IG પદેથી રાજીનામું આપ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોડ-રસ્તા અને દારુડિયાના ત્રાસથી કંટાળી બેનર્સ લગાવ્યા રાજકોટમાં વોર્ડ.નં 1માં આવતી સોસાયટીના રહીશોએ રોડ-રસ્તા અને દારૂડિયાથી ત્રસ્ત લોકોએ રાજકીય પક્ષોને સોસાયટીમાં ન પ્રવેશવા બેનર લગાવ્યાં. એટલું જ નહીં‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે ના બેનર્સ પણ લગાવ્યા. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઢોસાના ખીરાથી મોત મામલે નવો ઘટસ્ફોટ અમદાવાદમાં ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ..માતા-પિતાના બ્લડમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ એટલે કે ઘઉંમાં નાખવાની દવાની હાજરી મળી.. બન્ને બાળકીઓમાં આ જ દવાની હાજરી છે કે નહીં તેની તપાસ ચાલુ છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેવ ખમણી ખાવાથી 60 લોકોને ફૂડ પોઈઝનિંગ દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં સેવ- ખમણી ખાધા પછી 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. તમામ દર્દીઓને સારવાર માટે કડીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં કાર હંકારી ઘરની દિવાલ તોડી નાખી વડોદરાના અકોટા વિસ્તારમાં એક યુવકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી મકાનની કમ્પાઉન્ડ તોડી નાખી..યુવક નશાની હાલતમાં હતો.. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોંગ સાઈડમાં જતા એક્ટિવાને બસે મારી ટક્કર અમદાવાદમાં શાહઆલમ ટોલનાકા પાસે રોંગ સાઈડમાં એક્ટિવા લઈને આવતી યુવતીઓ એએમટીએસ બસ સાથે ભટકાઈ. ઉપરથી ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું.. અને યુવતીઓનો બચાવ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો તિલક બાદ દક્ષિણા માગતા હોબાળો યાત્રાધામ ડાકોરમાં તિલક બાદ દક્ષિણા આપવા બાબતે હોબાળો થયો..શ્રદ્ધાળુ પરિવાર સાથે તિલક કરનારે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યો., મામલો ગરમાતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો જામનગરના આંગણે બોલિવુડ સ્ટાર્સનો જમાવડો જામનગરમાં ફરી એક વાર બોલિવુડ સ્ટાર્સનો જમાવડો.. 10 એપ્રિલે અનંત અંબાણીના બર્થ ડે સેલિબ્રેશનમાં ભાગ લેવા સેલેબ્સ પહોંચ્યા. જોગવડ ગામમાં આજે રાજભા ગઢવી અને સાઈરામ દવે લોકસાહિત્યની રમઝટ બોલાવશે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →