સચિવાલયના કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમની માગ કરી:સાપ સાથે રમત ભારે પડી, બેથી ત્રણ દિવસમાં આકરી ગરમીથી રાહત મળશે, NEETના પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો વિરોધ

Gujarat5/14/2026, 12:29:00 PM
સચિવાલયના કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમની માગ કરી:સાપ સાથે રમત ભારે પડી, બેથી ત્રણ દિવસમાં આકરી ગરમીથી રાહત મળશે, NEETના પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો વિરોધ
સચિવાલયમાં વર્ક ફ્રોમ હોમ, 5 ડેઝ અ વીકની માગ ઉઠી પીએમ મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ ગુજરાત સચિવાલયમાં પણ વર્ક ફ્રોમ હોમ અને 5 ડેઝ અ વીક અમલમાં મૂકવાની માગ ઉઠી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશને સીએમ ભૂપેન્દ્ર પટેલને આ મામલે પત્ર લખ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 19 મે બાદ થઈ શકે છે પદાધિકારીઓની જાહેરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રિઝલ્ટે 15 દિાવસ થઈ ગયા છતા પદાધિકારીઓ હજુ નક્કી નહીં. 19મે બાદ 15 મનપામાં મેયર -સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કાળા વાવટા ફરકાવી વિરોધ અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો NEET પેપર લીક મુદ્દે વિરોધ. એનેએસયુઆઈએ કાળા વાવટા ફરકાવી કાફલો રોકવાનો પ્રયાસ કર્યો...શિક્ષણમંત્રી આઈઆઈએમમાં કાર્યક્રમમાં આવ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની મોટી ભરતી રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની મોટી ભરતી.. 1,141 જગ્યાઓ પર ભરતી માટે CMની મંજૂરી મળી ગઈ છે. શિક્ષકોની પસંદગી SAT પરીક્ષાના મેરીટ આધારે કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને મળશે નવી માર્કશીટ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને આ વર્ષે નવી માર્કશીટ મળશે.માર્કશીટ CBSE જેવી જ હશે...હોલોગ્રામની જગ્યાએ ક્યુઆર કોડ હશે..પહેલાં વિદ્યાર્થીનું નામ અને પછી અટક આવશે.. ટૂંક સમયમાં જ નવી માર્કશીટ મળી જશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બસ અને ટેન્કર વચ્ચેની ટક્કરમાં 4ના મોત ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ટ્રાવેલ્સ બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર થઈ જેમાં 4 મુસાફરો જીવતા સળગી ગયા છે.જ્યારે 10 ઘાયલ થયા છે. બસમાં આગ લાગતા જ કેટલાક લોકો જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યા હતા તો કેટલાક નીચે પડેલા ગરમ ડામર પર પડ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 17 વર્ષીય કિશોરનું તાપીના કોઝવેમાં ડૂબી જતા મોત સુરતમાં તાપીના કોઝ વેમાં નહાવા પડેલા 4 મિત્રો પૈકી 17 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું.. એકનો એક દીકરો ગુમાવતા માતા અને બહેને આક્રંદ કરી મુક્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોઈ અનુભવ વગર સાપ પકડવું ભારે પડ્યું સુરતના સચિન વિસ્તારમાં યુવકે કોઈ અનુભવ વગર સાપ પકડ્યો અને તેની સાથે રમત કરી. જો કે સાપે પગમાં ડંખ મારતા યુવકને ભાગવાનો વારો આવ્યો. સાપ બિનઝેરી હોવાથી યુવકને કોઈ નુક્શાન નથી થયું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાલનપુર અને નડિયાદમાં વિકરાળ આગથી અફરાતફરી રાજ્યમાં આગની બે ઘટનાઓ બની. પાલનપુરમાં ભંગારના ગોડાઉનમાં અને નડિયાદમાં લાકડાના ટીલામાં આગ લાગી. સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે રાજ્યમાં તાપમાનમાં ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.. 13 મેએ 44.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં 8 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →