વન નેશન, વન ઈલેક્શનની JPC ગુજરાતમાં:પાંચ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, 15 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મ, 84 ન.પાના પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત
વન નેશન, વન ઈલેક્શનની JCPના સભ્યો ગુજરાતમાં વન નેશન વન ઈલેક્શન માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ત્રણ દિવસ ગુજરાતમાં. જેપીસીના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને રાજ્યના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી અભિપ્રાયો મેળવશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ પાંચ દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બીજી વખત વધારો..ભાવમાં 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો.. અમદાવાદમાં પેટ્રોલ 98.33 અને ડીઝલ 94.10 રુ. પ્રતિ લીટર થયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 84 નગપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે 84 નગરપાલિકાના પ્રમુખ- ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી. ગૃહિણીથી લઈને ડોક્ટર સુધીની મહિલાઓ પાલિકાની સત્તા સંભાળશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોશિયેશન ફરી વિવાદમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોશિયેશન ફરી વિવાદમાં..સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં શાહ, દોશી અને કામદાર પરિવારના જ 126 સભ્યો છે. .મોદી સ્ટેડિયમમાં SCAએ 3.16 કરોડના ખર્ચે VIP કોર્પોરેટ બોક્સ ખરીદ્યું...સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ તપાસ માટે રાજકોટ પહોંચ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 15 વર્ષની સગીરા સાથે સાત શખ્સોનું સામુહિક દુષ્કર્મ રાજકોટના જંગલેશ્વરમાં 15 વર્ષની સગીરા સાથે સાત શખ્સોએ સામુહિક દુષ્કર્મ કર્યું.. પ્રેમજાળમાં ફસાવી ઘર, હોટલ અને ચાલતી કારમાં છરીની અણીએ દુષ્કર્મ આચર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટના ત્રણ તસ્કરોની છત્તીસગઢમાં ધરપકડ રાજકોટના ત્રણ તસ્કરોની છત્તીસગઢમાં ધરપકડ.ત્રણેય કારની સીટમાં સિક્રેટ ચેમ્બરમાંથી 7.5 કિલો સોનાના દાગીના લઈને જઈ રહ્યા હતા. જેની કિંમત 9 કરોડથી વધુની છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પેઈન્ટ્સ કંપનીમાં ભીષણ આગ લાગી સાણંદના મોરૈયામાં પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગ.. સોલવન્ટ અને થિનરનો જથ્થો હોવાથી આગ બેકાબૂ બની છે. મેજર કોલ જાહેર કરાતા ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓ આગ બુઝાવવા કામે લાગી ગઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો UPના કુખ્યાત ગેંગસ્ટરની સુરતથી ધરપકડ UPના કુખ્યાત ગેંગસ્ટર 'શોલે સિંહ'ની સુરતમાંથી ધરપકડ..2 પિસ્તોલ અને 6 જીવતા કારતુસ સાથે ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો. UP STFના એન્કાઉન્ટરના ડરથી બચવા માટે તે સુરતમાં છુપાયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારુના અડ્ડા મામલે થઈ ભાજપ નેતાની હત્યા સુરતમાં ભાજપના નેતાની હત્યા મામલે ખુલાસો.મૃતક જય દલાલે ડીંડોલી બ્રિજ નીચે હત્યારાઓ સાથે જ દારુ પીધો હતો.નશામાં ચૂર થઈને બુટલેગરે તેને મોતને ઘાટ ઉતારી દીધો. પાસાની અદાવતમાં કાવતરું ઘડીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલથી ગરમીમાં 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે રાજ્યમાં આવતીકાલથી તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. અમદાવાદમાં મે મહિનાણાં પડેલી ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →