પેટ્રોલ-ડીઝલ અંગે સરકારની નવી અપીલ:ગુજરાતના મંત્રીઓ બેફામ, મોદીના શબ્દો ઘોળીને પી ગયા, 35 હજાર મેડિકલ સ્ટોર બંધ રહેતા ભારે હાલાકી
રાજ્ય સરકાર વન નેશન વન ઈલેક્શનના સમર્થનમાં ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં વન નેશન વન ઈલેક્શન માટેની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો આજે બીજો દિવસ છે. રાજ્ય સરકાર વન નેશન વન ઈલેક્શનના સમર્થનમાં છે. જ્યારે કોંગ્રેસે આને સત્તાનું કેન્દ્રીકરણ અને રાજ્યના અધિકારો સીમિત કરવાનો પ્રયાસ ગણાવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોકોને જરુર મુજબ જ ઈંધણ ખરીદવા અપીલ આજે મળેલી કેબિનેટ બેઠકમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે ચર્ચા કરાઈ. રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે. સરકારે લોકોને સંગ્રહખોરીથી દૂર રહેવા અપીલ કરી છે. સાથે જ આગામી સમયમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની પણ વિચારણા ચાલી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના મંત્રીઓએ જ કર્યો પીએમની અપીલનો ઉલાળિયો કેબિનેટની બેઠકમાં ભાજપના જ મંત્રીઓએ પીએમ મોદીની અપીલનો ઉલાળિયો કર્યો.આજે કેબિનેટની બેઠકમાં 24માંથી 18 મંત્રીઓ એકલા પોત પોતાની કારમાં આવ્યા.પીએમે 10મેએ કાર પુલિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યભરના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા
24 કલાક ખૂલા રહેતા રાજ્યભરના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહ્યા. જો કે ઈમરજન્સી વાળા દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે 832 મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા છે.. દવાઓવા ઓનલાઈન વેચાણ સહિતના મુદ્દાઓને લઈને હડતાળ પાડવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર્યકર્તાઓએ GCAS ઓફિસનો દરવાજો તોડી નાખ્યો ABVPના કાર્યકર્તાઓએ GCAS ઓફિસનો દરવાજો ઉખેડી નાખ્યો. એડમિશન પ્રોસેસમાં થતી ટેક્નિકલ ખામીઓને લઈને કાર્યકર્તાઓ વિરોધ માટે પહોંચ્યા હતા. દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત બાદ અમદાવાદમાંથી મળ્યા બાળમજૂર સુરત બાદ અમદાવાદમાંથી પણ બાળમજૂરો મળી આવ્યા છે.નારોલમાં મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં 9થી 14 વર્ષના સાત બાળકો મજૂરી કરતા મળી આવ્યા.. તમામને ઓઢવના નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલી ઓફિસર બની યુવતી પાસે પડાવ્યા પૈસા અમદાવાદમાં નકલી સાયબર ક્રાઈમ સાયબર સિક્યોરિટી ઓફિસર બની યુવકે ઈન્સ્યોરન્સ કંપનીની મેનેજરને ફસાવી 80 હજાર રુ. ખંચેરી લીધા.. અવારનવાર પૈસા માગતા યુવતીએ જાતે તપાસ કરી તો ભાંડો ફૂટ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાવનગર-ધોલેરા રોડ પર અકસ્માતમાં 3ના મોત ભાવનગર-ધોલેરા રોડ પર ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ ઘૂસતાં કારનું પડીકું વળી ગયું. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરા પર દુષ્કર્મ કેસના પાંચ આરોપીઓ ઝડપાયા રાજકોટના જંગલેશ્વરમાં સગીરા પર દુષ્કર્મ કેસના પાંચ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. દુષ્કર્મમાં વપરાયેલી કાર પણ કબજે લેવામાં આવી છે.આ જ સગીરા પર એક વર્ષ પહેલા પણ દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સતત બીજા દિવસે અમદાવાદ સૌથી ગરમ શહેર સતત બીજા દિવસે અમદાવાદ 43.7°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું..રાજકોટ, ગાંધીનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં મંગળવારે 45 ડિગ્રી તાપમાન નોંધાયું.. તો દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →