ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ 'આઉટ':SRP જવાનનું ટ્રેનિંગ દરમિયાન મોત, પદયાત્રીઓ પર ડમ્પર ફરી વળતાં 7ના મોત, પ્રસાદીમાં ઝેર ભેળવી પાડોશીને મારી નાખવાનું કાવતરું

Gujarat4/13/2026, 12:40:00 PM
ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ 'આઉટ':SRP જવાનનું ટ્રેનિંગ દરમિયાન મોત, પદયાત્રીઓ પર ડમ્પર ફરી વળતાં 7ના મોત, પ્રસાદીમાં ઝેર ભેળવી પાડોશીને મારી નાખવાનું કાવતરું
ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ 'આઉટ' નવસારીમાં કોંગ્રેસને પડ્યો મોટો ફટકો.. મેન્ડેટ મોડા પડતા ગણદેવી નગરપાલિકાની 18 સહિત જિલ્લાની 32 બેઠકો ગુમાવી દીધી..તમામ બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા હોવાથી ભાજપે જીતની તૈયારી શરુ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપમાં ભડકો. સુરતમાં 300થી વધુ કાર્યકર્તાઓએ કાર્યાલયને ઘેરી વિરોધ કર્યો. તો અમદાવાદમાં પણ નેતાઓએ ડેમેજ કંટ્રોલ માટે મથામણ કરવી પડી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની હાજરીથી હોબાળો ફોર્મ ચકાસણી વખતે ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન કલેક્ટરની કચેરીમાં હાજર રહેતા હોબાળો.. NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ કરતા કલેક્ટરે તમામને બહાર કાઢ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાનો ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ભાજપ -કોંગ્રેસની મિલીભગતનો આક્ષેપ કર્યો. .કહ્યું કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, એટલે ભાજપે ઉમેદવાર આપ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો જે.વી કાકડિયાની પત્નીનું વિવાદીત નિવેદન અમરેલીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડિયાની પત્નીના નિવેદનથી વિવાદ..કોકિલા કાકડીયાએ કહ્યું, ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરુ કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો પદયાત્રીઓ પર ડમ્પર ફરી વળતાં 7ના મોત સુરેન્દ્રનગરના છરાદ અને ભાસ્કરપુરા વચ્ચે પદયાત્રીઓ પર બેફામ સ્પીડે આવતું ડમ્પર ફરી વળ્યું. અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે. પીએમ મોદીએ પણ આ ગોઝારા અકસ્માતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ઘટના પર દુખ વ્યક્ત કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો SRP જવાનનું ટ્રેનિંગ દરમિયાન મોત વડોદરામાં ટ્રેનિંગ દરમિયાન એસઆરપી જવાનનું મોત થયું. સવારે પીટી બાદ 29 વર્ષના જવાનની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં ડોક્ટરની ચેમ્બર બહાર જ જવાન ઢળી પડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો બાળકીઓના મોતનું રહસ્ય ખૂલશે ઢોસાના ખીરુથી બાળકીઓના મોત મામલે માતાની પૂછપરછ.ભાવના પ્રજાપતિને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળતાં જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. મોડી સાંજ સુધી એફએસએલનો રિપોર્ટ આવતા શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો લાડુમાં ઝેર ભેળવી પાડોશીને મારી નાખવાનું કાવતરું સુરતમાં પાડોશીએ પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને મારી નાખવાનું કાવતરું કર્યું..લાડુ ખાતા જ સસરા અને પુત્રવધુની તબિયત લથડી..સદનસીબે બંનેના જીવ બચી ગયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો બસ સ્ટેશનની હચમચાવતી દુર્ઘટનાના સીસીટીવી વડોદરા બસ સ્ટેન્ડમાં ચાંદખેડાના વૃદ્ધ પર પડેલા કાટમાળના ભયાનક સીસીટીવી સામે આવ્યા. વૃદ્ધ ડેપોની બહાર નીકળી રહ્યા હતા ત્યારે કાટમાળ પડતો જોઈને સિક્યોરિટીએ તેમને રોક્યા, પરંતું જેવા તેઓ પાછા ફરવા ગયા કે તેમના પર આખું સ્ટ્રક્ચર પડ્યું, અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો
Read Original Article →