ચાર હજાર શિક્ષકોની બમ્પર ભરતી:પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા, ફ્યૂઅલની અછતથી 2 ફ્લાઇટ કેન્સલ, ગુજરાતમાં રાતની ગરમીએ રેકોર્ડ તોડ્યો

Gujarat5/25/2026, 12:25:00 PM
ચાર હજાર શિક્ષકોની બમ્પર ભરતી:પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા, ફ્યૂઅલની અછતથી 2 ફ્લાઇટ કેન્સલ, ગુજરાતમાં રાતની ગરમીએ રેકોર્ડ તોડ્યો
મહિનામાં ચોથી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા મહિનામાં ચોથીવાર પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા..તેલ કંપનીઓએ આજે પેટ્રોલ ₹2.61 પ્રતિ લિટર અને ડીઝલ ₹2.71 પ્રતિ લિટર મોંઘું કર્યું છે. અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ 101.66 રુ. અને ડીઝલનો 97.78 રુ. થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફ્યુઅલની અછતના કારણે 2 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી રાજકોટમાં ફ્યૂઅલની અછતના લીધે 2 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી.એર ઇન્ડિયાની દિલ્હી - મુંબઈની ફ્લાઈટ 1 જૂનથી 31 જુલાઈ સુધી બંધ રહેશે.. ચેમ્બર ઓફ કોમર્સે ફ્લાઈટ ચાલુ રાખવા ઉડ્ડયન મંત્રીને રજૂઆત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં 3,966 જગ્યા પર શિક્ષકોની ભરતી ગુજરાતમાં 3,966 જગ્યા પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પહેલી જૂનથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. TET પરીક્ષા અને મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 127 તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખની વરણી 133 તાલુકા પંચાયતના પ્રમુખ -ઉપપ્રમુખની જાહેરાત બાદ આજે 127 તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખની વરણી..અમરેલીના લાઠીમાં કોંગ્રેસને પછાડવા ભાજપે 'આપ'ના સભ્યને પ્રમુખ બનાવ્યા છે, તો વડગામ અને જુનાગઢમાં કોંગ્રેસના હાથમાંથી જીતેલી બાજી આંચકી લીધી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામોલમાં યુવકે જાહેરમાં હાથની નસ કાપી અમદાવાદના રામોલમાં એક યુવકે જાહેરમાં કાચના ટુકડાથી હાથની નસ કાપી આત્મહત્યા કરી લીધી. યુવકે આત્મહત્યા કેમ કરી તેનું કારણ સામે આવ્યું નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાર્કિંગમાં ત્રણ કુતરાઓએ બાળક પર હુમલો કર્યો સુરતના તિરુપતિ ટેક્સટાઈલ માર્કેટમાં ત્રણ કુતરાઓએ બાળક પર હુમલો કર્યો. 40 મિનિટ સુધી કુતરાઓ બાળકને બચકાં ભરતા રહ્યા. અને 10 ફૂટ દૂર ઢસડી ગયા. બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યાત્રાળુઓ ભરેલી બસ પલટી, સાસુ-વહુના મોત ગોંડલ પાસે વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ. અકસ્માતમાં સાસુ -વહુના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.બસ બગદાણાથી પરત ફરી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'છાશવાલે'ના મિલ્કશેકમાંથી જીવજંતુ નીકળ્યા અમદાવાદના IIM રોડ પર આવેલા 'છાશવાલે'ના મિલ્કશેકમાંથી જીવજંતુ નીકળ્યા.AMCના ફૂડ વિભાગે આઉટલેટને રૂ. 25,000ની પેનલ્ટી ફટકારી પ્રોડક્શન યુનિટ સામે પણ તપાસના આદેશ આપ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરે મિત્ર સાથે મળી 33 વર્ષના યુવકની હત્યા કરી સુરતના રાંદેર વિસ્તારમાં સગીરે મિત્ર સાથે મળીને 33 વર્ષના યુવકની હત્યા કરી.. બાઇક ચલાવવાની જીદ અને સિગારેટના વિવાદની અદાવત રાખી ગેરજ સંચાલકની હત્યા કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવસની સાથે સાથે રાત્રે પણ ગરમીનું ટોર્ચર યથાવત રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત.. દિવસના તાપમાન તો હાઈ હોય જ છે, પણ મોટા ભાગના શહેરોમાં રાત્રે પણ ગરમીનો પારો 30 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હવામાન વિભાગના મતે 28મે બાદ ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →