CM ટ્રેનમાં બેઠા, સાંસદ બંદૂક લઈને નાચ્યા:દાનપેટી તોડવા ગયેલા તસ્કરો અધમુઆ થયા; વરસાદ-ગરમીની લેટેસ્ટ આગાહી, ટ્રિપલ અકસ્માતનો શોકિંગ VIDEO
વંદે ભારતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની મુસાફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે ગાંધીનગરથી સુરત વંદે ભારત ટ્રેનમાં પહોંચ્યા.. પીએમ મોદીએ ઈંધણ બચાવવા કરેલી અપીલને ધ્યાને રાખી સરકારી કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ બાય પ્લેન જવાના બદલે ટ્રેનમાં બેસીને ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કરસન ભાદરકાના આપ પર આકરા પ્રહાર વિસાવદરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ. કોંગ્રેસના નેતા કરશન ભાદરકાએ આપની સરખામણી ટીટોડી સાથે કરી નાખી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ સ્ટેશનમાં જ પત્નીએ પતિને થપ્પડ મારી વડોદરામાં પોલીસ સ્ટેશનમાં જ પત્નીએ પતિને થપ્પડ મારી દીધી. બાદમાં પોતાના સાગરીતોને બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી.પત્નીનો આક્ષેપ છે કે તાંત્રિક વિધી કરાવી બળજબરીથી લગ્ન કરાવી લીધા હતા..તો પીઆઈએસ સાત અરજી બાદ પણ ફરિયાદ ન લીધી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોની ધોલાઈ ગાંધીનગરના ઝુંડાલમાં ગામના મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરોને મારી મારીને અધમુઆ કરી નાખ્યા. લોખંડની દાનપેટીને તોડવા જતા ગામના યુવાનોના કાને પડ્યો અને ગામલોકોએ તસ્કરોને બરાબરનો પાઠ ભણાવ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રક, ટ્રેક્ટર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત ડાંગના માલેગામ ટોલ નાકા નજીક ટ્રક, ટ્રેક્ટર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો. વહેલી સવારે પતરા ભરેલી એક બેકાબૂ ટ્રકે પહેલા આગળ જઈ રહેલા ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને તેને દૂર સુધી ઘસડી ગઈ હતી. નિયંત્રણ ગુમાવેલી ટ્રક સામેથી આવી રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દુષ્કર્મ પીડિતાના કાકાની હત્યા કરનાર આરોપી ઝડપાયા દુષ્કર્મ પીડિતાના કાકાની હત્યા નિપજાવનારા આરોપી ઝડપાયા..પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા જ બંને આરોપીઓએ મળી થોડા દિવસ પહેલા જ ફરિયાદી પર છરીના 9 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક જ પરિવારના ત્રણ બાળકો દરિયામાં ડૂબ્યા ભાવનગરના તળાજાના સરતાનપર બંદરે દરિયામાં ત્રણ બાળકો ડૂબ્યા:એક જ પરિવારે દીકરો અને દીકરી ગુમાવ્યા, જો કે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાથમાં બંદૂક લઈને નાચ્યા ભાજપના સાંસદ ભાજપના સ્થાનિક સાંસદ જશુભાઈ રાઠવા હાથમાં બંદૂક લઈને નાચતા જોવા મળ્યા.. છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં જીત મળતા વિજયોત્સવ યોજાયો. જેમાં જશુભાઈ સત્તાના રોમાંચમાં ભાન ભૂલ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતના 35000થી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા આજે યુપીએસસીની પ્રિલિમનરી પરીક્ષા યોજાઈ. ગુજરાતના 35000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. અમદાવાદમાં 51 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ન હાલ વરસાદ પડશે, ન ગરમી ઘટશે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.સાથે જ તાપમાનમાં પણ કોઈ ઘટાડો નહીં થાય..રાજકોટમાં 42.7 ડિગ્રી સાથે અસહ્ય બહારો પણ અનુભવાયો...મોટા ભાગમાં શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર રહ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →