મનસુખ વસાવાએ આપ્યો ભાજપને ઝટકો:માતાજીના દર્શન કરીને ઢળી પડી મહિલા, ડેમેજ કંટ્રોલ માટે મેદાને ઉતર્યા ભાજપ પ્રદેશ પ્રમુખ

Gujarat4/12/2026, 12:25:00 PM
મનસુખ વસાવાએ આપ્યો ભાજપને ઝટકો:માતાજીના દર્શન કરીને ઢળી પડી મહિલા, ડેમેજ કંટ્રોલ માટે મેદાને ઉતર્યા ભાજપ પ્રદેશ પ્રમુખ
ભાજપે શરુ કર્યો જનસેવા સંકલ્પ કાર્યક્રમ સ્થાનિક સ્વરાજ માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ ભાજપે રાજ્યભરમાં શરુ કર્યો જનસેવા સંકલ્પ કાર્યક્રમ..સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જ્યારે વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને સંકલ્પ લેવડાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રદેશ ભાજપ પ્રમુખે ડેમેજ કંટ્રોલનો મોરચો સંભાળ્યો ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં શરુ થયયેલા કકળાટને ડામવા પ્રદેશ પ્રમુખે પોતે મોરચો સંભાળ્યો. જગદીશ વિશ્વકર્માએ રાજકોટના રેસકોર્સમાં દરેક બુથવા આગેવાનો સુધઈ પહોંચી સીધો સંવાદ કર્યો. જેથી કાર્યકર્તાઓના રોષની ઠારી શકાય. લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે ભરુચના સાંસદ મનસુખ વસાવાનો ધડાકો.. આગામી લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત કરી..અગાઉ તેમણે ટિકિટ વહેંચણીને લઈને ભાજપના નિયમો પર સવાલ ઉઠાવ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજ પહેલા કોંગ્રેસ અને આપમાં ભંગાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અમિત પટેલ અને કાર્યકર ટિકિટ મુદ્દે બાખડી પડ્યા... હીરા જોટવા પણ પ્રમુખનો પક્ષ લઈને તુ તુ મે મે પર ઉતરી આવ્યા. AAPના SC સેલના પ્રમુખ આપને ભાજપની બી ટીમ કહી કોંગ્રેસમાં જોડાઈ ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાએ પોલીસ અને ભાજપ પર કર્યા આક્ષેપ આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના ભાજપ પર ગંભીર આક્ષેપ.. કહ્યું આપના ઉમેદવારોનું ફોર્મ પાછું ખેંચાવવા ભાજપ ષડયંત્ર કરેછે. પોલીસના જોરે ડરાવી ધમકાવીને કાં તો પૈસાની લાલચ આપી ઉમેદવારોને ભરમાવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાવાગઢ દર્શને ગયેલી મહિલાનું હાર્ટએટેકથી મોત પાવાગઢમાં દર્શને આવેલી મહિલાનું હાર્ટએટેકથી મોત...માતાજીના દર્શન કરી પરત ફરતાં છાતીમાં દુ:ખાવો ઉપડ્યો અને મંદિર પરિસરમાં જ ઢળી પડ્યા. ડોક્ટર્સે સીપીઆર આપ્યું, પણ મહિલાને બચાવી ન શકાઈ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રેટા ચાલકે સર્જેલા અકસ્માત બાદ ટોળું વિફર્યું અમદાવાદના શાહપુરમાં ક્રેટાએ બાઈક ચાલકને ટક્કર મારી. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉભેલી ગાડીમાં તોડફોડ કરી. બાઈક સવારને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈકોર્ટે દોઢ વર્ષે ફાંસીની સજા રદ કરવાનો હુકમ કર્યો ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટે આપેલી ફાંસીની સજા દોઢ વર્ષે રદ કરી.. યુવક પર 2017માં પ્રેમિકાના પતિ અને સાસુની કુહાડીના ઘાથી હત્યા કરવાનો આક્ષેપ હતો. સાક્ષીઓ ફરી જતા હાઈકોર્ટે યુવકને તાત્કાલિક છોડી મુકવાનો આદેશ કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી યુવતીનો આપઘાત સુરતમાં આર્થિક સંકળામણમાં યુવતીએ હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું..ભાઈનું દેવું ભરવા અને પોતાના લગ્નના ખર્ચા માટે ઘર વેચી દેવાનું કહેતા યુવતીને લાગી આવ્યું હતું. જો કે પરિવારે લોન રિકવરી એજન્ટના ત્રાસથી આત્મહત્યાનો આક્ષેપ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 48 કલાકમાં વધશે ગરમીનું જોર આવનાર 48 કલાકમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે. જ્યારે મોટાભાગના જિલ્લાઓા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →