18 જિલ્લામાં વરસાદની આગાહી:આવતીકાલે તોફાની પવન સાથે વીજળી પડવાનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું, સુરતમાં પ્રચાર સમયે ભાજપના નેતાઓ ઘેરાયા

Gujarat4/6/2026, 1:37:00 PM
18 જિલ્લામાં વરસાદની આગાહી:આવતીકાલે તોફાની પવન સાથે વીજળી પડવાનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું, સુરતમાં પ્રચાર સમયે ભાજપના નેતાઓ ઘેરાયા
ભૂપેન્દ્ર પટેલે મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કર્યો ગુજરાતીઓેને અભણ કહેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર વરસ્યા . ભૂપેન્દ્ર પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખડગેએ આ નિવેદન આપી સાડા છ કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે. સાથે સાથે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિના ગૌરવને પણ ઠેંસ પહોંચાડી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપે પાંચમી યાદી જાહેર કરી. .મહાનગરપાલિકના 26 ઉમેદવારો સહિત નગરપાલિકા, જિલ્લા અને તાલુકાના ઉમેદવાર જાહેર કર્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે બાઈક વચ્ચેના અકસ્માતમાં 4નાં મોત પોરબંદર એરપોર્ટ રોડ પર બે બાઈક સામસામે અથડાતા બાઈક સવાર યુવકો રોડ પર ફંગોળાયા.. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે એક ઘાયલ થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રચાર કરવા આવેલા ભાજપ નેતાઓ ઘેરાયા સુરતમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના BJP નેતાઓને લોકોએ આડેહાથ લીધા. .પ્રચાર કરવા આવેલા નેતાને કાળા પાણીની ડોલ બતાવીને સ્પષ્ટ કહી દીધું કે આ વખતે તો વોટ નહીં જ મળે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો AI કાંડની પૂછપરછમાં આપના ઉમેદવાર બેભાન સુરતમાં આપના ઉમેદવાર શ્રવણ જોશી બેભાન થઈ ગયા. ઘટના ત્યારે બની જ્યારે પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતના એઆઈ જનરેટેડ ફોટો પોસ્ટ કરવા મામેલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફરી એક વાર રાજ્યમાં બોમ્બ થ્રેટનો તરખાટ અમદાવાદ- રાજકોટ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી.વડોદરા-સુરતમાં પણ થ્રેટના કારણે બોમ્બ-ડોગ સ્કવોડે તપાસ હાથ ધરી ..ટ્રેક ટેસ્ટ માટે આવેલા હજારો લોકોને પરત મોકલાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખીરુમાંથી બનાવેલા ઢોસા ખાઈને મોત અમદાવાદના ચાંદખેડામાં ઢોસા ખાવાથી બે બાળકોના મોત થયાનો આક્ષેપ..દોઢ મહિનાની અને ત્રણ વર્ષની બે બાળકીઓના મોત થયા.જ્યારે માતા પિતા સારવાર હેઠળ છે. પરિવાર ઘનશ્યામ ડેરીમાંથી ખીરુ લાવ્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક જ રુમમાં અલગ અલગ જગ્યાએ દંપતીનો આપઘાત સુરત શહેરના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં પતિ પત્નીએ સજોડે આત્મહત્યા કરી.એક જ રુમમાં પત્નીએ લોખંડના હૂકે અને પતિએ પંખે ફાંસો ખાધો.. ગયા વર્ષે જ બંનેએ લગ્ન કર્યા હતા. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી પંચમહાલના હાલોલમાં સ્ક્રેપનો ગોડાઉનમાં ભીષણ આગ લાગી.. લાકડા-પ્લાસ્ટિકના જથ્થાના કારણે આગ વિકરાળ બની અને અન્ય ચાર ગોડાઉનોને પણ ઝપેટમાં લીધા..આગને પગલે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલે 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી રાજ્ય પર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ચોથી વાર કમોસમી વરસાદ પડશે.7 એપ્રિલે રાજ્યમાં 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વરસાદની સાથે પવન પણ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →