ઈંધણ બચાવવા ઈટાલિયાની સરકારને સલાહ:રાજકોટમાં પ્રાઈમ લોકેશન પર બનશે આવાસના ઘરો, ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 75 લાખ પડાવ્યા,શિક્ષકોના પગાર માટે સરકારે ફાળવી ગ્રાન્ટ

Gujarat5/16/2026, 12:26:00 PM
ઈંધણ બચાવવા ઈટાલિયાની સરકારને સલાહ:રાજકોટમાં પ્રાઈમ લોકેશન પર બનશે આવાસના ઘરો, ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 75 લાખ પડાવ્યા,શિક્ષકોના પગાર માટે સરકારે ફાળવી ગ્રાન્ટ
અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગાંધીનગર-અમદાવાદની મુલાકાતે છે. આજે તેમણેગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોની અધિકારીઓ સાથે ચર્ચા, અમદાવાદના 70 નવનિયુક્ત કાઉન્સિલરો સાથે બેઠક કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે કોંગ્રેસે પાટણમાં ચક્કાજામ કરી વિરોધ કર્યો.સરકાર સામે સૂત્રોચ્ચાર કરતા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે આ તરફ વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારને ઈંધણ બચાવવાના સ્ટંટ છોડી, સિસ્ટમ સુધારવાની સલાહ આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સીએનજીના ભાવમાં 2.25 રુ.નો વધારો કર્યો અદાણીએ સીએનજીના ભાવમાં 2.25 રુ.નો વધારો કર્યો છે. અમદાવાદમાં ભાવ વધીને પ્રતિ કિલો 86ને પાર. રિક્ષા ચાલકોએ ભાડામાં એક કિમીએ રૂ. 5નો વધારો કરવા માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શિક્ષકોના પગાર માટે સરકારે ગ્રાન્ટ ફાળવી રાજ્ય સરકારે શિક્ષકોના પગાર માટે ગ્રાન્ટ ફાળવી. 34 જિલ્લા માટે ₹1,428.90 કરોડ મંજૂર કરાયા.. આમાંથી મે મહિનાનો પગાર અને મોંઘવારી ભથ્થું ચૂકવાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રાઈમ લોકેશનમાં બનશે આવાસ યોજનાના ઘરો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાઈમ લોકેશનમાં આવાસ યોજના હેઠળ ઘર બનાવશે. મવડી-કણકોટ રોડ, ન્યૂ રીંગરોડ, મુંજકા, કોસ્મોપ્લેક્સ સિનેમા પાછળના ભાગે 2679 આવાસ બનાવાશે..જ્યાં 7 લાખમાં 1 BHK અને 9 લાખમાં 2 BHK મળશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાણીપુરીમાંથી હાડકું નીકળતા 10 હજારનો દંડ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડીમાર્ટ પાસે પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું... યુવતીની પાણીપુરીમાંથી પહેલા વાળ પણ નીકળ્યો હતો...AMCનું ફૂડ વિભાગે પાણીપુરી વાળાની લારી જપ્ત કરી રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 48 વર્ષના સ્વામિનારાયણ સંતે આત્મહત્યા કરી લીધી સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મિશન મંદિરમાં 48 વર્ષીય સાધુ પ્રિયદર્શન સ્વામીએ આત્મહત્યા કરી લીધી. 26 એપ્રિલે તેમણે મોટા પ્રમાણમાં ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી અને સારવાર હેઠળ હતા. જો કે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ આત્મહત્યા શંકાસ્પદ ગણાવી તપાસની માગ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝાડ પર લટકતી હાલતમાં મળ્યા યુવક યુવતીના મૃતદેહ ખેડબ્રહ્મામાં ખેતરમાં ઝાડ પર લટકતી હાલતમાં યુવક યુવતીની લાશ મળી. બંનેએ પ્રેમ સંબંધમાં આ પગલું ભર્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લક્ષ્મીપુરામાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ,એકનું મોત વડોદરાના લક્ષ્મીપુરામાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થયો.ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન બ્લાસ્ટ થતા એક યુવકનું મોત નીપજ્યું. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એક દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેડૂતને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત ત્રણ ઝડપાયા વડોદરાના શિનોરમાં એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી 75 લાખ પડાવવાના કેસમાં મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા.આરોપીઓએ ખેડૂતને દુષ્કર્મ કેસમાં ફીટ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →