વરસાદને લઈને નવી આગાહી:તમારું મોત, તમારી જવાબદારી; AMCની વિચિત્ર ચેતવણી, ઝેરી ગેસની અસરથી ચાર શ્રમિકોના મોત
GPSCની ચાર જાહેરાતોની એક જ દિવસે પરીક્ષા રાજ્યમાં આજે એકસાથે GPSC વર્ગ 1 અને વર્ગ 2ની ચાર મોટી જાહેરાતો માટે પ્રિલિમ પરીક્ષા લેવાઈ.. 268 જગ્યા માટે 75 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી.
આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંડરબ્રિજમાં ડૂબશો તો જવાબદારી પોતાની રહેશે ચોમાસું બેસે તે પહેલાં જ એએમસીએ ચેતવણી આપી જવાબદારીથી હાથ અધ્ધર કર્યા. શહેરના 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે અને જો કોઈ ત્યાંથી પસાર થતાં અકસ્માતનો ભોગ બનશે કે ડૂબશે, તો તેની જવાબદારી મનપાની નહીં પરંતુ નાગરિકની પોતાની રહેશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દૂષિત પાણીના નિકાલ માટે AMCની નવી SOP અમદાવાદ શહેરમાં દૂષિત પાણીની સમસ્યાના દિલ્હી સુધી પડઘા પડતાં જ દૂષિત પાણીના નિકાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી SOP..એક જ વિસ્તારમાંથી પાંચ ફરિયાદ આવે તો છ કલાકમાં નિકાલ કરવામાં આવશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સામાન્ય ઝઘડામાં બે મિત્રોની ચપ્પુના ઘા મારી હત્યા સુરતના સિંગણપોર વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બાબતે થયેી ઝઘડામાં 10 થી 15 હુમલાખોરો બે મિત્રો પર ચપ્પુથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા. બંનેએ માવો ખાવા ગલ્લો ખોલાવવાની જીદ્દ કરી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મૃતક બંને મિત્રો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઝેરી ગેસની અસરને કારણે ચાર શ્રમિકોના મોત સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં ઉતરેલા 4 સફાઇ કર્મીના મોત થયા.એકને બચાવવા બે ગયા અને ત્રણેયને કાઢવા સુપરવાઇઝર ઉતર્યા હતા. જો કે એક બાદ એક તમામ મોતને ભેટ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈકો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચારનાં મોત વડોદરા નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગત મોડી રાત્રે ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. જેમાં ચાર લોકોના મોત થયા છે, અને ચાર ઈજાગ્રસ્ત છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
વિધિ મેઘાને ભારે હૈયે અંતિમ વિદાય અપાઈ કેનેડામાં મૃત્યુ પામેલી વિધિ મેઘાનો મૃતદેહ 23 દિવસે કેનેડાથી બોરસદ પહોંચ્યો..પરિવારે ભારે હૈયે અંતિમ વિદાય આપી..નિયાગ્રામાં છરી મારી વિધિની હત્યા કરાઈ હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
13માં માળેથી કૂદીને 22 વર્ષીય યુવકનો આપઘાત વલસાડના સરદાર હાઈટ્સ બિલ્ડિંગના 13મા માળેથી કૂદીને 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો. યુવક ડોમિનોઝમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. આર્થિક તંગી અને પરિવારની જવાબદારીઓના બોજથી તે સતત તણાવમાં હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એસ ટી બસ સ્ટેન્ડમાં બાંધી દીધી દુકાન વિસનગરમાં એસટી બસ સ્ટેન્ડ પર એક સ્થાનિકે પાન ર્પાર્લર શરૂ કરી દીધું. બસ સ્ટેન્ડના બોર્ડને ગ્રીન નેટ ઢાંકી દીધી. .મુસાફરો તડકામાં ઉભા રહે છે..પણ ડેપોનો ચાર્જ જુદાં જુદા મેનેજર પાસે હોવાથી કોઈ રણી ધણી જ ન હોય તેવો ઘાાટ ઘડાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકમાં દ.ગુજરાતમાં વરસાદની આગાહી આગામી 24 કલાકમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તેમજ અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. જો કે, મધ્ય ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં અસહ્ય ગરમી અને બફારાનું જોર યથાવત રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →