પ્રજ્ઞાચક્ષુ વેપારીને મારનાર મહિલા PSI સસ્પેન્ડ:ભાભીના ત્રાસથી કંટાળી નણંદ, સાસુ અને દોહિત્રીનો આપઘાત, હોટલમાં ગેસનો બાટલો ફાટતા યુવકનું મોત
અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ આજથી અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ.. દુનિયાના 60થી વધુ દેશોના 400 એથલીટ્સ પાંચ દિવસ પોતાના કૌશલ્ય બતાવશે. પીએમ મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રજ્ઞાચક્ષુ વેપારીને માર મારનાર મહિલા PSI સસ્પેન્ડ પ્રજ્ઞાચક્ષુ વેપારીને માર મારનાર મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરી ગુનો નોંધાયો. વેપારીએ ચોરીની શંકામાં પીએસઆઈના દીકરાનો હાથ પકડતા તેને ઈજા થઈ હતી. જે બાદ પીએસઆઈએ પોલીસ સ્ટેશન બોલાવી વેપારીને લાતો લાકડીઓથી ફટકાર્યા હતા. મામલો બહાર આવતા વેપારીના ઘરે જઈ માફી માગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધારાસભ્ય યોગેશ પટેલ પંચ મહાભૂતમાં વિલીન વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો... મંગળવારે યોગેશ પટેલનું નિધન થયું હતું.. કેદારનાથમાં 11 લાખ રુદ્રાક્ષ ચઢાવવાની તેમની અધૂરી રહેલી ઈચ્છા પૂર્ણ કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિત શાહે મેયર અને મુખ્યમંત્રી સાથે વાત કરી અમદાવાદના ઘાટલોડિયમાં ફેલાયેલા રોગચાળાનો મુદ્દો કેન્દ્ર સુધી પહોંચ્યો.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેયર અને મુખ્યમંત્રી સાથે વાતચીત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
રાજ્યભરમાં 510 બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા રાજ્યભરમાંથી ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં 510 બાંગ્લાદેશીઓ ઝડપાયા..અમદાવાદમાંથી વધુ 25 બાંગ્લાદેશીઓ સાથે ટોટલ આંકડો 192 પર પહોંચ્યો..હજુ ઘુસણખોરોને પકડવા માટેનું ઓપરેશન ડેલ્ટા હન્ટ હજુ ચાલુ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રક-કાર વચ્ચેની ટક્કરમાં શિક્ષકનું મોત અમદાવાદના ધંધુકા રાણપુર રોડ પર ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં પોરબંદરના 35 વર્ષના શિક્ષકનું મોત થયું.જ્યારે તેમની પત્ની અને ત્રણ વર્ષના પુત્ર સહિત ત્રણ લોકોની હાલત ગંભીર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાભીના ત્રાસથી કંટાળી મા-દીકરી દોહિત્રીનો આપઘાત અમદાવાદની માતા -દીકરી અને બે વર્ષની દોહિત્રીએ ભાભીના ત્રાસથી કંટાળીને સામુહિક આપઘાત કરી લીધો.ત્રણેયના મૃતદેહ કલોલના પિયજથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવ્યા.. સોશિયલ મીડિયામાં ભાભીના ત્રાસનો ઉલ્લેખ કરતી પોસ્ટ મુકી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
હોટલમાં ગેસ બોટલ બ્લાસ્ટ થતા યુવકનું મોત રાજકોટની ઠાકર ધણી હોટેલમાં ગેસ બોટલ બ્લાસ્ટમાં યુવકનું મોત નીપજ્યું...કિચનમાં અચાનક ફ્રિજની કુલંટ માટેની ગેસ બોટલ ફાટી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતી ઘટના નવસારીના ગણદેવીમાં આફ્રિકાથી પાછા આવેલા પિતાએ 14 વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું..જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કર્યું.. માતાની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં આરોપી પિતાની ધરપકડ કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં 24 કલાક ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ રાજ્યમાં 24 કલાક ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ. મહીસાગરના કડાણામાં વાવાઝોડાને કારણે કાચા મકાનોના છાપરા ઉડ્યા અને વાહનો પલટી મારી ગયા.તો પોશિનાના દાંતિયા ગામે વીજળી પડતા 17 વર્ષીય સગીરનું મોત થયું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →