સ્થાનિક સ્વરાજ પહેલા ભાજપને મોટો ઝટકો:આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, બાળકોના હાથમાં પુસ્તકને બદલે પોટલી, મૈત્રી કરારમાં રહેતા યુવક પર યુવતીના પરિવારનો અત્યાચાર
આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે ત્રીજી યાદી જાહેર કરી. પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી 75 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોડીનારમાં ભાજપને મોટો ઝટકો કોડીનારમાં ભાજપને ફટકો પડ્યો..ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કદાવર નેતા જેઠા સોલંકી સહિતના પદાધિકારીઓએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું.. તો તાલુકા પંચાયત સદસ્ય સુનીલ રાઠોડે પણ ભાજપ સાથે છેડો ફોડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત ATS અને બનાસકાંઠા SOGને મોટી સફળતા ગુજરાત ATS અને બનાસકાંઠા SOGએ પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરી છે.આરોપી ગ્રેનેટની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દેશી દારૂના અડ્ડા પર LIVE રેડ સુરતના લીંબાયતમાં આપના કાર્યકર્તાઓએ દેશી દારુના અડ્ડા પર જનતાને સાથે રાખી રેડ પાડી.બુટલેગરે બાળકોને પોટલીઓ વેચવાના કામે લગાડ્યા હતા.ફેસબુક લાઈવ કરી કાર્યકર્તાઓ ગોરખધંધો ઉજાગર કર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુવતીના પરિવારજનોએ યુવક પર કર્યો અત્યાચાર બનાસકાંઠાના થરાદમાં લિવઈનમાં રહેતી યુવતીના પરિવારે યુવક પર કર્યો અમાનુષી અત્યાચાર..યુવકનો ગુપ્ત ભાગે ટ્યુબ નાથી, ઈન્જેક્શનની સોયો ભોંકી. એટલું જ નહીં મહિલાના કપડા પહેરાવી ડાન્સ કરાવ્યો અને ટોઈલેટનું પાણી પણ પીવડાવ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કચેરી-અધિકારીઓ બાદ હવે ‘બીડી’ પણ નકલી કચેરી- અધિકારીઓ બાદ હવે તો વ્યસન પણ નકલી..જૂનાગઢના કેશોદ પાસેથી ઝડપાઈ નકલી બીડી. 3.12 લાખના મુદ્દામાલ સાથે કોડીનારનો શખ્સ ઝડપાયો. પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતના દરિયાકાંઠે 'લોખંડી' સુરક્ષા ઈઝરાયલ અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને પગલે સંભવિત ખતરાને જોતા ગુજરાતના દરિયાકાંઠે લોથંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો.. જામનગર બાદ હવે કચ્છમાં મરીન ટાસ્ક ફોર્સે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો થાર ચાલકે ઈકો કારને ટક્કર મારી, 10 ઘાયલ અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ખેડા ટોલ પ્લાઝા નજીક થાર ગાડીએ ઈકો ગાડીને જોરદાર ટક્કર મારી.. અકસ્માતમાં ઈકોમાં સવાર 10 મુસાફર ઘાયલ થયા છે, જેમાંથી ત્રણી હાલત ગંભીર છે. થાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાપડ વેપારીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો સુરતમાં કાપડ વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું..90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા છતા ઉઘરાણી ચાલુ હતી. કંટાળીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. જો કે હાલ તે સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નેચરલ ગેસના ભાવમાં તફાવતથી રોષ મોરબીમાં નેચરલ ગેસના ભાવમાં મોટા તફાવતથી ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે. જૂના ગ્રાહકોને 65 રૂપિયામાં અને નવા ગ્રાહકો પાસેથી 90 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે..ઉદ્યોગકારો આ મામલે સરકારની મધ્યસ્થી ઈચ્છી રહ્યા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read Original Article →