ભાસ્કર એનાલિસિસ:ભાજપના 6 આકરા નિયમથી મનપાના 50 ટકાથી વધુ દાવેદારોની ટિકિટ કપાશે
વાપી મનપાની ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયામાં 52 બેઠક માટે 260 લોકોએ દાવેદારી નોંધાવી છે,ત્યારે ભાજપના ઉમેદવાર પસંદગીના 6 આકરા નિયમોના પગલે 50 ટકા એટલે કે 130 દાવેદારોની ટિકિટ કપાઇ શકે તેમ છે.તેમાંય વર્તમાન સમયે નો રિપીટ થિયરીની પણ વાતો ચાલી રહી છે.જો તેનું સંપૂર્ણ પાલન થાય તો વધુ લોકોને ઘરે બેસવાનો વારો આવશે. જ્યારે આ મહાનગર પાલિકામાં જે નવા ભળેલા 11 ગામો છે તેમાં સરપંચ અને ભાજપના આગેવાનોએ પણ દાવેદારી કરી છે. તેઓ પણ ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો માટે પડકાર રૂપ બની શકે છે.બીજી બાજુ કોંગ્રેસ ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવાની રાહ જોઇ રહી છે. કારણ કે ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસનો કયા ઉમેદવાર સક્ષમ છે તેનો અભ્યાસ કરીને કોંગ્રેસ અમુક સીટો ઉપર ઉમેદવાર જાહેર કરશે. ભાજપે આ નિયમો બનાવ્યાં છે ?
3 ટર્મ ચૂંટણી લડી ચૂકયા હોય,જન પ્રતિનિધી સાથે લોહીના સબંધ ધરાવતા હોય,એમપી,એમએલએ,નગરસે વકના પરિવારને પણ ટિકિટ નહી આપવાની સાથે 60 વર્ષથી વધુનાની બાદબાકી કરવાનો નિર્ણય લીધો છે. આમ ભાજપના આ 6 આકરા નિયમને કારણે અનેક દાવેદારોની ઉંઘ હરામ થઇ ગઇ છે. મહત્વની બાબત એ છે કે કોર્પોરેટરના સગાને પણ ટિકિટ નહી આપવાના નિર્ણય,60 વર્ષની ઉંમર,ત્રીજીવાર લડવાને કારણે અનેક દાવેદારોને અસર થશે.3 વર્ષથી વધુ સમયથી ભાજપના સભ્ય હોવા જોઇએ.આ નિયમોને કારણે હાલતો ભાજપના કાર્યકરો દોડતા થઇ ગયા છે. સક્ષમ ઉમેદવારોની પસંદગી ન થશે તો પરિણામ બગડી શકે
વાપી મહાનગર પાલિકાના ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં જો સક્ષમ ઉમેદવારોને જો ટિકિટ ન મળે તો ભાજપને જીતવું મુશ્કેલ થશે અને કોંગ્રેસ તથા અપક્ષ ઉમેદવારો એકટીવ થાય એવી શક્યતા હોવાના મેસેજ વાઇરલ થયાં છે. ખાસ કરીને ભાજપમા આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કયા માપદંડો અપનાવે તેના પર સૌની મીટ મંડાયેલી છે. કારણ કે પાછલી ચૂંટણીમાં નો રિપિટેશન સહિતની જાહેરાતો બાદ માજી પાલિકા સભ્યોને ટિકિટ અપાય હતી. જેથી હવે સક્ષમ ઉમેદવારોને ટિકિટ અપાશે કે કેમ તેની ગણતરીના દિવસોમાં જાહેરાત થઇ જશે. પ્રથમ દિવસે 147 ફોર્મ ઉપડયા
મહાનગરપાલિકાની 13 વોર્ડની 52 બેઠકો પર 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે સોમવારથી ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થયો હતો.પ્રથમ એક પણ ઉમેદવારીપત્રભરાયું ન હતું. પ્રથમ દિવસે કોંગ્રેસે 110 ,આપ પાર્ટીએ20 અને અપક્ષોએ 17 મળી કુલ 147 ફોર્મ ઉપડયા હતાં.ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રારંભ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને આપ પાર્ટીના ગઠબંધનની ચર્ચા પર પ્રથમ દિવસે જ પૂર્ણ વિરામ મુકાયો હતો.જો કે ભાજપમાં ઉમેદવારોને લઇ રહસ્ય અકબંધ છે.
Read Original Article →