ગમખ્વાર અકસ્માત સર્જાયો:સામરવરણીમાં ઉભેલી ટ્રકમાં બાઈક ટકરાતા યુવકનું મોત

Gujarat4/6/2026, 12:00:00 AM
દાદરા નગર હવેલીના સામરવરણી પંચાયત નજીક મોડીરાત્રે બાઈક સવાર પસાર થઇ રહ્યો હતો જેની બાઈક સડક કિનારે ઉભેલી ટ્રક સાથે ટકરાતા ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ. નિખિલ વિલાસ બાગવાન ઉ.વ.25 રહેવાસી સેલવાસ જે મોડીરાત્રે સેલવાસથી સામરવરણી તરફ જઈ રહ્યો હતો તે સમયે પંચાયત કચેરી નજીક રસ્તા કિનારે ઉભેલી ટ્રક સાથે બાઈક જોરમા ટકરાઈ હતી જેના કારણે એનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ. ત્યાંથી પસાર થતા લોકો આ અકસ્માત જોતા દોડી આવ્યા હતા અને નિખિલને લોહીલુહાણ હાલતમા જોતા 112 પર પોલીસને જાણ કરી ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પોહચી યુવકની લાશનો કબ્જો લઇ પીએમ માટે નમો હોસ્પીટલમા લઇ જવામા આવી હતી. મૃતક નિખિલ જે સલૂન ચલાવતો હતો એના પરિવારજનોએ આ અકસ્માતના માટે ટ્રાન્સપોર્ટરો અને રોડ કોન્ટ્રાકટરોને જવાબદાર ગણાવ્યા હતા. પરિવારોનો આરોપ છે કે નવા રસ્તાઓ તો બની રહ્યા છે પરંતુ ટ્રાન્સપોર્ટરો પાસે વાહનો માટે પોતાની કોઈ પાર્કિંગ વ્યવસ્થા નથી ટ્રક અને ટેમ્પોચાલકો આડેધડ રસ્તાના કિનારે વાહનો ઉભા કરી દે છે.
Read Original Article →