ધરતીપુત્રો ફરી ટેન્શનમાં:વલસાડ જિલ્લામાં કેરી બેડવાની કામગીરી વચ્ચે હવામાનનું ગ્રહણ, 3 વર્ષથી પ્રતિકૂળ હવામાનના મારથી ખેડૂતો ચિંતિત
વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે કેરીનો ઓછો પાક હોવાથી ખેડૂતો વાતાવરણ સ્વચ્છ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જિલ્લામાં હજી લગભગ 20 ટકા પાક હજી સુરક્ષિત છે અને આંબાવાડીઓમાં બેડવાની કામગીરી ચાલી રહી છે. જેને બેડવાની કામગીરી ખેડૂતો કરી રહ્યા છે ત્યારે છેલ્લાં 3 દિવસથી વહેલી સવારે અને મોડી સાંજ વાદળો છવાઇ જવાની વેઘર પેટર્ન જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ હળવા વરસાદની આગાહીથી કેરીના વેપારી ખેડૂતોમાં ચહલપહલ વધી છે. ધરમપુર, કપરાડા, વલસાડ, પારડી, વાપી તથા ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 38,626 હજાર હેકટરમાં કેરીનો પાક થયો હતો. 70થી 80 ટકા મંજરી ફૂટી હતી, પરંતુ ડિસેમ્બર જાન્યુઆરીમાં ઠંડી, ધુમ્મસના કારણે પાકને નુકસાન થતાં 30થી 35 ટકા પાક બચ્યો હતો. આ સ્થિતિ વચ્ચે વાદળો દેખા દેતા ખેડૂતો ટેન્શનમાં આવી ગયાં છે.આગાહી જો સાચી નિવડે તો બે ત્રણ દિવસમાં ખેડૂતોને બેડાણ કરવામાં અવરોધનો સામનો કરવો પડી શકેે. જો કે હાલે ખેડૂતો તમામ પ્રયાસો કરી કેરીના બેડાણની દૈનિક કામગીરીમાં વ્યસ્ત છે. બેડાણ ખર્ચ વધે, વધુ દિવસ પ્રતિકુળ વાતાવરણથી નુકસાન આગાહી મુજબ વાતાવરણ સર્જાય અને હળવા વરસાદમાં પણ કાદવ પડે તો કેરીના બેડાણમાં મોટી તકલીફ થઇ શકે છે. હવામાનની આગાહી મુજબ હળવા વરસાદની સંભાવના દર્શાવી છે. તાજેતરમાં જ ઉત્તર ગુજરાત સહિતના કેટલાક સ્થળોએ વરસાદ થતાં દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતોના જીવ અધ્ધર થઇ ગયાં હતા. હવે આ સ્થિતિ જો સર્જાય તો બેડાણ ખર્ચ વધે, મહેનત વધે, એકાદ દિવસ પ્રતિકૂળ વાતાવરણ રહે તો કોઇ વાંધો નહિ પણ વધુ દિવસો સુધી પ્રતિકૂળ વાતાવરણ રહે તો નુકસાન થાય છે. > દોલતભાઇ દેસાઇ, અગ્રણી ખેડૂત, સરોધી, વલસાડ
દ.ગુ.સહિત કેરીના ખેડૂતોમાં અસહજતા બે દિવસની આગાહીના કારણે દ.ગુ.ના કેરીના ખેડૂતો અસહજતા અનુભવી રહ્યા છે. હાલે કાળઝાળ ગરમી સાથે 37થી 40 ડિગ્રી તાપમાન વચ્ચે બેચેની છે ત્યારે વાદળના કારણે હવામાનમાં ફેરફારની શક્યતા છે. કારણ કે તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય તેવું જણાવાતા વાદળોને લઇ હળવા વરસાદની આશંકા છે. જો વરસાદની લાંબી અસર થાય તો વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે. > મહેશ પટેલ, ખેડૂત, જૂજવા
Read Original Article →